Facebook Pixel જીવ્યા કરતાં (ભારતવર્ષ) જોયું ભલું.. ડિમ્પલ-હેમંત મહેતા મુંબઈ | Chitralekha Gujarati - news - Les denne historien på Magzter.com
Gå ubegrenset med Magzter GOLD

Gå ubegrenset med Magzter GOLD

Få ubegrenset tilgang til over 9000 magasiner, aviser og premiumhistorier for bare

$149.99
 
$74.99/År

Prøve GULL - Gratis

જીવ્યા કરતાં (ભારતવર્ષ) જોયું ભલું.. ડિમ્પલ-હેમંત મહેતા મુંબઈ

Chitralekha Gujarati

|

April 17, 2023

એક પછી એક ટુર કરતાં ગયાં એમ અમે અપડેટ થતાં ગયાં. ભોજન ઠંડું કરીને પૅક કરવા વૅક્યૂમ મશીન વસાવી લીધું

જીવ્યા કરતાં (ભારતવર્ષ) જોયું ભલું.. ડિમ્પલ-હેમંત મહેતા મુંબઈ

કશ્મીરથી કન્યાકુમારી સુધી ઘૂમી વળેલાં આ મહેતાદંપતી એવાં ફરંદાં છે કે ઈચ્છા થાય ત્યારે પત્ની, સંતાન, સ્નેહીજનો સાથે ઈનોવાની છત પર આશરે ૪૦૦-૫૦૦ કિલોનો સામાન ખડકીને નીકળી પડે છે. છેલ્લા બે દાયકામાં એકાદ અપવાદને બાદ કરતાં એ ક્યારેય ટ્રેન-પ્લેનમાં ફરવા ગયાં નથી, માત્ર રોડ ટ્રાવેલ જ કરે છે.

પોતાનો વ્યવસાય ધરાવતા મધ્યવયસ્ક હેમંતભાઈ કહે છે: ‘૨૪માં મેં ઈનોવા એટલા માટે લીધી કે બહેન, બનેવી, મિત્રો સાથે ફરવા જઈ શકાય. અત્યાર સુધીમાં અમે બે લાખ કિલોમીટરથી વધુનો પ્રવાસ કર્યો છે. દિવસનું ૬૦૦-૭૦૦ કિલોમીટર ડ્રાઈવ કરવાનું અને એક પ્રવાસમાં બે-ત્રણ કે ક્યારેક આઠ-દસ હજાર કિલોમીટરનું ડ્રાઈવ થઈ જાય. આ એસયુવીને મેં મારા સ્વજનની જેમ સાચવી છે. એને ક્યારેય મારાથી અળગી કરી નથી, કરીશ નહીં. એ ઉમેરે છે કે મને ડ્રાઈવિંગનો બેહદ શોખ છે. મુંબઈમાં આપણને ડ્રાઈવિંગ હાડમારી લાગે, કારણ કે ટ્રાફિક અને ખરાબ રસ્તા, પણ એક વાર તમે મુંબઈની બહાર નીકળો, હાઈ-વે ટચ કરો એટલે ઈટ્સ લાઈક અ જૉયરાઈડ. ઈન્ટરસ્ટેટ ટ્રાવેલ એટલે કે બે રાજ્યને જોડતા હાઈ-વે, એક્સપ્રેસ-વે એવા બનાવ્યા છે કે સુપર્બ. હજી તો આવનારા દિવસોમાં વિવિધ એક્સપ્રેસ-વે શરૂ થશે તે પછી રોડ ટ્રાવેલ આશીર્વાદરૂપ બની જશે.’

હેમંતભાઈનાં પત્ની ડિમ્પલબહેનને પણ રોડ ટ્રાવેલનો બેહદ શોખ છે. એ કહે છેઃ ‘એક પછી એક ટુર કરતાં ગયાં એમ અમે અપડેટ થતાં ગયાં. ભોજન ઠંડું કરીને પૅક કરવા વૅક્યૂમ મશીન વસાવી લીધું. ચા-કૉફીથી લઈને થેપલાં, ઢોકળાં, પાંઉ-ભાજી, સૅન્ડવિચ, તીખી-ગળી ચટણી, ભેળ, વગેરે સાથે હોય. પોર્ટેબલ ગૅસ, નાનું લોયું પણ હોય. લહેરાતા ખેતરમાં વૃક્ષ તળે વિરામ લઈએ. ત્યાં ભોજન ગરમ કરી લઈએ. લાંબા રોડ ટ્રાવેલમાં પહેલાં બે-ત્રણ દિવસ ઘરનું જ ખાવું એવો નિયમ રાખ્યો છે. એ ઉમેરે છે કે લાંબી રોડ ટ્રિપમાં અમને લેડીઝને બાથરૂમનો બહુ પ્રોબ્લેમ થતો એટલે ટોઈલેટ ટેન્ટ વસાવી લીધો. પ્રાઈવસી ઉપરાંત ચોખ્ખાઈ! આસપાસ લાખ માણસ ઊભું હોય ને અંદર કપડાં બદલો તોય પ્રોબ્લેમ નહીં.’

FLERE HISTORIER FRA Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Translate

Share

-
+

Change font size