આપણા સહિત અનેક સમાજ કોઈ પણ મહિલાના જીવનમાં માતૃત્વ ધારણ કરવાને બહુ મહત્ત્વ આપે છે. ગર્ભધારણ એ જીવનનો સૌથી આનંદદાયક અને રોમાંચક અનુભવ છે એ સાચું, પરંતુ એ સાથે સ્ત્રીની જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન પણ થાય છે. આપણે જાણીએ જ છીએ કે ગર્ભાવસ્થા દરમિયાન એવી ઘણી બાબત સંકળાયેલી છે, જેની તકેદારી રાખવી આવશ્યક બની જાય છે.
જો કે આજે આ કૉલમમાં ગર્ભધારણ કરતાં અગાઉ રાખવાની કાળજી વિશે આપને જણાવવું છે. તમારા બાળકની સંભાળ જન્મના ઘણા સમય પહેલાંથી શરૂ કરવી જોઈએ. વાસ્તવમાં એ ક્ષણથી શરૂ થવી જોઈએ જ્યારે તમે નક્કી કરો કે તમે બાળકને જન્મ આપવા માગો છો, કારણ કે દરેક સગર્ભાવસ્થા પોતાની રીતે અજોડ છે. બાળજન્મ માટે આયોજન કરતી વખતે તમારે ઘણું અગાઉથી શીખવું પડશે. ગર્ભાવસ્થા દરમિયાન સારી પ્રિનેટલ કૅર અને તબીબી સારવાર મોટા ભાગની ગૂંચવણોને રોકવામાં મદદ કરે છે. આ લેખમાં અપાયેલી વિગત તમને તંદુરસ્ત પસંદગીના વિકલ્પો પૂરા પાડશે.
સ્ત્રી માટે સૌથી પ્રથમ અને ઉપયોગી પ્રેગ્નન્સી પ્લાનિંગ ઍક્ટિવિટીમાંની એક એટલે ગાયનેકોલૉજિસ્ટ સાથે પ્રેગ્નન્સી રાખવા પહેલાંની કાળજીની ચર્ચા. ગાયનેકોલૉજિસ્ટ સગર્ભાવસ્થા પહેલાં સ્ત્રી અને એના પરિવાર તથા પતિ અને એના પરિવારનો સંપૂર્ણ ઈતિહાસ ચકાસશે, જેથી સ્ત્રી કે ગર્ભને ખરાબ અસર કરી શકે એવાં કોઈ પણ પરિબળ, આનુવંશિક ખામી સહિતની બીમારી અથવા પ્રિ-ટર્મ ડિલિવરીના જોખમની સંભાવના જાણી શકાય.
This story is from the July 31, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 31, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
દેશ-દુનિયા
ફિર એક બાર... મોદીની મહોર
આ તો વહેલા-મોડું થવાનું જ હતું...
ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમસ’ વચ્ચેનો વિગ્રહ હજી અટક્યો નથી ત્યાં ઈરાને એમાં ઝંપલાવ્યું છે.સામસામે ધમકીની ભાષા વાસ્તવિક યુદ્ધમાં બદલાઈ જશે તો વૈશ્વિક અર્થતંત્ર માટે વધુ એક કટોકટી આવીને ઊભી રહેશે. ઈરાન તરફથી થયેલા હુમલાને ખાળવા ઈઝરાયલે એની આધુનિક ઍન્ટિ-મિસાઈલ સિસ્ટમ કાર્યરત કરી. ઈરાનનું હવે પછીનું પગલું શું હશે?
સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે
ચશ્માં અને કૉન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છો છો?
જસ્ટ, એક મિનિટ..
કાર્યમાં સફળ થવું હોય તો મહેનત તો કરવી જ પડે, પરંતુ સાચી દિશામાં અવિરત પ્રયાસ અને જરૂરી ધીરજ ચાલુ રાખે તો એને જરૂર સફળતા મળે.
તમે છો તો અમે છીએ...
અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો.
પાણીની અછત ઓછી કરવા એસીને કરો કન્ટ્રોલ...
ઉનાળામાં ગરમીથી બચવા ઍર કન્ડિશનરનો વપરાશ વધે, એના માટે વીજળી વધારે જોઈએ, વીજળીના નિર્માણ માટે પાણી વધારે જોઈએ... આ ચક્રવ્યૂહને કોઈક રીતે તોડવો જ રહ્યો.
ચૂંટણીપંચને અંતે મોંઘવારી દેખાઈ...
ચૂંટણીસભામાં ખુરસી ખાલી હોય તો પણ એનું ભાડું તો ગુણવાનું જ.
કાંઈ તડકા પડે છે, બાપ!
માથાં ફાડી નાખે અને શરીર બાળી નાખે એવી ગરમી પડી રહી છે અને દિવસે દિવસે-વર્ષે વર્ષે એનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રાકૃતિક કારણ તો ખરાં, પરંતુ ઝાડો કાપી કાપીને આપણે ધરતી માતાને બોકડી કરી નાખી છે એટલે વધુ જવાબદાર કોણ એ નક્કી કરવું મુશ્કેલ નથી.
ખેતરોથી વિખૂટા પડ્યાની સજા
આપણા માનસિક સુખ અને પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે. ચાહે અમરેલીનો ખેડૂત હોય કે અંધેરીનો નોકરિયાત, એ કાયમ પ્રકૃતિ સાથે જોડાયેલો રહેવા મથે છે. ખેડૂતને સગવડ છે એટલે ઘરઆંગણે તોતિંગ ઝાડ રોપી શકે છે અને નોકરિયાત મજબૂર છે એટલે વન બીએચકેના ફ્લૅટમાં કૂંડામાં છોડ વાવે છે.
જસ્ટ, એક મિનિટ..
વિખ્યાત મોટરકાર કંપની ફોક્સવેગને એક સામાજિક પ્રયોગ પ્રાયોજિત કર્યો,