Try GOLD - Free
રક્ષક જ ભક્ષક બને ત્યારે..
Chitralekha Gujarati
|May 15, 2023
અસંખ્ય પિરામિડો અને ખળખળ વહેતી બે નાઈલ નદીના સંગમવાળો દેશ સુદાન લશ્કર અને અર્ધલશ્કરી દળ વચ્ચેના સંઘર્ષથી રહેવા માટે દુર્ગમ બન્યો છે. હજારો ભારતીયો પરત ફરી રહ્યા છે, જેમાં ગુજરાતીઓની સંખ્યા ઘણી મોટી છે. જાણીએ અનિશ્ચિતતા વચ્ચે અટવાયેલા સુદાનના ગુજરાતીઓની વ્યથા-કથા.
સુદાનના અનેક વિસ્તારો ભડકે બળતા હતા ત્યારે બસ પર તિરંગો લગાડીને ભારતીયો ત્યાંથી નજીકની સરહદે ભાગ્યા, જ્યાંથી આપણા વાયુદળનાં વિશેષ વિમાન એમને વતન પાછા લઈ આવ્યાં.
‘અમારાં ઘર પર ફાયરિંગ થતાં હતાં, બૉમ્બ ફેંકવામાં આવતા હતા. જીવનું જોખમ હતું. ખાવાનું ખૂટ્યું, પીવા પાણી મળતું નહોતું. બૅન્કો બંધ હોવાથી આર્થિક વ્યવહાર ઠપ થઈ ગયા.. આવી ભયાનક સ્થિતિ પહેલી વાર અનુભવી, પરંતુ ભારતની ભૂમિ પર હેમખેમ પહોંચ્યા ત્યારે જાણે નવો જન્મ મળ્યો એવી લાગણી થઈ રહી છે.’
એકશ્વાસે બોલાયેલા આ શબ્દો છે ગઈ ૨૮ અપ્રિલે સુદાનથી રાજકોટ પરત ફરેલા ગુજરાતીઓના. આંતરવિગ્રહથી સળગતા સુદાનથી જીવ બચાવી, માલમિલકત મૂકીને પહેરેલે કપડે પરત ફરેલા ગુજરાતીઓ હેમખેમ માતૃભૂમિમાં પહોંચ્યા ત્યારે એમના ચહેરા પર ખુશી જોવા મળી. અનેક ગુજરાતીઓએ ત્યાંની ભયાનક સ્થિતિનો ચિતાર આપી કહ્યું કે સુદાન છોડ્યાનો અફસોસ નથી, બલકે અહીં આવ્યાનો આનંદ છે.
‘ઑપરેશન કાવેરી’... જાન બચાવી આવેલા મૂળ ગુજરાતવાસીઓનું અમદાવાદ તથા રાજકોટમાં સ્વાગત કરવામાં આવ્યું.
૧૫ અપ્રિલે અચાનક ઉત્તર-પૂર્વ આફ્રિકન દેશ સુદાનના રક્ષક એવાં લશ્કરનાં બે બળૂકાં જૂથ વચ્ચે સત્તા માટે વિગ્રહ ફાટી નીકળ્યો. એ પછી તો પરિસ્થિતિ કાબૂબહાર ગઈ ત્યારે ત્યાં વસતા સેંકડો ગુજરાતી સહિત અનેક ભારતીયો પણ ફસાયા અને એમણે સુદાનમાંથી ઉચાળા ભરવા માંડ્યા. ભારત સરકારે હાથ ધરેલા ઑપરેશન કાવેરી હેઠળ હવે આ ભારતીયોને વતન પહોંચાડવામાં આવી રહ્યા છે, જેમાં ગુજરાતીઓની સંખ્યા મોટી છે.
નીલેશભાઈ દેસાઈ
This story is from the May 15, 2023 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Translate
Change font size
