Poging GOUD - Vrij
ગેરસમજના ગુણાકાર અણધાર્યું વૅકેશન મળ્યું, પણ એ રજા તો મને સરવાળે બહુ મોંઘી પડી.
Chitralekha Gujarati
|November 28, 2022
જોર સે ચિલ્લા કર મુઝે જાડા બોલા ઔર અબ જૂઠ બોલતા હૈ? પૂરે મહોલ્લેને સૂના..
‘પટેલભાઈ, એક મિનિટ.'
મારી સોસાયટીમાંથી હું બહાર ચુપચાપ સરકી જવા માગતો હતો, પરંતુ પાછળથી એક નારીસ્વરે રોકતાં મારે અનિચ્છાએ જોવું પડ્યું. એ અમારા આખા મકાનનાં માસી એવાં વિમળાબહેન હતાં. હું કંઈ બોલું એ પહેલાં મારા હાથમાં એક થેલી આપતાં બોલ્યાં: ‘આટલા ઘઉં નાકા પરની ચક્કીમાં આપતા જાઓ ને.. પ્લીઝ.’
ના પાડવાની મને ચૉઈસ નહોતી. પરાણે સ્મિત કરી મેં કહ્યું: ‘સારું.’
‘કહેજો કે ૧૦૫ નંબરના ફ્લૅટના ઘઉં છે. પંજાબી જાડા પીસે.’
હું ગૂંચવાયો. મેં વિમળા માસીને પૂછ્યું: ‘૧૦૫ તો તમારો ફ્લૅટ નંબર છે, પણ પંજાબી? એટલે અરોરા? એમનો ફ્લૅટ નંબર તો ૨૦૨ છે ને?’
‘એ પંજાબી નહીં.’
‘તો બીજું કોણ પંજાબી છે આપણી સોસાયટીમાં?'
‘મને કોઈ પંજાબીનું કામ નથી, ભાઈ.’ વિમળા માસીએ મારા જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરીઃ ‘પંજાબી જાડા પીસવાનું એટલે ઘઉંનો લોટ જાડો રાખવાનો. એમાં તમને ખબર નહીં પડે. તમને કહ્યું એટલું ચક્કીવાળાને કહેજો. એ સમજી જશે.’
વિમળા માસીએ આપેલી થેલી મેં લીધી.. થેલીના ઘઉં તરફ ચીડ સાથે જોતાં. ચીડ એટલા માટે નહીં કે મારે એ કામ કરવું પડશે. ચીડનું કારણ એ કે મારે કોઈ નવા લોચામાં પડવું નહોતું. દિવાળી નિમિત્તે અમારી ઑફિસનું રિનોવેશન શરૂ થયું હતું. દિવાળી પત્યાને પંદર દિવસ થવા આવ્યા, પણ અમારા મોતીવાલા સાહેબ હજી લંડનથી પરત નહોતા આવ્યા એટલે અમને અણધાર્યું વૅકેશન મળી ગયું હતું.
આમ તો એક રીતે આ સારી વાત કહેવાય, પણ છેલ્લા કેટલાક દિવસોમાં હું ખૂબ હેરાન થઈ ગયો હતો. એટીએમમાંથી મળેલી નકલી નોટ અને પછી એક લેડીઝ રૂમાલને કારણે હું ફસાઈ ગયો હતો. કદાચ મારી ગ્રહદશા માઠી ચાલી રહી હતી. આફતો મને જાણે સરનામું શોધી શોધીને ગળે વળગી રહી હતી. આ કારણે હું કોઈ પારકી પંચાતમાં પડવા માગતો નહોતો.
હજી નીચે ઊતરું ત્યાં પડોશી સાવંતની પત્નીએ પણ કામ આપી દીધું. ‘ઑફિસે જાઓ છો?’ એમણે મને પૂછ્યું.
‘ના, આમ જ નીચે.’ મેં અસ્પષ્ટ જવાબ આપતાં તરત જ એમણે તો ફરમાન આપી દીધું: ‘આવતી વખતે કશ્મીરી મરચાં લઈ આવજો.’ મેં હકારમાં માથું ધુણાવ્યું અને આગળ વધ્યો.
Dit verhaal komt uit de November 28, 2022-editie van Chitralekha Gujarati.
Abonneer u op Magzter GOLD voor toegang tot duizenden zorgvuldig samengestelde premiumverhalen en meer dan 9000 tijdschriften en kranten.
Bent u al abonnee? Aanmelden
MEER VERHALEN VAN Chitralekha Gujarati
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Translate
Change font size

