Facebook Pixel બબીના બકુડાની બબાલ | Chitralekha Gujarati - news - Read this story on Magzter.com

Try GOLD - Free

બબીના બકુડાની બબાલ

Chitralekha Gujarati

|

July 24, 2023

વાવાઝોડું તો આવે કે ન આવે, આવું તોફાન ઘરે આવી જાય તો?

- સુષમા શેઠ

બબીના બકુડાની બબાલ

મુકેશભાઈની માનેલી બહેન સવિતાની દીકરી બબીતા ઉર્ફે બબી એના વર જિજ્ઞેશ અને બે વર્ષના બાબા બકડાને લઈને મુંબઈ ફરવા આવી પહોંચી.

‘મામા, કેટલા વખતથી તમે કેતા'તા ને કે બબી રોકાવાનું કરીને આવ, તે મેં આ ફેરે જિજ્ઞેશને કીધું, હાલો, ચાર-પાંચ દા'ડા મુંબઈ ફરી આઈયેં ને મામાને ઘેર ઘાટકોપર રોકાઈયેં.' પરિવારસહ ઓચિંતી આવી ચડેલી બોલકી બબીએ બૉમ્બ ફોડ્યો હોય એમ ગીતાબહેન ડઘાઈને મુકેશભાઈને તાકવા લાગ્યાં. કાનમાં ધાક પડી ગઈ હોય એમ મુકેશભાઈ કાનમાં આંગળી ખોસીને કાન ખોતરવા માંડ્યા. પછી સહેજ કળ વળતાં ગીતાબહેને આવો આવો આવો.. કર્યું. ‘જરા અગાઉથી જાણ કરી હોત તો..’

‘લે, હું કાંય મે’માન ઓછી છું. આ તો મારું ઘર છે. હેંડો, બધાને માટે ચા મેલી દવ.’ કહી બબીએ કાખમાં તેડેલા બકુડાને છૂટો મૂક્યો અને રસોડામાં રવાના થઈ. ‘મામી, ચા-ખાંડના ડબ્બા બતાઈ દેજો. બાબા માટે દૂધ ફ્રિજમાંથી લઈ લઈશ. તમે જરીકેય ચિંતા ન કરતાં.'

બાલ્કનીમાં યોગાસન કરતી આશીએ પહેલી વાર બબીબહેનને જોયાં. એ આઘાતવશ આસન ઊંધા કરવા માંડી. વળી, એનાથી ઊંડા શ્વાસ અંદર લેવાને બદલે બહાર છોડાઈ ગયા. બાબલાએ કોઈક કારણસર મોટેથી ભેંકડો તાણ્યો એમાં અમિત ઊઠીને આંખો ચોળતો બેડરૂમ બહાર આવ્યો. ઘરમાં આવેલા આગંતુકોને જોઈ એની આંખો ખુલ્લી જ રહી ગઈ.

‘આ તારી સવિફોઈની દીકરી, બબીતા. તારાં લગ્ન વખતે નહોતી આવી શકી. આ જિજ્ઞેશ કુમાર.’ મુકેશભાઈએ ઓળખાણ આપી. જિજ્ઞેશે રડતા બકુડાને નૈ, બાબા.. કહી સોફા પર બેઠક જમાવી. બાબાએ સોફા પર ચડીને કૂદકા માર્યા. જિજ્ઞેશે ફરી નૈ, બાબા.. કર્યું. ત્યાં તો બબી રસોડામાંથી ડોકાઈઃ

‘એમ એને નૈ, બાબા.. ને, બાબા.. કરીને જ્યારે ને ત્યારે ટોક્યા ન કરો. બચાડાને માંડ મોકળું રમવા મળ્યું તે રમવા ઘો.’

માનો પ્રેમાળ સ્વર સાંભળી બાબાએ સોફા પરથી નીચે કૂદકો માર્યો. એ રસોડા તરફ દોડ્યો અને હજી તો કોઈ કંઈ વિચારે એ પહેલાં ખાનાં ખોલી ચમચીઓ અને વાસણો આમતેમ ફેંકવા માંડ્યો. બબીએ બાબાના હાથમાં કેળું પકડાવ્યું: ‘ભૂખ લાગી છે? લે, આ ખા. બહુ તોફાની છે. અસ્સલ એના પપ્પા જેવો.’

સોફા પર પલાંઠી વાળીને શાંતિથી બેઠેલો જિજ્ઞેશ થોડા ઊંચા અવાજે ફરી બોલ્યોઃ વાસણો એકઠાં કરી ફરી ખાનાંમાં ગોઠવ્યાં ત્યાં તો બાબાએ ચેવડાનો ડબ્બો ઊંધો પાડ્યો.

MORE STORIES FROM Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Translate

Share

-
+

Change font size