Facebook Pixel ગ્રીન હાઈડ્રોજન છે ભવિષ્યનું બળતણ | Chitralekha Gujarati - news - Lees dit verhaal op Magzter.com

Poging GOUD - Vrij

ગ્રીન હાઈડ્રોજન છે ભવિષ્યનું બળતણ

Chitralekha Gujarati

|

May 26, 2025

પ્રદૂષણ અને એને પગલે ઊભી થતી બીજી અનેક સમસ્યાનો ઈલાજ હાથવગો છે, પણ અત્યારે એનો ઉત્પાદનખર્ચ બહુ વધારે છે. આગામી વર્ષોમાં એની કિંમત ઓછી થાય તો કાર્બન ઉત્સર્જનનો પ્રશ્ન પણ થોડે અંશે ઉકેલી શકાય.

- કૌશિક મહેતા

ગ્રીન હાઈડ્રોજન છે ભવિષ્યનું બળતણ

ડિયર નૅચર,

કેટલાંક રાજ્યોને બાદ કરતાં અત્યારે દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીનો પારો ૪૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર જ રહે છે. દર વર્ષે સરેરાશ તાપમાન વધતું જાય છે. ધરતી વધુ ને વધુ તપી રહી છે. આવા આકરા ઉનાળામાં ક્યાંય જવું હોય તો સો વાર વિચાર કરવો પડે છે.

આ ગરમી વધી છે એના માટે આપણે ઓછા દોષી નથી. ઘરમાં ગરમીથી બચવા ઍર-કન્ડિશનર ચલાવીએ છીએ અને બહાર ગરમીમાં નીકળવું પડ્યું તો કારમાં એસી ચલાવીએ છીએ અને એ કારણે ગરમી પડવી જોઈએ એનાથી વધુ પડે. કાર્બન ઉત્સર્જન એટલી હદે વધ્યું છે કે રસ્તા પર ચાલનારા લોકોને ગૂંગળામણ થાય છે. તો પછી કરવું શું? ઉપાય શું છે? આવા પ્રશ્નો થાય એ સ્વાભાવિક છે.

આવા પ્રશ્નોના જવાબ પ્રકૃતિ પાસે છે, પણ એને આપણે એટલી બગાડી છે કે ન પૂછો વાત. બાકી, વિજ્ઞાન પાસે છે જવાબ. વિજ્ઞાન આ પ્રશ્નનો જવાબ આપવા વિવિધ વિકલ્પ આપી રહ્યું છે. એમાંનો એક આશાસ્પદ વિકલ્પ છેઃ ગ્રીન હાઈડ્રોજન.

આ શબ્દ આપણા તો કાને પડેલો લાગે છે, પણ એના વિશે આપણે બહુ ઓછું જાણીએ છીએ. ખાસ કરીને આ દિશામાં શું કામ થઈ રહ્યું છે એની માહિતી આમ આદમી સુધી પહોંચી નથી. પેટ્રોલ અને ડીઝલનો એક સરળ વિકલ્પ બન્યાં છે ઈવી એટલે કે ઈલેક્ટ્રિક વાહનો. દુનિયાની મોટા ભાગની ઑટો કંપનીએ આવાં વાહનો બનાવવાનું ક્યારનુંય શરૂ કરી દીધું છે, પણ ગ્રીન હાઈડ્રોજનના પ્રયોગો જો સફળ થયા તો આ ક્ષેત્રમાં ચમત્કાર બનતાં વાર નહીં લાગે.

અત્યારે સમસ્યા એ છે કે ગ્રીન હાઈડ્રોજન બહુ મોંઘો છે એટલે હાલના તબક્કે વ્યાપારી ધોરણે એનું ઉત્પાદન મુશ્કેલ છે અને એ કારણે વપરાશ વધારવાનું પણ શક્ય નથી. જો કે ભવિષ્યમાં એવું બની શકે કે આવાં જ વાહનો બજારમાં મળતાં હોય.

આ ગ્રીન હાઈડ્રોજન બને છે કેવી રીતે? ગ્રીન હાઈડ્રોજન ઈલેક્ટ્રોલિસિસ પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થાય છે. પાણી (H,O)ને વીજળીનો ઉપયોગ કરીને હાઈડ્રોજન (H,) અને ઑક્સિજન (0,)માં વિભાજિત કરવામાં આવે છે. આ માટે ઈલેક્ટ્રોલાઈઝર નામનું સાધન વપરાય છે. ઉત્પન્ન થયેલ હાઈડ્રોજનને સંકુચિત કરી, પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતરિત કરી અથવા પાઈપલાઈન દ્વારા સંગ્રહ અને વિતરણ કરવામાં આવે છે.

MEER VERHALEN VAN Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Listen

Translate

Share

-
+

Change font size