Poging GOUD - Vrij
માણસની ઠંડક માટે પૃથ્વીને ગરમ કરાય?
Chitralekha Gujarati
|June 05, 2023
ભરઉનાળે ઠેર ઠેર વરસાદના સમાચાર વચ્ચે પણ દેશમાં ગરમી બરોબર જામી છે. ગ્લોબલ વૉર્મિંગ અને ઋતુપલટાને ઉલટાવવાનું અસંભવ થતું જાય છે, પણ એનો વેગ ધીમો પાડવાનું આપણા હાથમાં છે. ખાસ કરીને ગરમીમાં ઘર-ઑફિસને ઠંડી રાખતી ઍરકન્ડિશનિંગ સિસ્ટમ થકી થતાં પાણી-વીજળીના વેડફાટને નિવારી શકીએ તો કામ બને. મુંબઈના એક ઈનોવેટર-આન્ત્રપ્રેન્યૉરે આ દિશામાં ઘણા રસપ્રદ પ્રયોગ કર્યા છે.

૯૦ વર્ષના સુરેન્દ્ર શાહે અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીમાંથી છેક ૧૯૬૧માં ઍરકન્ડિશનિંગ એન્જિનિયરિંગની ડિગ્રી લીધેલી. એ વખતે અમેરિકન શિક્ષણ એટલે જાણે ભગવાનનો શબ્દ.
મુંબઈના ઉપનગર વિલે પાર્લેમાં રહેતા સુરેન્દ્રભાઈ ચિત્રલેખાને કહે છેઃ ‘અમેરિકાથી આવ્યો ત્યારે મગજમાં રાઈ ભરેલી. ઍરકન્ડિશનિંગ વિના ઠંડક મળે જ નહીં એવું માનતો. એક ભાઈએ મારી સાથે દલીલ કરી કે આગ્રામાં તાજમહાલ એસી વિના કેમ ઠંડો રહે છે? હું મૂંગો થઈ ગયો. પ્રાચીન ઈમારતોમાં કુદરતી રીતે કેમ ઠંડક રહે છે એ જાણવા જૂનાં સાહિત્ય વાંચી ગયો, પણ ઉલ્લેખ મળ્યા નહીં. ધીરે ધીરે સમજાયું કે તાજમહાલની ઈમારતનું માસ એટલે કે પિંડ ૩૦ લાખ ટન જેટલું છે. સૂરજનો તાપ જાડી દીવાલ સોંસરવો નીકળીને અંદર પ્રવેશી શકે નહીં એટલે ઠંડક રહે. જે થોડીઘણી ગરમી પ્રવેશે એ ધીરે ધીરે બાજુની યમુના નદી તરફ વહી જાય.’
કચ્છના ‘સૃજન કૅમ્પસ’ અને અમદાવાદની 'દર્પણ એકેડેમી’માં પાઈપના નેટવર્કની પેસિવ કૂલિંગ સિસ્ટમ બેસાડવામાં આવી છે. એનાથી વિના ખર્ચે કુદરતી રીતે મકાનમાં ઠંડક રહે છે.
સુરેન્દ્રભાઈએ આવાં સ્મારકો-ઈમારતોની નૅચરલ કૂલિંગ સિસ્ટમની નકલ કરવાનું વિચાર્યું. લખનૌની સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના પ્રોફેસર જૈને એ વખતે ગૂણપાટ ઍરકન્ડિશનિંગનો વિડિયો બનાવેલો. એમાં એમણે રિંગ સરફેસ ઈવોપરેશનના સિદ્ધાંત આધારે કહેલું કે એક ગેલન પાણી ઉડાડો તો એક ટનનું કૂલિંગ મળી શકે. વિડિયોમાં દર્શાવ્યું કે છાપરાં પર ગૂણપાટ પાથરીને એના પર પાણી છાંટવાથી પાણી બાષ્પીભવન થઈને પોતાની સાથે ગરમી ઉડાડી ગયું એટલે ઈમારત ઠંડી થઈ.
Dit verhaal komt uit de June 05, 2023-editie van Chitralekha Gujarati.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Chitralekha Gujarati

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size