Facebook Pixel બાળકો-કિશોરોનાં હૃદયને નબળાં બનાવતી કમજોર કડી કઈ? | Chitralekha Gujarati - news - Les denne historien på Magzter.com
Gå ubegrenset med Magzter GOLD

Gå ubegrenset med Magzter GOLD

Få ubegrenset tilgang til over 9000 magasiner, aviser og premiumhistorier for bare

$149.99
 
$74.99/År

Prøve GULL - Gratis

બાળકો-કિશોરોનાં હૃદયને નબળાં બનાવતી કમજોર કડી કઈ?

Chitralekha Gujarati

|

August 07, 2023

તાજેતરમાં રાજકોટ, નવસારીમાં અમુક વિદ્યાર્થીનાં હાર્ટ અટેકથી અકાળે મૃત્યુ થયાં. શા માટે બાળકો, કિશોરોમાં હાર્ટને લગતી સમસ્યા જોવા મળી રહી છે? શું મગજ પરનો ભાર છાતી સુધી પહોંચીને દિલનો ખેલ બગાડે છે? બાળકોનાં શારીરિક-માનસિક સ્વાસ્થ્ય માટે કરવું તો શું કરવું?

- દેવેન્દ્ર જાની (રાજકોટ) । મહેશ શાહ હેતલ રાવ (અમદાવાદ)

બાળકો-કિશોરોનાં હૃદયને નબળાં બનાવતી કમજોર કડી કઈ?

વાત નવસારી નગરીની છે, જ્યાં ગયા અઠવાડિયે મેઘરાજાએ એમનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું. અહીંની એક શાળામાં ૧૨મા ધોરણમાં ભણતી કન્યા રિસેસ બાદ પોતાના ક્લાસમાં જવા દાદર ચડી રહી હતી કે અચાનક એ પરસેવાથી નીતરવા લાગી, શ્વાસ લેવામાં એને તકલીફ થવા લાગી. એણે રૅલિંગ પકડવાનો પ્રયાસ કર્યો, એની સખી અને એક ટીચરે એને ટેકો આપવાનો પ્રયાસ કર્યો, પણ એ દાદર પર જ ફસડાઈ ગઈ. સ્કૂલ-સ્ટાફે તરત એને નજીકની હૉસ્પિટલમાં મોકલવાની વ્યવસ્થા કરી, જ્યાં ડૉક્ટરે એને તપાસી મૃત જાહેર કરી. મૃત્યુનું કારણઃ કાર્ડિયાક અરેસ્ટ.

નવસારી બાદ હવે રાજકોટનો આ કિસ્સો જુઓઃ શહેરની સિવિલ હૉસ્પિટલમાં અક્ષયભાઈ નળિયાપરા પાર્કિંગ વિભાગમાં સિક્યોરિટી સંભાળે છે. ૧૭ જુલાઈની સવારે ૧૧ વાગ્યાની આસપાસ એમનો મોબાઈલ રણક્યો. ફોન એમના પુત્ર મુદિતની સ્કૂલમાંથી હતોઃ મુદિતની તબિયત બગડી છે, સિવિલ હૉસ્પિટલમાં લઈ ગયા છે. અક્ષયભાઈ ત્યાં પહોંચ્યા ત્યારે ઍમ્બ્યુલન્સમાંથી મુદિતને બેભાનાવસ્થામાં બહાર લાવવામાં આવી રહ્યો હતો. કમનસીબે ઍડ્મિટ કરતાંવેંત ૧૪ વર્ષના મુદિતને તબીબે મૃત જાહેર કર્યો. કારણ?: કાર્ડિયાક અરેસ્ટ.

આ ઘટનાના આઠ દિવસ પછી પણ મુદિતનો પરિવાર એને આ ઉંમરે હાર્ટ અટેક આવે એ માનવા તૈયાર નથી.

રાજકોટમાં જ જુલાઈ મહિનાના ૧૫ દિવસના ગાળામાં બે કિશોરનાં હાર્ટ અટેકથી મૃત્યુ થયાં. મુદિતનો જીવનદીપ બુઝાયો એના થોડા જ દિવસ પહેલાં (૩ જુલાઈએ) ગોંડલ પાસે આવેલા રિબડાની બોર્ડિંગ સ્કૂલમાં ૧૦મા ધોરણમાં ભણતો દેવાંશ ભાયાણી ગુરુપૂર્ણિમા નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીના ભાગ રૂપે સહપાઠીઓની મદદથી સ્ટેજ પર પોડિયમ ગોઠવી રહ્યો હતો ત્યારે સ્ટેજ પર ઢળી પડ્યો હતો. હૉસ્પિટલ લઈ જવાતાં એનું મૃત્યુ થયું.

નાનપણથી મોબાઈલ ફોનની આદત અને ફાસ્ટ ફૂડનું વળગણ.. પહેલી નજરે કદાચ કોઈ સંબંધ ન લાગે, પણ અંતે તો બાળકનાં દિલ અને દિમાગ પર આ બધું અસર કરે છે.

FLERE HISTORIER FRA Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Translate

Share

-
+

Change font size