એ દુર્ઘટના, જેની રાહ જોવાતી હતી..
Chitralekha Gujarati|January 23, 2023
કુદરતી આફતો માટે પહેલાંથી સંવેદનશીલ હિમાલયના પહાડી વિસ્તારોમાં બાંધકામપ્રવૃત્તિ વિશે વરસોથી વિવાદ થતા આવ્યા છે. અહીં વિકાસના નામે બેફામ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતી ઈમારતોનો બોજ ન સહેવાય ત્યારે આફતો મોકલીને પ્રકૃતિ ચીસ પાડે છે, એનું તાજું ઉદાહરણ જોશીમઠ છે.
ઉમંગ વોરા
એ દુર્ઘટના, જેની રાહ જોવાતી હતી..

હા, મને એ ગામોમાંથી પત્રો મળ્યા હતા, પણ એ અંગે શું કરવું એની મને ખબર નહોતી..

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠ નગરમાં હમણાં ૬૦૦થી વધુ ઘરો-ઈમારતોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ, એક મંદિર તૂટી પડ્યું, એક હોટેલની ઈમારત એની નજીકની બીજી હોટેલ પર ઢળી પડી અને રસ્તા પણ ફાટી પડ્યા.. આટલું થયા પછી સફાળી જાગીને સરકાર ત્યાંના લોકોને સુરક્ષિત સ્થાને વસાવવામાં વ્યસ્ત બની ત્યારે હવે અનેક વિગતો બહાર આવી રહી છે અને સાથોસાથ અહીં વર્ષોથી થઈ રહેલાં આડેધડ બાંધકામને કારણે પર્યાવરણને નુકસાન પહોંચ્યું છે એ વિશે ગરમાગરમ ચર્ચા જામી છે.

એક આશ્ચર્યજનક વિગત એ છે કે આ વિસ્તારનાં અનેક ગામોના સરપંચોએલોકોએ સ્થાનિક પ્રશાસન અને કલેક્ટર સ્તરના અધિકારીઓને પત્રો લખીને જણાવ્યું હતું કે એમના વિસ્તારોમાં જમીનમાંથી ક્યારેક અચાનક ભયાનક અવાજ આવે છે, ઘરની દીવાલોમાં તિરાડો પડી છે, અહીં રહેવું જોખમી છે, વગેરે. જોશીમઠ દેશભરના સમાચારોમાં ચમકી ગયા પછી એક પત્રકારે ચમોલીના કલેક્ટરને પૂછ્યું કે તમને આવા કોઈ પત્રો મળ્યા નહોતા? ત્યારે કલેક્ટરે કબૂલ્યું કે હા, પત્રો મળ્યા હતા, પણ શું કરવું એની ખબર નહોતી!

ઈસુના નવા વર્ષની બીજી જ રાતે જોશીમઠનાં ઘણાં ઘરોમાં લોકોને તિરાડો પડવાના અવાજ સંભળાયા. ત્રણ જાન્યુઆરીની પરોઢે દીવાલોમાં મોટી તિરાડો જોઈને ચિંતામાં પડેલા લોકોમાંથી ઘણા તો સામાન બાંધીને રવાના થયા. તિરાડો ધરાવતું એક મંદિર પાંચ જાન્યુઆરીએ ધસી પડતાં ચોમેર ચિંતા પ્રસરી ગઈ. એ પછી તો અમુક ઘરોની તિરાડોમાંથી પાણી નીકળવા લાગ્યું એટલે સ્થાનિક જિલ્લા પ્રશાસન અને રાજ્ય સરકારને ગંભીરતા સમજાઈ.

ક્યાંક રસ્તા જાણે ફાટી પડ્યા, ક્યાંક ઘરમાં તિરાડો પડી ગઈ તો કોઈક ઠેકાણે ભેખડ ધસી પડીને મકાનો નાશ પામ્યાં.

જોશીમઠ અને આસપાસના ઘણા એરિયાને ભૂસ્ખલન સંભવિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે. તિરાડ પડી હોય એવી ૬૦૦થી વધુ ઘર-ઈમારતો ખાલી કરી દેવામાં આવી છે. ૨૦,૦૦૦ની વસતિ ધરાવતા જોશીમઠમાં અડધોઅડધ પ્રજાના જીવ તાળવે છે. રોજના ૨૦૦-૩૦૦ લોકોના રહેવાની વૈકલ્પિક વ્યવસ્થા થઈ રહી છે. ભયજનક સ્થિતિમાં રહેતા તમામ પરિવારોને સુરક્ષિત સ્થળે ખસેડતાં ઘણો સમય લાગી શકે છે.

