Poging GOUD - Vrij
નદી ને દરિયાની રેતી કેટલી ઉલેચશો?
Chitralekha Gujarati
|March 31, 2025
માનવવસતિ વધે છે એમ ઘર સહિતનાં બાંધકામોનું પ્રમાણ પણ ઊંચું ને ઊંચું જઈ રહ્યું છે. એને પરિણામે રેતીની ડિમાન્ડ સતત વધી રહી છે અને એનું ખનન પણ ભયજનક પ્રમાણમાં થવા લાગ્યું છે.
ડિયર નૅચર,
કોઈ માણસ બાળપણમાં દરિયાકિનારે કે નદીકિનારે ગયો ન હોય એવું તો ન જ બને. અને દરિયા કે નદીકિનારે એની માટી કે રેતીમાંથી ઘર ન બનાવ્યું હોય એવુંય લગભગ ન જ બને...
દરિયો હોય કે નદી, એની સાથે માણસનો સંબંધ સદીઓ પુરાણો છે. વિશ્વની કોઈ પણ સભ્યતાની વાત કરીએ તો એ નદીકિનારે જ વિકસી છે. તો પછી આ નદીની રેત કે માટીને આપણે ગેરકાયદે ધંધાનું સાધન કેમ બનાવી દીધી છે? દરિયામાંથી પાણી તો ઉલેચી શકાતું નથી, કારણ કે એ ખારું છે, પણ રેતી ઉલેચવામાં આપણને કંઈ નડતું નથી અને એનું પરિણામ દેખાવા લાગ્યું છે. આ દરિયા કે પછી નદી આસપાસ અતિક્રમણ પણ બહુ થવા લાગ્યું છે. દરિયાઈ જીવોથી માંડી એના કિનારે વસતા લોકો, દરિયા કે નદીમાં જીવતાં જળચરો પર જોખમ વધતું જાય છે.
એમ કહેવાય છે કે હવે પછીનું યુદ્ધ પાણીના મુદ્દે થશે. આ પાણી પછી માનવજાત દ્વારા સૌથી વધુ કશું ઉપયોગમાં લેવાતું હોય તો એ રેતી છે. દર વર્ષે દુનિયામાં લાખો ટન રેતી નદી અને દરિયામાંથી ઉલેચવામાં આવે છે. દેશ-વિદેશમાં રેતમાફિયાઓ આતંક મચાવે છે અને એ કારણે પર્યાવરણને ખાસ્સું નુકસાન થાય છે, પણ એની કોઈ પરવા કરતું નથી.માત્ર દરિયાની જ વાત કરીએ તો દરિયા કે ખાડીમાંથી રોજ સરેરાશ દસ લાખ ટ્રક રેતી ઉપાડી લેવાય છે. ૧૯૭૦થી ૨૦૧૯ દરમિયાન પ્રાકૃતિક સંસાધનોનો આપણે સોથ વાળી દીધો છે. એના ઉપયોગમાં ત્રણ ગણો વધારો થયો છે. શહેરીકરણ જેમ વધે છે એમ રેતી, કૉન્ક્રીટ, ડામર, વગેરેની માગ વધતી જાય છે. કાચ અને ઈલેક્ટ્રિક સાધનોમાં પણ રેતીનો ઉપયોગ થાય છે. રેતીનું ખનન એટલે વધુ થાય છે, કારણ કે એ પ્રક્રિયા સસ્તી તો છે જ, પણ એનું દોહન પણ આસાન છે.
Dit verhaal komt uit de March 31, 2025-editie van Chitralekha Gujarati.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Chitralekha Gujarati
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Listen
Translate
Change font size
