Try GOLD - Free
લખમીને સાચવો..
Chitralekha Gujarati
|March 27, 2023
પતિ અડધો ભૂખ્યો રહે એ ચાલે, પણ એને લીધે કામવાળી છોડી જાય એ કેમ ચાલે?
મુકેશભાઈ સવારથી એમના એ ટુ ઝેડ મેડિકલ સ્ટોરમાં જાય એ પછી બપોરે દોઢ-બે વાગે ઘરે જમવા આવે. માર્ચ એન્ડિંગ હોવાથી એમનું હિસાબી કામકાજ વધી ગયેલું.
‘અઢી વાગ્યા. હવે ઝટ જમવા પધારો તો મારું રસોડું પતે. લખમી રાહ નહીં જુએ. વાસણ માંજ્યા વિના જતી રહેશે. તમે મોડા આવો છો ત્યારે ઈ બૌ બગડે છે. મારી સામે ડોળા કાઢે અને અમથાં અમથાં વાસણ પછાડે.’ ગીતાબહેને ફોન કરી કહ્યું.
સતત એક બાજુના કાન હેઠળ ખભાના ટેકે મોબાઈલ ફોન દબાવી રાખતી નાયલોનની ઘાટા લીલા રંગની જરી બોર્ડરવાળી સાડીમાં સજ્જ લખમીએ બે હાથ કમર પર ટેકવી મોઢું બગાડી છણકો કર્યો: ‘અગ્ગ બાઈ, સાહેબને એક જ જગાએ જવાનું ને પરત આવવાનું. મારે પાંચ જગાએ કામ હોય. પાંચ જગાએ જવાનું. એક જગામાં ખોટી થાઉં તો બીજે બધે મોડું થાય છે. બધા બોલે, કેમ મોડી આવી? કોઈ બોલે એ મને ગમે નથી છે. ચાલો, જલદી વાસણ ખાલી કરો. મારે મોડું થાય છે. સાહેબ વેલા જમવા આવતા નથી છે. મને રોજે મોડું કરાવો છો. કાલથી હું આવવાની નથી છે.’
લખમીના મગજમાં ઠસી ગયેલું કે દરેક ગુજરાતી વાક્યને અંતે છે બોલવાનું હોય છે. એના છે અને નથી વચ્ચે ગીતાબહેન અટવાયાં. કોઈ અજાણ્યાને લખમીની ઝલક દેખાઈ જાય તો એમ જ સમજે કે એ જન્મી ત્યારથી વાંકી ડોક અને પુષ્પા ઈસ્ટાઈલમાં એક બાજુનો ખભો ઊંચો લઈને જન્મી હશે. પહેલું વાક્ય અપુન ઝૂકેગા નહી બોલી હશે. સતત મોબાઈલ ફોનમાં વ્યસ્ત રહેતી લખમીના કાન અને ખભા વચ્ચે ફોન ખોસેલો રહેતો. બીજી તરફ, એના હાથ કામ કર્યા કરતા.
મુકેશભાઈ ફોનમાં ઉશ્કેરાયાઃ ‘હું બહારથી ટિફિન મગાવી લઈશ. તું જમી લે. આજે મારી રાહ ન જોતી. ઘણું કામ બાકી છે. કો’ક દા’ડો મોડું થાય વળી.’
This story is from the March 27, 2023 edition of Chitralekha Gujarati.
Subscribe to Magzter GOLD to access thousands of curated premium stories, and 10,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
MORE STORIES FROM Chitralekha Gujarati
Chitralekha Gujarati
દીકરા માટે હજી આટલો દુરાગ્રહ કેમ?
લૈંગિક ભેદભાવ નાબૂદ કરવાની સહિયારી જવાબદારી છે શિક્ષિત સ્ત્રી-પુરુષોની... અને સમાજની.
3 mins
May 04, 2026
Chitralekha Gujarati
મુખવાસ
માય નેમ ઈઝ સ્પાઈડરમૅન
1 mins
May 04, 2026
Chitralekha Gujarati
મુખવાસ
અંધેર નગરી ને ગધેડા રાજા
1 mins
May 04, 2026
Chitralekha Gujarati
વિલનનો ટેરર કે ટેડી બેરનો લવ?
