Poging GOUD - Vrij
વણસેલા સંબંધ ઔર બગડશે!
Chitralekha Gujarati
|January 22, 2024
ચીને ચિક્કાર આર્થિક મદદ આપવાની સાથોસાથ પગપેસારો શરૂ કર્યો ત્યારથી માલદીવ્સ એના સાખપડોશી ભારતથી દૂર થતું ગયું છે અને આ અંતર ઓછું થાય એવા સંજોગ અત્યારે તો દેખાતા નથી.
પેટ ચોળીને શૂળ ઊભું કરવાની ઘણાને આદત હોય છે. હિંદ મહાસાગરમાં આપણા લક્ષદ્વીપ ટાપુઓથી થોડે જ દૂર આવેલા માલદીવ્સ દ્વીપસમૂહના આગેવાનો અત્યારે આવી જ હાલતમાં ભેરવાઈ પડ્યા છે. બે મહિના અગાઉ થયેલી (આપણી લોકસભા જેવી) માલદીવ્સની મજલિસ એટલે કે જનપ્રતિનિધિસભામાં બહુમતીએ ચૂંટાઈ આવેલા પ્રમુખ મોહમ્મદ મૂઈઝુ એમના ચીનતરફી ઝોક માટે જાણીતા છે. ભારત માટેની એમની નફરત પણ ઉઘાડી છે. હમણાં મૂઈઝુ સરકારના ત્રણ પ્રધાનોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે અણછાજતી ટીકા કરી આંતરરાષ્ટ્રીય શિષ્ટાચારની મર્યાદા ઉવેખી છે.
મોદી વિશે જે ટિપ્પણી કરવામાં આવી એ પાછળ કોઈ દેખીતો તર્ક સુદ્ધાં નહોતો. મોદી હમણાં કેરળથી નૈઋત્ય ખૂણે આવેલા લક્ષદ્વીપની મુલાકાતે ગયા અને એના સમુદ્રી કિનારાના કેટલાક ફોટોગ્રાફ્સ મોદીએ સોશિયલ મિડિયા પર મૂક્યા. એમાં તો જાણે આભ તૂટી પડ્યું હોય એમ માલદીવ્સ ના ત્રણ મંત્રીઓએ મોદી પર શબ્દબાણ છોડ્યાં. પેલેસ્ટિન સામેના યુદ્ધમાં મોદી ઈઝરાયલની તરફેણ કરે છે એ મુદ્દે માલદીવ્સના એક પ્રધાને મોદી ની ઈઝરાયલની કઠપૂતળી તરીકે સરખામણી કરી અને એમાં બીજા બે મંત્રી જોડાયા.
એક સ્વતંત્ર દેશના વડા તરીકે મોદીને આંતરરાષ્ટ્રીય સંબંધના મામલે કોઈએ સલાહ આપવાની ન હોય. માલદીવ્સ મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે અને એ કારણે ત્યાંની પ્રજાની અને પ્રધાનોની સહાનુભૂતિ પેલેસ્ટિન તરફ હોય તો પણ ભારત કે મોદી માટે એવાં કોઈ સમીકરણ બંધનકર્તા નથી અને હોઈ પણ ન શકે. આ કારણસર તો મોદીને ઉતારી પાડવાની ધૃષ્ટતા કરવી એય મૂર્ખામીની ચરમસીમા છે.
Dit verhaal komt uit de January 22, 2024-editie van Chitralekha Gujarati.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Listen
Translate
Change font size

