વડા પ્રધાન નરેન્દ્ર મોદીના દરિયાઈ પ્રવાસની એ તસવીર અત્યારે ચર્ચાનો વિષય બની છે. એ છે દુનિયાની સૌથી લાંબી લક્ઝરી રિવર ક્રૂઝ. વારાણસીથી શરૂ થઈને આસામના દિબ્રુગઢ ખાતે પૂરી થનારી ગંગા વિલાસ નામની આ રિવરક્રૂઝ પચાસ દિવસમાં ૩૨૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડશે. આ યાત્રામાં વચ્ચે બાંગ્લાદેશ પણ આવશે. હા, વારાણસી અને દિબ્રુગઢ વચ્ચેના પ્રવાસમાં આ ક્રૂઝ બાંગ્લાદેશમાંથી પણ પસાર થશે!
દુનિયાભરના પ્રવાસીઓને આકર્ષવાના આશયથી ભારત સરકારે ગંગા વિલાસ ક્રૂઝની જાહેરાત તો ૨૦૧૮માં કરી દીધી હતી. ૨૦૨૦માં એ વહેતી થવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે એમાં વિલંબ થતો ગયો. હવે ૧૩ જાન્યુઆરીએ એટલે કે ચિત્રલેખાનો આ અંક આપના હાથમાં હશે એ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગંગા વિલાસને લીલી ઝંડી બતાવશે. આ અવસરે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે.
આ રિવર ક્રૂઝનો પ્રવાસમાર્ગ ઘણો રસપ્રદ છે. ભારતની સૌથી મોટી બે નદી ગંગા અને બ્રહ્મપુત્રા ઉપરાંત હુગલી, વેસ્ટ કોસ્ટ કૅનાલ સહિત કુલ ૨૭ જેટલી નદી અને નહેરમાંથી ગંગા વિલાસ પસાર થશે. આ ઉપરાંત, ૩૨૦૦ કિલોમીટરના પ્રવાસ દરમિયાન એ ભારતના, નદીકિનારે આવેલાં કેટલાંક મહત્ત્વપૂર્ણ પર્યટનસ્થળોને પણ આવરી લેશે. વારાણસીથી ગંગા વિલાસનો પ્રવાસ શરૂ થશે, જે આગળ પટના (બિહાર), સાહિબગંજ (ઝારખંડ), કોલકાતા, ઢાકા (બાંગ્લાદેશ), ગૌહાટી થઈને દિબ્રુગઢ પહોંચશે.
This story is from the January 23, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 23, 2023 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
દેશ-દુનિયા
ફિર એક બાર... મોદીની મહોર
આ તો વહેલા-મોડું થવાનું જ હતું...
ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમસ’ વચ્ચેનો વિગ્રહ હજી અટક્યો નથી ત્યાં ઈરાને એમાં ઝંપલાવ્યું છે.સામસામે ધમકીની ભાષા વાસ્તવિક યુદ્ધમાં બદલાઈ જશે તો વૈશ્વિક અર્થતંત્ર માટે વધુ એક કટોકટી આવીને ઊભી રહેશે. ઈરાન તરફથી થયેલા હુમલાને ખાળવા ઈઝરાયલે એની આધુનિક ઍન્ટિ-મિસાઈલ સિસ્ટમ કાર્યરત કરી. ઈરાનનું હવે પછીનું પગલું શું હશે?
સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે
ચશ્માં અને કૉન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છો છો?
જસ્ટ, એક મિનિટ..
કાર્યમાં સફળ થવું હોય તો મહેનત તો કરવી જ પડે, પરંતુ સાચી દિશામાં અવિરત પ્રયાસ અને જરૂરી ધીરજ ચાલુ રાખે તો એને જરૂર સફળતા મળે.
તમે છો તો અમે છીએ...
અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો.
પાણીની અછત ઓછી કરવા એસીને કરો કન્ટ્રોલ...
ઉનાળામાં ગરમીથી બચવા ઍર કન્ડિશનરનો વપરાશ વધે, એના માટે વીજળી વધારે જોઈએ, વીજળીના નિર્માણ માટે પાણી વધારે જોઈએ... આ ચક્રવ્યૂહને કોઈક રીતે તોડવો જ રહ્યો.
ચૂંટણીપંચને અંતે મોંઘવારી દેખાઈ...
ચૂંટણીસભામાં ખુરસી ખાલી હોય તો પણ એનું ભાડું તો ગુણવાનું જ.
કાંઈ તડકા પડે છે, બાપ!
માથાં ફાડી નાખે અને શરીર બાળી નાખે એવી ગરમી પડી રહી છે અને દિવસે દિવસે-વર્ષે વર્ષે એનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રાકૃતિક કારણ તો ખરાં, પરંતુ ઝાડો કાપી કાપીને આપણે ધરતી માતાને બોકડી કરી નાખી છે એટલે વધુ જવાબદાર કોણ એ નક્કી કરવું મુશ્કેલ નથી.
ખેતરોથી વિખૂટા પડ્યાની સજા
આપણા માનસિક સુખ અને પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે. ચાહે અમરેલીનો ખેડૂત હોય કે અંધેરીનો નોકરિયાત, એ કાયમ પ્રકૃતિ સાથે જોડાયેલો રહેવા મથે છે. ખેડૂતને સગવડ છે એટલે ઘરઆંગણે તોતિંગ ઝાડ રોપી શકે છે અને નોકરિયાત મજબૂર છે એટલે વન બીએચકેના ફ્લૅટમાં કૂંડામાં છોડ વાવે છે.
જસ્ટ, એક મિનિટ..
વિખ્યાત મોટરકાર કંપની ફોક્સવેગને એક સામાજિક પ્રયોગ પ્રાયોજિત કર્યો,