Poging GOUD - Vrij
હું છું સાઉથ ગુજરાતનો સૌથી સુંદર ડોન
Chitralekha Gujarati
|August 05, 2024
પ્રકૃતિએ અહીં ઠાંસીઠાંસીને સૌંદર્ય વેર્યું છે. સાપુતારા કરતાંય વધુ ઊંચાઈ અને ચારેકોર હરિયાળી. એની વચ્ચેથી તોફાની નદીની જેમ વહી જતા રસ્તા અને ડુંગરા વચાળે બે ધોધ. છોગામાં, આકાશદર્શન માટે આદર્શ વાતાવરણ... ચોમાસામાં અહીં દોડી આવતાં હવે તમને શું રોકે છે?
ડૉન કા ઈંતેજાર તો ગ્યારહ મુલ્ક કી પુલીસ કર રહી હૈ, લેકિન ડૉન કો પકડના મુશ્કિલ હી નહી, નામુમકીન હૈ...
લેકિન, લેકિન, લેકિન... અમે ડોનને પકડી લીધો છે. ગુજરાતની એક ઊંચી અને ખૂબસૂરત પહાડી પર એ છુપાયેલો હતો. એ એટલો સુંદર અને શાનદાર ડોન છે કે એની સામે હીરોઈનની ખૂબસૂરતી પણ ઝાંખી પડે. કહેવાય છે કે ખૂબસૂરતી જોનારની આંખોમાં હોય છે, પણ અહીં જેની આંખમાં ખૂબસૂરતી નથી એને પણ ડોન સુંદર જ દેખાશે. એની સુંદરતા નિહાળતાં આંખ થાકે જ નહીં. બસ, જોયા જ કરો...
શું તમારે પણ આ ડોનને મળવું છે? તો થઈ જાવ તૈયાર અને ચાલો, અમારી સાથે...
સુરતનું આકાશ આમ તો સ્વચ્છ છે, નભમાં સૂરજદાદા હળવા મૂડમાં છે. ક્યારેક ક્યારેક કોઈ કાળું વાદળું આવીને સૂરજદાદાને હાઈ-હેલ્લો કરી જાય છે. દૂરથી કાળાંડિબાંગ વાદળોની એક પલટન સુરત તરફ કૂચ કરી રહી હોય એવું લાગે છે. સુરતની હવામાં સહેજ ભેજ છે. શીતળ વાયરો વહી રહ્યો છે અને એ વાયરાને ચીરીને અમારી કારનાં પૈડાં સુરતને ધીરે ધીરે પાછળ છોડી રહ્યાં છે. સુરતથી પલસાણા, નવસારી, વાંસદા વટાવીને વઘઈ-આહવાના રળિયામણા માર્ગે અમે જઈ રહ્યા છીએ.
વઘઈથી આહવાનો આ માર્ગ બહુ મનમોહક છે. વાંકાચૂકા સાપના લિસોટા જેવા લીલાછમ રસ્તા પર દોડતાં દોડતાં કાર હવે ડોનની નજીક છે. જો કે ૯૦ના દાયકાની ફિલ્મોમાં ડૉનના અડ્ડાઓ સુધી પહોંચવા હીરોને કેવી મહેનત કરવી પડતી, યાદ છે ને? હવે આ ડોનને મળવા માટે પણ થોડી મહેનત તો કરવી જ પડશે.
અને આ તો જુઓ... ખુદ ગીધરાજ પાંખો ફેલાવીને તમારું સ્વાગત કરી રહ્યા છે. આ સુંદર પ્રવેશદ્વારમાં પ્રવેશ કર્યા બાદ હવે ખરી સફર શરૂ થશે. સરપટ ઊંચો પહાડ અને વાંકાચૂકા રસ્તા. એક તરફ પહાડ તો બીજી બાજુ ઊંડી ખીણ. દૂર દૂર સુધી નજર પહોંચે ત્યાં સુધી ડુંગરા દેખાય. નજારો તો અદ્ભુત, પણ કાર ચલાવવામાં તકેદારી પણ એટલી જ રાખવી પડે. નજર ચૂક્યા તો... ખેર, પાંચેક કિલોમીટરના આ સંઘર્ષ પછી હવે તમે જ્યાં ઊભા છો એ જ તો છેઃ ડોન. ડોન હિલ સ્ટેશન.
Dit verhaal komt uit de August 05, 2024-editie van Chitralekha Gujarati.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Chitralekha Gujarati
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Listen
Translate
Change font size
