試す - 無料

અન્યાય સામે લડત લઈ આવી રાજકારણમાં...

Chitralekha Gujarati

|

June 30, 2025

પિતાના મૃત્યુને કારણે કાચી ઉંમરે અચાનક આણંદ જિલ્લાના ગામથી વિદેશી ભોમકા પર જવાનું થયું અને ત્યાં વસ્યા પછી વળી બીજો સંઘર્ષ સામે હતો. એ સંઘર્ષે એમના જીવનને નવો વળાંક આપ્યો... અને નવી ઓળખ પણ.

- કેતન ત્રિવેદી

અન્યાય સામે લડત લઈ આવી રાજકારણમાં...

ર્ષ ૧૯૭૫. અમદાવાદથી એક યુવતી અચાનક લંડન જવાની ફ્લાઈટ પકડે છે. લંડન જવાનું છે, પણ ત્યાં જઈને શું કરવાનું છે એની એને કે એની સાથે મુસાફરી કરતી માતા અને ત્રણ ભાઈ-બહેનને ખબર નથી. ખબર એટલા માટે નથી કે હજી પાંચ દિવસ પહેલાં જ લંડન ગયેલા એના પિતાનું ત્યાં અચાનક મૃત્યુ થયું છે એટલે પહોંચીને પહેલું કામ એમના અંતિમસંસ્કાર કરવાનું છે. બસ, પછી એ લોકો ક્યાં જશે, શું કરશે એની એ યુવતીને ખબર નથી. અત્યારે તો એની આંખોમાં બસ આંસુ છે એટલું જ.

વર્ષ ૨૦૨૫. બરાબર અડધી સદી પછી આ જ યુવતી લંડનના હેરો પરગણાના ૭૩મા મેયર તરીકે શપથ લેતી વખતે વયોવૃદ્ધ માતાના ચરણસ્પર્શ કરે છે ત્યારે પણ એની આંખોમાં આંસુ છે. જો કે બન્ને આંસુમાં ફરક છે. એક અણધાર્યા આવી પડેલા દુઃખનાં આંસુ હતાં, એક હર્ષનાં આંસુ છે.

એમનું નામ અંજના પટેલ. બાળપણમાં પાંચેક વર્ષ સિવાય ગુજરાતમાં બહુ રહ્યાં નથી, છતાંય પ્રમાણમાં ઘણું સારું ગુજરાતી બોલી શકતાં અંજનાબહેન પ્રિયદર્શિનીને કહે છેઃ ‘આજે પણ હું અમારા ગામ બોચાસણ નિયમિત આવું છું. અમારા પડોશી-સ્નેહી કનુભાઈ રબારીને ત્યાં જ અમારો ઉતારો હોય છે. નિયમિત આવું છું એટલે ગુજરાતી સારી રીતે સમજી-બોલી શકું છું.’

આમ તો ઈંગ્લૅન્ડમાં વસીને ત્યાંના રાજકારણમાં મહત્ત્વના પદે પહોંચવું એ હવે ગુજરાતીઓ તથા અન્ય ભારતીયો માટે નવાઈની વાત નથી રહી. રિશી સુનકથી લઈને પ્રીતિ પટેલ સુધી એ યાદી બની શકે છે એટલે અંજનાબહેનના મેયર બનવાથી હવે એ યાદીમાં એક નામ ઉમેરાયું છે એટલું જ, પણ જન્મથી જ બ્રિટિશ પાસપોર્ટ ધરાવતાં હોવા છતાં વિકટ સંજોગોમાં આ અજાણી ભોમકા પર પગ મૂકનાર અંજનાબહેનની વાત થોડીક નિરાળી છે.

અને એ વાત કાંઈક આવી છે...

મૂળ બોચાસણના વતની મૂળજીભાઈ પટેલ પત્ની કમળાબહેન અને ચાર

સંતાનો સાથે ઈસ્ટ આફ્રિકાના તાન્ઝાનિયાના દાર-એ-સલામમાં વસવાટ કરતા હતા. શિક્ષકની નોકરીમાંથી એ નિવૃત્ત થયા અને ૬૦ના દાયકામાં તાન્ઝાનિયા બ્રિટિશ શાસનથી સ્વતંત્ર થયું એટલે ૧૯૭૦માં મૂળજીભાઈ પરિવાર સાથે બોચાસણ પાછા ફર્યા. એમનો પાસપોર્ટ બ્રિટિશ હતો એટલે પાંચેક વર્ષ પછી આગળ કંઈક કરવાના આશયથી સપ્ટેમ્બર, ૧૯૭૫માં એ લંડન ગયા. લંડન પહોંચ્યાના પાંચ જ દિવસમાં એમનું અવસાન થયું અને આ સંજોગો અંજનાબહેનને ૧૮ વર્ષની વયે માતા અને ભાઈ-બહેનો સાથે લંડન સુધી લઈ આવ્યા.

Chitralekha Gujarati からのその他のストーリー

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Listen

Translate

Share

-
+

Change font size