મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
Chitralekha Gujarati|August 07, 2023
જનમેજયે ક્રોધ અનુભવ્યો ખરો, પરંતુ એણે સંયમ દાખવ્યો. પોતાના મહાપ્રતાપી પૂર્વજ ધર્મરાજ યુધિષ્ઠિરની માફક જનમેજય પણ શાંતિથી અને સમજદારીથી ધર્મનું પાલન કરવામાં માનનારો રાજા હતો.
દીપક સોલિયા
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય

નાગરાજ વાસુકિએ ગોઠવણપૂર્વક, જહેમતપૂર્વક બહેન જત્કારુને ઋષિ જરત્કારુ સાથે પરણાવી, જેથી એમનું ભાવિ સંતાન નાગવંશને જનમેજયના સર્પયજ્ઞમાં થનારા નાશથી બચાવી શકે.

બહેનને પરણાવીને વાસુકિએ બહેન-બનેવીને પોતાની સાથે જ રાખ્યાં. એમને સુંદર નિવાસસ્થાન આપ્યું. ઋષિ જરત્કારુ અને નાગકન્યા જરત્કારુનું લગ્નજીવન શરૂ થયું. થોડા જ સમયમાં સમસ્યા પેદા થઈ. એક સાંજે ઋષિ જરત્કારુ પત્નીના ખોળામાં માથું રાખીને સૂતા હતા. સૂર્યાસ્તનો સમય થવા આવ્યો. ઋષિ જરત્કારુ સંધ્યા-ઉપાસનામાં ક્યારેય ચૂકે નહીં. એ એમનો ધર્મ હતો. પત્નીને ચિંતા થઈ કે પતિ જો ઊઠશે નહીં તો એ એમનો ઉપાસનાધર્મ ચૂકી જશે. જો કે પતિને જગાડવામાં મુશ્કેલી એ હતી કે પતિએ લગ્ન વખતે જ પત્નીને ચેતવણી આપેલી કે તું મને ન ગમે એવું કંઈ પણ બોલીશ કે કરીશ તો હું જતો રહીશ. 

પત્નીએ થોડી પળો તીવ્ર મંથન કર્યું. પછી તારણ કાઢ્યું કે પતિને એ ઉઠાડશે તો પિત નારાજ નહીં થાય, બલકે એમનું હિત ઈચ્છવા બદલ રાજી થશે, પરંતુ એવું ન થયું. પત્નીએ જગાડેલા પતિ જરત્કારુ રાજી ન થયા. એમણે કહી દીધું: ‘હું તને છોડીને જાઉં છું.’ પત્નીએ સમજાવવાની કોશિશ કરીઃ ‘તમે ધર્મ ન ચૂકો એ માટે મેં તમને જગાડ્યા.’ પણ સામે પતિએ ભળતી જ દલીલ કરીઃ ‘મારો પ્રભાવ એટલો બધો છે કે હું ઊઠું નહીં ત્યાં સુધી સૂર્ય પણ ઢળી શકે નહીં. માટે તારે મને જગાડવાની જરૂર નહોતી.’

પતિ જવા લાગ્યા. પત્ની એકદમ ચિંતામાં પડી ગઈ. એણે ઉતાવળે સૌથી મહત્ત્વનો મુદ્દો છેડ્યો: ‘જે હેતુથી મારા ભાઈ વાસુકિએ મારાં લગ્ન તમારી સાથે કર્યાં હતાં એ સિદ્ધ નહીં થાય તો વાસુકિ મને શું કહેશે, હું એમને શો જવાબ આપીશ એ તો વિચારો. હે સજ્જન, માતાના શાપથી ગભરાયેલા મારા સ્વજનોએ આપના અને મારા મિલનથી ભાણેજ મેળવવાની આશા રાખી હતી. એ આશાનું શું?’

ઋષિ સહેજ કૂણા પડ્યા. એ બોલ્યા: ‘હે સુભગા, અગ્નિ સમાન તેજસ્વી અને વિદ્વાન ઋષિ તમારા ગર્ભમાં વિરાજે છે.’ આટલું કહીને એ જતા રહ્યા,હંમેશને માટે.

