'તમે શું કરશો એ મને નથી ખબર, પણ કોઈ પણ હિસાબે તમારે આ બદનક્ષી રોકવાની છે.' મોતીવાલા મક્કમ અવાજમાં બોલ્યા.
દવે અને મેં મૂંઝાઈને એકબીજા સામે જોયું.
‘પણ સર, આ કામ અસંભવ છે, ગધેડાએ લાત મારી છે એ કોઈએ મોબાઈલમાં શૂટ કરી લીધું છે અને આવી ક્લિપ જંગલમાં આગની જેમ સોશિયલ મિડિયામાં ફેલાઈ જાય એમાં કોઈ કંઈ ન કરી શકે.’
‘કોઈ ન કરી શકે, પણ તમારે કરવાનું છે. સુધાકર તમને જે મદદ જોઈએ એ કરશે. ખેતશી મારો ખાસ દોસ્ત છે, વાત પૂરી. હવે જાઓ અને કોઈ ઉપાય શોધો.’
અમે બન્ને એકબીજાને જોઈ રહ્યા.
ખેતશી એટલે ખેતશીભાઈ દેઢિયા રાજકારણી અને ચર્ચામાં રહેતું નામ તો સુધાકર એન્જિનિયરમાંથી ખેડૂત બનેલો અભ્યાસુ.
મોતીવાલા, ખેતશીભાઈ અને સુધાકર ત્રણે કૉલેજકાળના પાકા મિત્રો. સુધાકરે એન્જિનિયરિંગ છોડી થોડાં વર્ષોથી મુંબઈ નજીક વસઈમાં જમીન ખરીદી ખેતી શરૂ કરી હતી અને ગાય-ભેંસ પણ પાળ્યાં હતાં. ત્રણે મિત્રો ઘણા સમયથી મળ્યા નહોતા. આજે સમયનો યોગ થયો એટલે ત્રણેય સુધાકરના વસઈ ખાતેના ફાર્મ હાઉસ પર મળ્યા. ત્યાં એક વિચિત્ર અકસ્માત થયો. સુધાકર પોતાની કેટલીક ખાસ ગાય ખેતશીભાઈ અને મોતીવાલાને બતાવી રહ્યા હતા. ગાયો બાંધી હતી એની નજીકમાં એક ગધેડો ઊભો હતો. અચાનક એ ગધેડાએ ખેતશીભાઈને લાત મારી. પહેલાં તો સુપરમૅનની જેમ ખેતશીભાઈ હવામાં ઊડ્યા, પણ પછી પોતાની મર્યાદાનું ભાન થતાં ભોંય પર પટકાયા. એમને પીઠમાં સખત માર વાગ્યો. તરત એમને હૉસ્પિટલમાં દાખલ કર્યા, પણ કાળનું કરવું તે ગર્દભે ખેતશીભાઈને લાત ફટકારી એનો કોઈએ વિડિયો ઉતારી સોશિયલ મિડિયામાં ફરતો મૂકી દીધો.
આ મોબાઈલ-વિડિયો ઉતારનારી પ્રજાતિ પણ અજીબ હોય છે. જાણે ભગવાને એમને આ જ કામ માટે પૃથ્વી પર મોકલ્યા છે એવું એ માનતી હોય છે. આ પ્રજાતિના પેલા માનવપ્રાણીને તો ખેતશીભાઈ અને ગધેડાવાળો સીન ઝડપીને ટીવીના કોઈ શોમાં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી મળી ગયા જેટલો આનંદ થયો.
કોઈ રાજકારણીને ગધેડો લાત મારીને ઉછાળે એવો વિડિયો હોય તો વિરોધ પક્ષવાળા તો ઠીક, સામાન્ય જનતા પણ ગેલમાં આવી જાય. રોજબરોજના જીવનમાં સતત લાત ખાતી જનતા રાજકારણીઓને લાત મારવા ઉત્સુક હોય છે, પણ મારી નથી શકતી એટલે બીજું કોઈ મારે તો હરખાય જ.
This story is from the October 10, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 10, 2022 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 8,500+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આ ટ્રેન્ડનો અર્થ સમજો...