This story is from the January 23, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

This story is from the January 23, 2023 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
દેશ-દુનિયા
Chitralekha Gujarati

દેશ-દુનિયા

ફિર એક બાર... મોદીની મહોર

time-read
2 mins  |
April 29, 2024
આ તો વહેલા-મોડું થવાનું જ હતું...
Chitralekha Gujarati

આ તો વહેલા-મોડું થવાનું જ હતું...

ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમસ’ વચ્ચેનો વિગ્રહ હજી અટક્યો નથી ત્યાં ઈરાને એમાં ઝંપલાવ્યું છે.સામસામે ધમકીની ભાષા વાસ્તવિક યુદ્ધમાં બદલાઈ જશે તો વૈશ્વિક અર્થતંત્ર માટે વધુ એક કટોકટી આવીને ઊભી રહેશે. ઈરાન તરફથી થયેલા હુમલાને ખાળવા ઈઝરાયલે એની આધુનિક ઍન્ટિ-મિસાઈલ સિસ્ટમ કાર્યરત કરી. ઈરાનનું હવે પછીનું પગલું શું હશે?

time-read
2 mins  |
April 29, 2024
સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે
Chitralekha Gujarati

સ્માઈલ સર્વોત્કૃષ્ટ છે

ચશ્માં અને કૉન્ટેક્ટ લેન્સથી મુક્તિ ઈચ્છો છો?

time-read
2 mins  |
April 29, 2024
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

કાર્યમાં સફળ થવું હોય તો મહેનત તો કરવી જ પડે, પરંતુ સાચી દિશામાં અવિરત પ્રયાસ અને જરૂરી ધીરજ ચાલુ રાખે તો એને જરૂર સફળતા મળે.

time-read
1 min  |
April 29, 2024
તમે છો તો અમે છીએ...
Chitralekha Gujarati

તમે છો તો અમે છીએ...

અમારી સફર ને તમારો તરાપો જવું પાર સામે, તમે સાથ આપો.

time-read
2 mins  |
April 29, 2024
પાણીની અછત ઓછી કરવા એસીને કરો કન્ટ્રોલ...
Chitralekha Gujarati

પાણીની અછત ઓછી કરવા એસીને કરો કન્ટ્રોલ...

ઉનાળામાં ગરમીથી બચવા ઍર કન્ડિશનરનો વપરાશ વધે, એના માટે વીજળી વધારે જોઈએ, વીજળીના નિર્માણ માટે પાણી વધારે જોઈએ... આ ચક્રવ્યૂહને કોઈક રીતે તોડવો જ રહ્યો.

time-read
2 mins  |
May 06, 2024
ચૂંટણીપંચને અંતે મોંઘવારી દેખાઈ...
Chitralekha Gujarati

ચૂંટણીપંચને અંતે મોંઘવારી દેખાઈ...

ચૂંટણીસભામાં ખુરસી ખાલી હોય તો પણ એનું ભાડું તો ગુણવાનું જ.

time-read
1 min  |
May 06, 2024
કાંઈ તડકા પડે છે, બાપ!
Chitralekha Gujarati

કાંઈ તડકા પડે છે, બાપ!

માથાં ફાડી નાખે અને શરીર બાળી નાખે એવી ગરમી પડી રહી છે અને દિવસે દિવસે-વર્ષે વર્ષે એનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રાકૃતિક કારણ તો ખરાં, પરંતુ ઝાડો કાપી કાપીને આપણે ધરતી માતાને બોકડી કરી નાખી છે એટલે વધુ જવાબદાર કોણ એ નક્કી કરવું મુશ્કેલ નથી.

time-read
4 mins  |
May 06, 2024
ખેતરોથી વિખૂટા પડ્યાની સજા
Chitralekha Gujarati

ખેતરોથી વિખૂટા પડ્યાની સજા

આપણા માનસિક સુખ અને પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે. ચાહે અમરેલીનો ખેડૂત હોય કે અંધેરીનો નોકરિયાત, એ કાયમ પ્રકૃતિ સાથે જોડાયેલો રહેવા મથે છે. ખેડૂતને સગવડ છે એટલે ઘરઆંગણે તોતિંગ ઝાડ રોપી શકે છે અને નોકરિયાત મજબૂર છે એટલે વન બીએચકેના ફ્લૅટમાં કૂંડામાં છોડ વાવે છે.

time-read
5 mins  |
May 06, 2024
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

વિખ્યાત મોટરકાર કંપની ફોક્સવેગને એક સામાજિક પ્રયોગ પ્રાયોજિત કર્યો,

time-read
1 min  |
May 06, 2024