This story is from the August 07, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the August 07, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
દેશ-દુનિયા
Chitralekha Gujarati

દેશ-દુનિયા

ફિર એક બાર... મોદીની મહોર

time-read
2 mins  |
April 29, 2024
આ તો વહેલા-મોડું થવાનું જ હતું...
Chitralekha Gujarati

આ તો વહેલા-મોડું થવાનું જ હતું...

ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમસ’ વચ્ચેનો વિગ્રહ હજી અટક્યો નથી ત્યાં ઈરાને એમાં ઝંપલાવ્યું છે.સામસામે ધમકીની ભાષા વાસ્તવિક યુદ્ધમાં બદલાઈ જશે તો વૈશ્વિક અર્થતંત્ર માટે વધુ એક કટોકટી આવીને ઊભી રહેશે. ઈરાન તરફથી થયેલા હુમલાને ખાળવા ઈઝરાયલે એની આધુનિક ઍન્ટિ-મિસાઈલ સિસ્ટમ કાર્યરત કરી. ઈરાનનું હવે પછીનું પગલું શું હશે?

time-read
2 mins  |
April 29, 2024
સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે
Chitralekha Gujarati

સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે

ચશ્માં અને કૉન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છો છો?

time-read
2 mins  |
April 29, 2024
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

કાર્યમાં સફળ થવું હોય તો મહેનત તો કરવી જ પડે, પરંતુ સાચી દિશામાં અવિરત પ્રયાસ અને જરૂરી ધીરજ ચાલુ રાખે તો એને જરૂર સફળતા મળે.

time-read
1 min  |
April 29, 2024
તમે છો તો અમે છીએ...
Chitralekha Gujarati

તમે છો તો અમે છીએ...

અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો.

time-read
2 mins  |
April 29, 2024
પાણીની અછત ઓછી કરવા એસીને કરો કન્ટ્રોલ...
Chitralekha Gujarati

પાણીની અછત ઓછી કરવા એસીને કરો કન્ટ્રોલ...

ઉનાળામાં ગરમીથી બચવા ઍર કન્ડિશનરનો વપરાશ વધે, એના માટે વીજળી વધારે જોઈએ, વીજળીના નિર્માણ માટે પાણી વધારે જોઈએ... આ ચક્રવ્યૂહને કોઈક રીતે તોડવો જ રહ્યો.

time-read
2 mins  |
May 06, 2024
ચૂંટણીપંચને અંતે મોંઘવારી દેખાઈ...
Chitralekha Gujarati

ચૂંટણીપંચને અંતે મોંઘવારી દેખાઈ...

ચૂંટણીસભામાં ખુરસી ખાલી હોય તો પણ એનું ભાડું તો ગુણવાનું જ.

time-read
1 min  |
May 06, 2024
કાંઈ તડકા પડે છે, બાપ!
Chitralekha Gujarati

કાંઈ તડકા પડે છે, બાપ!

માથાં ફાડી નાખે અને શરીર બાળી નાખે એવી ગરમી પડી રહી છે અને દિવસે દિવસે-વર્ષે વર્ષે એનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રાકૃતિક કારણ તો ખરાં, પરંતુ ઝાડો કાપી કાપીને આપણે ધરતી માતાને બોકડી કરી નાખી છે એટલે વધુ જવાબદાર કોણ એ નક્કી કરવું મુશ્કેલ નથી.

time-read
4 mins  |
May 06, 2024
ખેતરોથી વિખૂટા પડ્યાની સજા
Chitralekha Gujarati

ખેતરોથી વિખૂટા પડ્યાની સજા

આપણા માનસિક સુખ અને પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે. ચાહે અમરેલીનો ખેડૂત હોય કે અંધેરીનો નોકરિયાત, એ કાયમ પ્રકૃતિ સાથે જોડાયેલો રહેવા મથે છે. ખેડૂતને સગવડ છે એટલે ઘરઆંગણે તોતિંગ ઝાડ રોપી શકે છે અને નોકરિયાત મજબૂર છે એટલે વન બીએચકેના ફ્લૅટમાં કૂંડામાં છોડ વાવે છે.

time-read
5 mins  |
May 06, 2024
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

વિખ્યાત મોટરકાર કંપની ફોક્સવેગને એક સામાજિક પ્રયોગ પ્રાયોજિત કર્યો,

time-read
1 min  |
May 06, 2024