ચૂંટણી અને એનાં પરિણામની અનિશ્ચિતતાના માહોલમાં શૅરબજારમાં રોકાણ માટે સેન્ટિમેન્ટ કંઈક અંશે ડગુમગુ થઈ રહ્યું છે. જો કે આ શૉર્ટ ટર્મ તબક્કો ગણાય. બાકી, જેમને લોન્ગ ટર્મ રોકાણ કરવું છે એમના માટે શૅરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ એ બન્ને માર્ગ ઉમદા હોવાનું નિષ્ણાતો માને છે.
ઈન અદાઓં કે દીવાને હજારોં થે...
કોઠામાં નાચ-ગાન કરીને રાજશાસકોથી માંડીને માલેતુજાર શોખીનોનાં દિલને બહેલાવનારી તવાયફોને જેટલી પ્રસિદ્ધિ મળી એટલી જ એમણે જીવનમાં કરુણતા પણ અનુભવી. અલબત્ત, તવાયફોનો સુવર્ણકાળ ક્યારનો પૂરો થઈ ગયો છે, પણ તસવીરના માધ્યમથી આ યુગ જીવંત કરે અમદાવાદના એક કળાપ્રેમી.
આરોપ ખોટો હોય તો સજા ફરિયાદીને જ થવી જોઈએ
કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું? કાયદાએ સ્ત્રીના પક્ષે રહેવું પડતું હોય એનો ફાયદો ઉઠાવી પુરુષ કોઈ મહિલાને હાથો બનાવે તો શું કરવાનું?
પહેલી સિઝેરિયન પછી નોર્મલ ડિલિવરી શક્ય છે?
મેનોપોઝ પછી શરીરમાં ઊભી થતી નાની-મોટી તકલીફ સામે શું તકેદારી લેવી એ પણ જાણી લો.
રજામાં બાળકોને આપો ક્વોલિટી ટાઈમના વિકલ્પ
ના, એમને આડાંઅવળાં કામમાં ગોંધી રાખવાનાં નથી, પરંતુ ઘરમાં જ જ્ઞાન સાથે ગમ્મત મળે એવું કરવાનું છે.
શોખને કાર્રાર્દી બનાવી સ્વાદિષ્ટ સફળતા મેળવી રે લોલ...
વાડીનારમાં ઊછરેલી આ ગરવી ગુજરાતણે હોંગકોંગની ધરતી પર ભારતીય કળા-સંસ્કૃતિ-ભોજનનું મિશ્રણ રચી કરિયરની એક નવી કેડી કંડારી છે.
આઈપીએલ-૨૦૨૪માં હિટિંગ ખૂનખાર
સિક્સર આંક ૫૭ મૅચમાં જ ૧૦૦૦ને પાર આ બૉલર્સની ખાજો દયા... આઈપીએલ એટલે આમ તો એન્ટરટેઈનમેન્ટ જ. બૉલર ગમે તે હોય, બૅટર ચારેકોર ફટકાબાજી કરી ટીમનો સ્કોર વધારતો રહે. એમાં પણ આ વખતે તો સૌથી વધુ સિક્સરથી માંડી તોસ્તાન સ્કોરના નવા નવા રેકૉર્ડ્સ બની રહ્યા છે.
મુંબઈ-મહારાષ્ટ્રની મૂંઝવણ કેવી છે?
છેલ્લાં બે-ત્રણ વર્ષના રાજકીય દાવપેચમાં મહારાષ્ટ્રનું રાજકારણ ખાસ્સું ઉપર-તળે થયું. ૨૦ મેએ મુંબઈ સહિત મહારાષ્ટ્રની કેટલીક બેઠકો પર મતદાન થવાનું છે ત્યારે તદ્દન અસ્પષ્ટ સ્થિતિમાં અટવાયેલા મતદારો પૂછે છેઃ ‘ક્યા કરે, ક્યા ના કરે...’
સોશિયલ મિડિયા પર ચૂંટણીપ્રચારનું લાઈક-ડિસલાઈક...
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવતા ક્રિયેટિવ વિડિયોથી લઈને ઉમેદવારોની ખાણી-પીણીની પસંદ-નાપસંદવાળા હળવા ઈન્ટરવ્યૂઝ... ઈન્ટરનેટ પર ચૂંટણીપ્રચાર કરવાના અવનવા તરીકા મત મેળવવામાં કેટલા કારગત?
પતિનું પૂતળું સાથે રાખીને ઊજવ્યો દીકરાનો જનોઈપ્રસંગ
પુત્રની જનોઈમાં પૂતળા રૂપે હાજર રહ્યા પિતા