Facebook Pixel શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ | Chitralekha Gujarati - news - Lees dit verhaal op Magzter.com
Ga onbeperkt met Magzter GOLD

Ga onbeperkt met Magzter GOLD

Krijg onbeperkte toegang tot meer dan 9000 tijdschriften, kranten en Premium-verhalen voor slechts

$149.99
 
$74.99/Jaar

Poging GOUD - Vrij

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

Chitralekha Gujarati

|

October 13, 2025

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

- સમીર પાલેજા (મુંબઈ)

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

સંઘ લેખનો આરંભ જરા જુદી રીતે, કહો કે અધવચ્ચેથી કરીએ. આજના યુગમાં પ્રચાર કે પીઆર (પબ્લિક રિલેશન્સ) એ મોટું શસ્ત્ર ગણાય છે, પણ આ દશેરાએ શાતાબ્દી ઊજવનારી વિરાટ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક (આરએસએસ, જે સંઘ તરીકે પણ ઓળખાય છે) પાસે ૧૯૯૦ સુધી તો પ્રચાર વિભાગ (પીઆર ડિપાર્ટમેન્ટ) જ નહોતો. દેશભરમાં સંઘની ૫૮,૦૦૦થી વધુ શાખામાં ૬૦ લાખથી વધુ સ્વયંસેવકો (વિરોધીઓ એમને સંઘી કહે છે) હાજરી આપે છે, છતાં સોશિયલ મિડિયા પર સંઘની ઉપસ્થિતિ તદ્દન બિનપ્રભાવશાળી છે.

એનું કારણ એ કે ભારતીય જનતા પાર્ટી, વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ, વનવાસી કલ્યાણ આશ્રમ, ભારતીય મજદૂર સંઘ, રાષ્ટ્ર સેવિકા સમિતિ, સેવા ભારતી, સ્વદેશી જાગરણ મંચ, એકલ વિદ્યાલય જેવી પચાસથી વધુ રાજકીયસામાજિક પેટા સંસ્થાની માતૃસંસ્થા ગણાતો આરએસએસ પોતાનાં કાર્યોનો પ્રચાર કરવામાં માનતો નથી.

સંઘ સાથે સંકળાયેલા જાણીતા રાજકીય વિશ્લેષક-ટીવી ડિબેટર રતન શારદા ચિત્રલેખાને કહે છે: ‘આરએસએસના દ્વિતીય સરસંઘસંચાલક માધવરાવ ગોળવલકર ઉર્ફે ગુરુજીએ કહ્યું હતું કે સ્વયંસેવકો આપણા પરિવાર, આપણા દેશ, આપણા સમાજ વચ્ચે જ કામ કરે છે તો એનો પ્રચાર શા માટે કરવો જોઈએ? અરે, ગુરુજીએ તો દેશના ભાગલા વખતે રાહતકાર્યો કરનારા સ્વયંસેવકોને પણ કહેલું કે તમને હું શાબાશી પણ નથી આપતો. આપણું કામ જ બોલવું જોઈએ.’

સંઘના વરિષ્ઠ આગેવાનોને ટાંકીને રતન શારદા ઉમેરે છે કે સંઘ પર કોઈ આરોપ લાગે, ટીકાબાણ છૂટે, એની બદનક્ષી કરવામાં આવે ત્યારે ખુલાસા કે સામનો કરવાને બદલે મૂંગા રહીને નક્કર કામ કરતા રહેવાની તાલીમ સ્વયંસેવકોને આપવામાં આવે છે. ૧૯૯૦માં સંઘે પ્રચાર વિભાગ શરૂ કર્યો એ પછી પણ છેક ૨૦૦૫ કે ૨૦૦૬માં એમને સમજાયું કે પ્રસિદ્ધિ મેળવવા માટે હકીકતમાં કરવાનું શું હોય છે.

બસ, આ જ એક ઊણપને કારણે આરએસએસ હંમેશાં બિનસાંપ્રદાયિકવાદીઓ, વામપંથી દળો અને રાજકીય વિરોધીઓનાં નિશાન પર રહ્યો છે. ૧૯૪૮માં મહાત્મા ગાંધીજીની હત્યા કરનારો નથુરામ ગોડસે આરએસએસનો સભ્ય હતો એટલે જવાહરલાલ નેહરુની સરકારે આરએસએસ પર ત્વરિત પ્રતિબંધ મૂકી દીધો હતો. જો કે ૧૯૪૯ના જુલાઈમાં પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો.

image

MEER VERHALEN VAN Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એમના વિરોધનું કારણ સમજો...

શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.

time to read

4 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આમાં કોનો વાંક છે?

હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?

time to read

2 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.

time to read

1 min

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિંહો ફરી રોગચાળાના સકંજામાં...

એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર

સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...

ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શું તમે ઓશિયાળા છો?

ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –

time to read

2 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?

સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત

અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.

time to read

1 min

15 June, 2026

Listen

Translate

Share

-
+

Change font size