ઉમેદવાર જ નથી તો બેઠકો માટે આટલી મારામારી કેમ?
Chitralekha Gujarati|April 22 , 2024
ચૂંટણી નજીક આવી રહી છે એમ એકમેક સાથે સમજૂતી કરીને લડવાના વાયદા ભુલાઈ રહ્યા છે અને પોતાના ખાતામાં વધુ બેઠક આવે એની સીધી ગણતરી શરૂ થઈ ગઈ છે. ‘યોગ્ય મુરતિયા’ ન હોય તો શું થયું, સાથીદારના ઘરમાંથી ઉઠાવી લો! 
હીરેન મહેતા
ઉમેદવાર જ નથી તો બેઠકો માટે આટલી મારામારી કેમ?

ગ્ન પહેલાં જ ક્યારેક વેવાઈવેલાં વચ્ચે જમણવાર કે બીજા પ્રસંગના  ખચને મામલે ઝગડા થાય એમ મતદાનના તાર નજીક આવી રહી છે ત્યારે સાથે મળીને ચૂંટણી લડી રહેલા રાજકીય પક્ષો વચ્ચે હાથમાં આવે એટલી બેઠક ખેંચી લેવા માટે અંદરોઅંદર ઘર્ષણ ચાલી રહ્યું છે. મતદાનનું પહેલું ચરણ હવે એક અઠવાડિયું જ દૂર છે, પણ ત્રીજા-ચોથા કે એ પછીના તબક્કાને હજી વાર છે અને એને કારણે જ યુતિ કે ગઠબંધનના નામે ભેગા આવેલા પક્ષો વચ્ચેની ખેંચતાણ લંબાઈ રહી છે. ચૂંટણીના ખરા હરીફ સામે લડવાની વાત તો એ પછી આવશે. અત્યારે તો મિત્ર પક્ષો સાથે બાથંબાથી છે.

હકીકત એ છે કે કોઈ પણ પક્ષ ગમે એટલા મોટમોટા દાવા કરે, દેશની બહુમતી બેઠક લડવા માટે કોઈ પક્ષ પાસે સમર્થ ઉમેદવાર નથી. આમ તો દેશના બે સૌથી મોટા પક્ષ-ભાજપ અને કોંગ્રેસે પોતપોતાની મર્યાદા સમજી-સ્વીકારી કોઈ ને કોઈ રાજ્યમાં સ્થાનિક પક્ષો સાથે સમજૂતી કરી છે. આ બન્ને પક્ષના આવા મિત્ર કે સાથી પક્ષોની સંખ્યા પણ વીસ-ત્રીસ જેટલી છે. એ 1 2 3 છે કે એવા મિત્ર પક્ષો પણ અમુક રાજ્યમાં એકમેકની સાથે છે, પણ અમુકમાં સામસામે પણ લડવાના છે. મમતા બેનરજીએ મોટા ઉપાડે કોંગ્રેસ અને બીજા ભાજપવિરોધી પક્ષો સાથે મળી ઈન્ડિયા એલાયન્સ નામનું સંગઠન બનાવ્યું, પરંતુ ચૂંટણી લડવાની વાત આવી ત્યારે કોંગ્રેસને તડકે મૂકી પશ્ચિમ બંગાળની બધી બેઠક પરથી પોતાના ઉમેદવારનાં નામ ઘોષિત કરી મમતાએ સમાધાનના દરવાજા જ બંધ કરી દીધા.

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીએ પણ પંજાબમાં કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડવાનો ધરાર ઈનકાર કરી દીધો. દિલ્હી અને ગુજરાતમાં આ બન્ને પક્ષ વચ્ચે સમજૂતી છે, પણ પંજાબમાં આમનેસામને ટકરાઈ રહ્યા છે. સામ્યવાદી પક્ષો આમ કોંગ્રેસની સાથે ઈન્ડિયા ગઠબંધનમાં છે, પણ રાહુલ ગાંધીએ જ્યાંથી ઉમેદવારી નોંધાવી એ કેરળના વાયના મતવિસ્તારમાં સામ્યવાદી ઉમેદવાર એમની સામે છે.

هذه القصة مأخوذة من طبعة April 22 , 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة April 22 , 2024 من Chitralekha Gujarati.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 8500 مجلة وصحيفة.

المزيد من القصص من CHITRALEKHA GUJARATI مشاهدة الكل
આ રાજા તો બહુ ગુણવાન છે!
Chitralekha Gujarati

આ રાજા તો બહુ ગુણવાન છે!

ઉનાળામાં અમૃત ફળ તો ખાવાનું જ હોય, પણ એનાં ફાયદા અને જોખમ પણ જાણી લો તો કેરી વધુ સ્વાદિષ્ટ લાગશે.

time-read
3 mins  |
May 20, 2024
ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...
Chitralekha Gujarati

ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...

નાનપણમાં મુંબઈના દરિયાકિનારે ઘોડેસવારી કરતાં કરતાં એને અશ્વો સાથે જાણે પ્રેમ થઈ ગયો. વર્ષો પછી અને લગ્ન પછી અનાયાસ એક ઘોડો પાળવાનું નક્કી કર્યું. એક પછી એક કરતાં આજે બાર ઘોડા એમના સ્ટડમાં છે. આપણે ત્યાં અશ્વના માલિક, સંવર્ધક અને ટ્રેનર કોઈ સ્ત્રી હોય એવું જ્વલ્લે જ સાંભળવા મળે. જામનગરનાં આ મહિલા છે એમાંનાં એક.

time-read
3 mins  |
May 20, 2024
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
Chitralekha Gujarati

સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...

આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.

time-read
5 mins  |
May 20, 2024
કવર સ્ટોરી
Chitralekha Gujarati

કવર સ્ટોરી

જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...

time-read
1 min  |
May 20, 2024
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
Chitralekha Gujarati

ગઢ સચવાશે કે પડશે ગાબડું?

કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.

time-read
5 mins  |
May 20, 2024
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
Chitralekha Gujarati

શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?

વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.

time-read
4 mins  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 mins  |
May 20, 2024
ઝેર તો પીધાં જાણી જાણી...
Chitralekha Gujarati

ઝેર તો પીધાં જાણી જાણી...

દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?

time-read
4 mins  |
May 20, 2024
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
Chitralekha Gujarati

ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...

કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.

time-read
4 mins  |
May 20, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’

time-read
1 min  |
May 20, 2024