નામમાં તે શું બન્યું છે? જો સિત્તેરના દાયકામાં આ નિયમ આવ્યો હોત તો જમ્મી, રાણા, તેજા, દ્વારા કે રાકાનું શું થાત?
2 mins
May 04, 2026
Chitralekha Gujarati
ઉનાળાની રવાડી ટ્રીટઃ મેંગો ડિલાઈટ
ફળોનો રાજા કેરી ઉનાળાની ઋતુનું સૌથી સુંદર નજરાણું છે.
2 mins
May 04, 2026
Chitralekha Gujarati
પાણી નીચે છુપાયેલા યમદૂત
દરિયાઈ સુરંગ માત્ર ૧૫૦૦ ડૉલરમાં તૈયાર થતી એક સી માઈન (સમુદ્રી સુરંગ) ૨૦૦ કરોડ ડૉલરના મહાકાય જહાજને પળવારમાં ડુબાડી શકે છે. આર્થિક અને માનસિક દબાણ ઊભું કરવા માટે વપરાતી આ સુરંગનો ઈતિહાસ ૧૫મી સદીના ચીન સુધી જાય છે. આજે ઈરાન હોર્મઝની ખાડીમાં પાંચ હજાર સુરંગો હોવાનો દાવો કરે છે ત્યારે એને નષ્ટ કરવા માટે ‘માઈન સ્વીપિંગ’ની જટિલ પ્રક્રિયા કેવી છે એ પણ જાણવા જેવું છે.
6 mins
May 04, 2026
Chitralekha Gujarati
આવું શોષણ કદાપિ સહન ન કરો...
જાણીતી આઈટી કંપની ‘ટીસીએસ’માં ઘટેલી કથિત ‘કૉર્પોરેટ જિહાદ’થી એ સવાલ ફરી ઊભો થયો છે કે કામકાજના સ્થળે મહિલાઓ કેમ હજી સુરક્ષિત નથી. ઑફિસમાં તમારી ધાર્મિક શ્રદ્ધા સામે પ્રશ્નચિહ્ન મુકાતાં હોય, તમે વારંવાર છેડતી, યૌનશોષણ, પ્રેમજાળ, બ્લેકમેઈલિંગ, ધર્માંતરણનાં દબાણનો શિકાર બનતાં હો કે પછી અન્ય પ્રકારે શોષણ થતું હોય તો અનેક પ્રકારની સંસ્થાકીય, સરકારી તેમ જ કાયદાકીય યંત્રણાની મદદ ઉપલબ્ધ છે. જરૂર છે ફક્ત તમારા અધિકારોને સ્પષ્ટ રીતે સમજી લેવાની.
4 mins
May 04, 2026
Chitralekha Gujarati
સામયિક નહીં, સંસ્કૃતિ-સંસ્કારસંવેદના!
યાદોના દીવડા, ઉજવણીઓનો ઉજાસ... મુંબઈ-ગુજરાતમાં અમૃત મહોત્સવનાં શ્રેણીબદ્ધ સેલિબ્રેશન સાથે ચિત્રલેખા @ ૭૬
4 mins
May 04, 2026
Chitralekha Gujarati
રોકાણકારોને ફસાવવા કેવા કેવા પેંતરા રચવામાં આવે છે?
શૅરબજારમાં તેજી હોય ત્યારે તો રોકાણકારોને ફસાવવાની-લૂંટવાની પ્રવૃત્તિ એક યા બીજા સ્વરૂપે ચાલતી જ હોય છે, પણ કેટલીક નાની બ્રોકરેજ-ફાઈનાન્સ કંપનીઓ બારે માસ રોકાણકારોને છેતરવાની રમત રમતી હોય છે અને આ માટે આકર્ષક ઑફરો, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કામ પર લગાડે છે. બસ, પછી શું? સીધા-સાદા રોકાણકારો એમની જાળમાં આવી જાય છે.
2 mins
May 04, 2026
Chitralekha Gujarati
શૈશવ તૈયાર કરશે બાલદોસ્ત
બાળકના ખભે હાથ મૂકી હૂંફ અને હોંકારો આપનારા મિત્રની ખોટ પૂરી કરશે આ પ્રોજેક્ટ.
3 mins
May 04, 2026
Translate
Change font size
