कोशिश गोल्ड - मुक्त
જીવ્યા કરતાં (ભારતવર્ષ) જોયું ભલું.. ડિમ્પલ-હેમંત મહેતા મુંબઈ
Chitralekha Gujarati
|April 17, 2023
એક પછી એક ટુર કરતાં ગયાં એમ અમે અપડેટ થતાં ગયાં. ભોજન ઠંડું કરીને પૅક કરવા વૅક્યૂમ મશીન વસાવી લીધું
-

કશ્મીરથી કન્યાકુમારી સુધી ઘૂમી વળેલાં આ મહેતાદંપતી એવાં ફરંદાં છે કે ઈચ્છા થાય ત્યારે પત્ની, સંતાન, સ્નેહીજનો સાથે ઈનોવાની છત પર આશરે ૪૦૦-૫૦૦ કિલોનો સામાન ખડકીને નીકળી પડે છે. છેલ્લા બે દાયકામાં એકાદ અપવાદને બાદ કરતાં એ ક્યારેય ટ્રેન-પ્લેનમાં ફરવા ગયાં નથી, માત્ર રોડ ટ્રાવેલ જ કરે છે.
પોતાનો વ્યવસાય ધરાવતા મધ્યવયસ્ક હેમંતભાઈ કહે છે: ‘૨૪માં મેં ઈનોવા એટલા માટે લીધી કે બહેન, બનેવી, મિત્રો સાથે ફરવા જઈ શકાય. અત્યાર સુધીમાં અમે બે લાખ કિલોમીટરથી વધુનો પ્રવાસ કર્યો છે. દિવસનું ૬૦૦-૭૦૦ કિલોમીટર ડ્રાઈવ કરવાનું અને એક પ્રવાસમાં બે-ત્રણ કે ક્યારેક આઠ-દસ હજાર કિલોમીટરનું ડ્રાઈવ થઈ જાય. આ એસયુવીને મેં મારા સ્વજનની જેમ સાચવી છે. એને ક્યારેય મારાથી અળગી કરી નથી, કરીશ નહીં. એ ઉમેરે છે કે મને ડ્રાઈવિંગનો બેહદ શોખ છે. મુંબઈમાં આપણને ડ્રાઈવિંગ હાડમારી લાગે, કારણ કે ટ્રાફિક અને ખરાબ રસ્તા, પણ એક વાર તમે મુંબઈની બહાર નીકળો, હાઈ-વે ટચ કરો એટલે ઈટ્સ લાઈક અ જૉયરાઈડ. ઈન્ટરસ્ટેટ ટ્રાવેલ એટલે કે બે રાજ્યને જોડતા હાઈ-વે, એક્સપ્રેસ-વે એવા બનાવ્યા છે કે સુપર્બ. હજી તો આવનારા દિવસોમાં વિવિધ એક્સપ્રેસ-વે શરૂ થશે તે પછી રોડ ટ્રાવેલ આશીર્વાદરૂપ બની જશે.’
હેમંતભાઈનાં પત્ની ડિમ્પલબહેનને પણ રોડ ટ્રાવેલનો બેહદ શોખ છે. એ કહે છેઃ ‘એક પછી એક ટુર કરતાં ગયાં એમ અમે અપડેટ થતાં ગયાં. ભોજન ઠંડું કરીને પૅક કરવા વૅક્યૂમ મશીન વસાવી લીધું. ચા-કૉફીથી લઈને થેપલાં, ઢોકળાં, પાંઉ-ભાજી, સૅન્ડવિચ, તીખી-ગળી ચટણી, ભેળ, વગેરે સાથે હોય. પોર્ટેબલ ગૅસ, નાનું લોયું પણ હોય. લહેરાતા ખેતરમાં વૃક્ષ તળે વિરામ લઈએ. ત્યાં ભોજન ગરમ કરી લઈએ. લાંબા રોડ ટ્રાવેલમાં પહેલાં બે-ત્રણ દિવસ ઘરનું જ ખાવું એવો નિયમ રાખ્યો છે. એ ઉમેરે છે કે લાંબી રોડ ટ્રિપમાં અમને લેડીઝને બાથરૂમનો બહુ પ્રોબ્લેમ થતો એટલે ટોઈલેટ ટેન્ટ વસાવી લીધો. પ્રાઈવસી ઉપરાંત ચોખ્ખાઈ! આસપાસ લાખ માણસ ઊભું હોય ને અંદર કપડાં બદલો તોય પ્રોબ્લેમ નહીં.’
यह कहानी Chitralekha Gujarati के April 17, 2023 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size