રાજકાજ
ABHIYAAN
|Abhiyaan Magazine 22/11/2025
દિલ્હી વિસ્ફોટઃ ત્રાસવાદનું ફરિદાબાદ મોડ્યૂલ સક્રિય
પાટનગર દિલ્હીમાં ૧૦ નવેમ્બરની સાંજે લાલ કિલ્લા નજીક મેટ્રો સ્ટેશનના ગેટ નંબર એક પાસે પ્રચંડ કાર વિસ્ફોટમાં તેર લોકોએ જાન ગુમાવ્યા અને બીજા ત્રીસેક લોકોને ઈજા થઈ હતી. ૬ ને ૫૨ મિનિટે થયેલો આ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો તેની ઝપટમાં આવી ગયા. કેટલાક મૃતદેહનાં અંગો જુદી-જુદી જગ્યાએ વિખરાયેલાં પડ્યાં હતાં. એક મૃતદેહ બાજુના વૃક્ષ ઉપર લટકી રહ્યો હતો. સુરક્ષા એજન્સીના લોકોની નજર તેના પર ગઈ હતી. આઇ-૨૦ કારમાં થયેલા વિસ્ફોટની તીવ્રતા કેટલી હતી તેનો એ સંકેત છે. શક્તિશાળી વિસ્ફોટને કારણે આસપાસના પચાસ મીટરના ઘેરાવામાં સિમેન્ટ-કોંક્રિટ ફાટવાના અને કાચના ભુક્કા બોલી જવાની ઘટનાઓ બની હતી. હવામાં ધાતુના ટુકડાઓ અને આગના ગોળા ઊછળ્યા હતા. તેની અસર મેટ્રો સ્ટેશન અને બાજુના મંદિર પર પણ જોવા મળી હતી.
નજરે જોનારાઓના જણાવવા પ્રમાણે અત્યંત તીવ્ર પ્રકાશ અને વિસ્ફોટની ગર્જનાથી આ વિસ્તાર ધ્રુજી ઊઠ્યો હતો. એકદમ ભૂકંપ જેવો આંચકો અનુભવાયો હતો. કેટલાક મૃતદેહ બળીને કાળા પડી ગયા હતા. ધડ અને માથું અલગ થઈ ગયાં હતાં. એ સ્થિતિમાં મૃતકોની ઓળખાણ મુશ્કેલ બની હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે એલએનજેપી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. વિસ્ફોટની તપાસ માટે દિલ્હી પોલીસ ઉપરાંત એફએસએલ અને એનઆઇ એ જેવી એજન્સીઓ પણ સક્રિય બની હતી.
Denne historien er fra Abhiyaan Magazine 22/11/2025-utgaven av ABHIYAAN.
Abonner på Magzter GOLD for å få tilgang til tusenvis av kuraterte premiumhistorier og over 9000 magasiner og aviser.
Allerede abonnent? Logg på
FLERE HISTORIER FRA ABHIYAAN
ABHIYAAN
નીરખને ગગનમાં....
વિજયનગર સામ્રાજ્યની કલાકીય વિરાસત કિન્નલ કાષ્ઠકલા
4 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
વિઝા વિમર્શ
પૂર્વનિયોજિત ઇરાદાઓ
3 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
ધર્મેન્દ્રઃ જેણે હિન્દી સિનેમામાં હીરોને નવો ચહેરો આપ્યો
ધર્મેન્દ્રએ ફિલ્મોમાં સ્થાપિત આ ત્રિપુટી વચ્ચે પોતાનું સ્થાન ઊભું કર્યું. તેમણે એક એવા હીરોને સિનેમાના પડદે આકાર આપ્યો કે જે મહેનતકશ હતો, ગુસ્સો પણ ખૂબ કરતો હતો અને મુક્ત રીતે હાસ્ય પણ કરતો હતો. આ હીરો ફિલ્મના મોટા પડદે આદર્શ નાયક ન હતો. એ જનતાનો પ્રતિનિધિ હતો. પંજાબથી આવેલા આ દેશી યુવાનની બોડી લેંગ્વેજ રૉ કહેતાં દેશી હતી.
4 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
હૃદયનાં બંધ કમાડ તોડીને કોઈ પકવાન મૂકી ગયું હોય એવી ફિલ્મ!
‘લાલો’ના ડિરેક્ટર કહે છે કે, ‘અંતરીક્ષમાં અનેક વાર્તાઓ ઘૂમતી રહે છે. એ વાર્તાઓ આપણી વચ્ચે આવવા માટે યોગ્ય સમયે કોઈ ને કોઈ વ્યક્તિને પસંદ કરે છે. આ ફિલ્મની સ્ટોરીએ અમને પસંદ કર્યા છે.'
3 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
૨૬૨ વર્ષ પહેલાંનું ઝારાનું યુદ્ધ શહીદ સ્મારક અને શ્રદ્ધાંજલિ
અઢી સદી પહેલાં કચ્છની જ એક વ્યક્તિની મહત્ત્વાકાંક્ષાએ કચ્છના અસ્તિત્વને ભયમાં મૂક્યું હતું. માતૃભૂમિને પરાધીન થતી બચાવવા કચ્છની દરેક કોમના યુવાનો ઝારાનું યુદ્ધ લડ્યા હતા અને શહીદી વહોરી હતી. આ યુદ્ધના પરિણામ સ્વરૂપ જ કચ્છમાં વહ્યું જતું સિંધુ નદીનું પાણી અટકાવવા માટે સિંધના બાદશાહે બંધ બાંધ્યો હતો. ત્રણ દિવસના યુદ્ધમાં કચ્છના ૪૦ હજારથી વધુ અને સિંધના ૬૦ હજારથી વધુ વીરો મૃત્યુ પામ્યાં હતાં.
5 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
વામા-વિશ્વ આરોગ્ય
આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે, ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ
2 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
ચર્નિંગ ઘાટ
ચતુરાઈ હોય તો ચાર રસાયણથી ચારે કોર મજા મળે
6 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
સારાન્વેષ
ચાર્વાકવાદ અને સ્ટાર્ટ-અપ કલ્ચરઃ દેવું કરીને દમદાર થાઓ!
4 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
પ્રવાસન
ભારતીય કલા જગતનો Festive તાજ : The serendipity Arts Festival, પણજી, ગોવા
5 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
રાજકાજ
કર્ણાટક કોંગ્રેસ સરકારનો મામલો ફરી મોવડી મંડળ પાસે
2 mins
Abhiyaan Magazine 06/12/2025
Listen
Translate
Change font size

