Poging GOUD - Vrij
અગનજ્વાળાની વચ્ચે ઝળહળતી માનવતા...
Chitralekha Gujarati
|June 30, 2025
માત્ર ૪૨ સેકન્ડમાં ૨૭૫થી વધુનાં મોત અને અગણિત સંસાર વેરવિખેર... વિમાન ઉડ્ડયનના ઈતિહાસની કેટલીક ભયાવહ દુર્ઘટનામાંની એક આવી AI-૧૭૧ કરુણાંતિકામાં જીવ ગુમાવનારાઓને તથા રાહતકાર્ય દરમિયાન જોવા મળેલા અણનમ માનવીય જુસ્સાને ‘ચિત્રલેખા’ની તસવીરાંજલિ...
અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની ઘટનાએ દેશઆખાનાં હૈયાં હચમચાવી દીધાં. દેશઆખાએ આ દુઃખદ ઘટનામાં જીવ ગુમાવી બેઠેલાઓના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરી, એમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી... એમનો આઘાત આપણે કલ્પી શકીએ, અનુભવી શકીએ... કેવો હશે આઘાત? વિમાનપ્રવાસીઓમાંના એક એવા ૫૮ વર્ષી ભોગીલાલભાઈના અવસાનના સમાચાર સાંભળી એમનાં મોટાં બહેન ગોમતીબહેનનું હૈયું બેસી જાય છે ને ભોગીલાલભાઈના મૃતદેહની ઓળખ થાય તે પહેલાં એ જીવ ગુમાવી દે છે!
પ્લેન જ્યાં ક્રેશ થયું એ બી.જે. મેડિકલ કૉલેજ-સિવિલ હૉસ્પિટલમાં અમુક સ્ટુડન્ટ, કર્મચારીએ જીવ ગુમાવ્યા તો કમ્પાઉન્ડમાં ઊભેલાં અનેક વાહન ભડથું થઈ ગયાં. કહે છે કે સંકટ આવે ત્યારે માનવતા શ્રેષ્ઠ રૂપમાં પ્રકાશમાં આવે છે. વિમાન દુર્ઘટનાએ આની સાબિતી આપી દીધી. આથી જ આ કપરા સમય દરમિયાન રાહત-બચાવકામગીરીમાં જોડાયેલી વિવિધ એજન્સી, અગ્નિશમન દળ, પોલીસ, ડૉક્ટર્સ-નર્સ-કમ્પાઉન્ડર, ઍમ્બ્યુલન્સ ડ્રાઈવરો, સેવાભાવી સ્વયંસેવકોને સાંભરી એમને સલામ કરવી જોઈએ. એમનાં અદમ્ય સાહસ, કરુણા અને ફરજનિષ્ઠાથી આકાશના કમનસીબ પ્રવાસીના તો નહીં, પણ ક્રંશથી ધરતી પર ઈજાગ્રસ્ત થયેલામાંથી અનેકના જીવ બચી શક્યા. અરે, કાટમાળમાંથી મળેલી કીમતી ચીજવસ્તુ, સોનું, રોકડ રકમ, કૃ પાસપોર્ટ, વગેરે શોધનાર એક અદનો સેવક પૂરી ઈમાનદારીથી એ બધું પોલીસને સોંપી દે?! માનવતાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.
અંતે એટલું જ કહી શકાય કે જીવન એ તો એક અવિરત યાત્રા છે... જીવનમાં ઉતાર-ચડાવ આવતા રહે છે, પણ એ ક્યારેય અટકતું નથી. જરૂરી એ છે કે આપણે અચાનક આવી પડેલા દુઃખને હિંમતમાં ફેરવીએ, ઍર સેફ્ટીનાં કડક ધારાધોરણ ઘડીએ, સુરક્ષામાં સુધારા લાવીએ અને ખાસ તો, આવા કપરા સમયમાં એકબીજાને આધાર આપવા તૈયાર રહીએ. બસ, એકતા, સંવેદનશીલતા અને નિષ્ઠા સાથે જીવનમાં આગળ વધીએ...

Dit verhaal komt uit de June 30, 2025-editie van Chitralekha Gujarati.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Listen
Translate
Change font size

