લગ્ન પહેલાં જ ક્યારેક વેવાઈવેલાં વચ્ચે જમણવાર કે બીજા પ્રસંગના ખચને મામલે ઝગડા થાય એમ મતદાનના તાર નજીક આવી રહી છે ત્યારે સાથે મળીને ચૂંટણી લડી રહેલા રાજકીય પક્ષો વચ્ચે હાથમાં આવે એટલી બેઠક ખેંચી લેવા માટે અંદરોઅંદર ઘર્ષણ ચાલી રહ્યું છે. મતદાનનું પહેલું ચરણ હવે એક અઠવાડિયું જ દૂર છે, પણ ત્રીજા-ચોથા કે એ પછીના તબક્કાને હજી વાર છે અને એને કારણે જ યુતિ કે ગઠબંધનના નામે ભેગા આવેલા પક્ષો વચ્ચેની ખેંચતાણ લંબાઈ રહી છે. ચૂંટણીના ખરા હરીફ સામે લડવાની વાત તો એ પછી આવશે. અત્યારે તો મિત્ર પક્ષો સાથે બાથંબાથી છે.
હકીકત એ છે કે કોઈ પણ પક્ષ ગમે એટલા મોટમોટા દાવા કરે, દેશની બહુમતી બેઠક લડવા માટે કોઈ પક્ષ પાસે સમર્થ ઉમેદવાર નથી. આમ તો દેશના બે સૌથી મોટા પક્ષ-ભાજપ અને કોંગ્રેસે પોતપોતાની મર્યાદા સમજી-સ્વીકારી કોઈ ને કોઈ રાજ્યમાં સ્થાનિક પક્ષો સાથે સમજૂતી કરી છે. આ બન્ને પક્ષના આવા મિત્ર કે સાથી પક્ષોની સંખ્યા પણ વીસ-ત્રીસ જેટલી છે. એ 1 2 3 છે કે એવા મિત્ર પક્ષો પણ અમુક રાજ્યમાં એકમેકની સાથે છે, પણ અમુકમાં સામસામે પણ લડવાના છે. મમતા બેનરજીએ મોટા ઉપાડે કોંગ્રેસ અને બીજા ભાજપવિરોધી પક્ષો સાથે મળી ઈન્ડિયા એલાયન્સ નામનું સંગઠન બનાવ્યું, પરંતુ ચૂંટણી લડવાની વાત આવી ત્યારે કોંગ્રેસને તડકે મૂકી પશ્ચિમ બંગાળની બધી બેઠક પરથી પોતાના ઉમેદવારનાં નામ ઘોષિત કરી મમતાએ સમાધાનના દરવાજા જ બંધ કરી દીધા.
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ પંજાબમાં કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવાનો ધરાર ઈનકાર કરી દીધો. દિલ્હી અને ગુજરાતમાં આ બન્ને પક્ષ વચ્ચે સમજૂતી છે, પણ પંજાબમાં આમનેસામને ટકરાઈ રહ્યા છે. સામ્યવાદી પક્ષો આમ કોંગ્રેસની સાથે ઈન્ડિયા ગઠબંધનમાં છે, પણ રાહુલ ગાંધીએ જ્યાંથી ઉમેદવારી નોંધાવી એ કેરળના વાયના મતવિસ્તારમાં સામ્યવાદી ઉમેદવાર એમની સામે છે.
この記事は Chitralekha Gujarati の April 22 , 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の April 22 , 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.
હું અમદાવાદની રિક્ષાવાળી...
પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.