પડદા વિનાનો રંગમંચ, ઈન્ટરવલ વિનાનું નાટક...
Chitralekha Gujarati|April 01, 2024
અમદાવાદમાં નાટ્યગૃહોની અછતનો ઉકેલ કેટલાક પ્રયોગશીલ નાટ્યકર્મીઓએ અવનવાં થિયેટરથી આણ્યો છે.
મહેશ શાહ (અમદાવાદ)
પડદા વિનાનો રંગમંચ, ઈન્ટરવલ વિનાનું નાટક...

મદાવાદીઓ કટિંગ ચા-પ્રેમી અને કરકસરિયાની આગવી ઓળખ ધરાવે. જો કે એ કળા અને સંસ્કૃતિપ્રેમી પણ ખરા. અમદાવાદીઓનો ભરપૂર નાટકપ્રેમ જોઈને થોડાં વર્ષથી મુંબઈના અમુક કમર્શિયલ ગુજરાતી નાટકના નિર્માતા એમના નવા નાટકના પ્રીમિયર શો મુંબઈને બદલે અમદાવાદમાં કરે છે.

શહેરમાં ટાઉન હૉલ, ટાગોર હૉલ, પ્રેમાભાઈ હૉલ, દિનેશ હૉલ, જયશંકર સુંદરી હૉલ, ઠાકોરભાઈ દેસાઈ હૉલ, પંડિત દીનદયાળ હૉલ, એચ.કે. આર્ટ્સ કૉલેજ હૉલ, આંબેડકર હૉલ, વગેરે ઍરકન્ડિશન્ડ ઑડિટોરિયમ છે. એમાં મહદંશે નાટક અને સંગીત તથા સામાજિક, શૈક્ષણિક, વગેરે કાર્યક્રમો યોજાય. તો શ્રેયસ ફાઉન્ડેશન, નટરાણી, થિયેટર મિડિયા સેન્ટર, વસ્ત્રાપુર લેક, વગેરે એમ્ફી થિયેટરમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થાય.

વર્ષો પહેલાં શહેરમાં સુભાષ શાહ, નિમેષ દેસાઈ (બન્ને સ્વર્ગીય), હરીન ઠાકર, વગેરેએ પ્રયોગશીલ ગુજરાતી નાટકો ભજવીને નામના મેળવી. સુભાષભાઈના એકાંકી વિઝ્યુઅલ આર્ટ સેન્ટરના એમ્ફી થિયેટરમાં અને નિમેષ દેસાઈનાં ત્રિઅંકી નાટકો ઑડિટોરિયમમાં ભજવાતાં. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રાંગણમાં માનવીની ભવાઈ સહિત ત્રણ નાટક ભજવાયાં એ ઘટના યાદગાર હતી.

જો કે અત્યારે ગુજરાત સરકાર હસ્તકના જયશંકર સુંદરી હૉલ અને ગુજરાત વિદ્યાસભા સંચાલિત પ્રેમાભાઈ હૉલ વર્ષોથી બંધ છે. સુંદરી હૉલ બે વખત જંગી રકમ ખર્ચીને નવેસરથી સજાવ્યો, પણ પછી બંધ કર્યો. તો ૧૯૪૦માં બનેલો અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સંચાલિત ટાઉન હૉલ થોડા મહિનાથી રિનોવેશન માટે બંધ છે. અમુક હૉલમાં પાર્કિંગ, તો અમુકમાં સાઉન્ડ સિસ્ટમ કે અન્ય સમસ્યા હોવાનું નાટક સાથે સંકળાયેલા લોકો કહે છે. અમુક હૉલનાં ભાડાં વધ્યાં અને અમુકમાં હૉલ બુકિંગના નિયમ આકરા બન્યા.

આ સંજોગમાં પ્રયોગશીલ નાટ્યસર્જકો માટે જૂજ સ્થાન છે. આ સાર્વત્રિક સમસ્યા છે. અમદાવાદમાં વસ્ત્રાપુર લેક પાસેનું એમ્ફી થિયેટર, કાંકરિયાનું ઓપન ઍર થિયેટર, વગેરે જગા છે. એ ઉપરાંત, પ્રયોગાત્મક નાટકો ભજવવા અમુક નાટ્યસર્જકોએ મિની થિયેટર બનાવ્યાં. એના મૂળમાં જઈએ તો, ૨૦૧૧માં અમદાવાદના પ્રીતમનગર વિસ્તારમાં આવેલા રંગમંડળમાં દર સોમવારે સાંજે છથી આઠ નાટ્યલેખન, દિગ્દર્શન, અભિનય, સંગીત, વગેરેમાં રસ ધરાવતા નવોદિત અને સિનિયર કલાકારો સ્વેચ્છાએ ભેગા થઈને નાટ્યવાંચન, ચર્ચા, સંવાદ, વગેરે કરતા. કોઈ કારણસર આ બેઠક બંધ થઈ.

この記事は Chitralekha Gujarati の April 01, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の April 01, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
Chitralekha Gujarati

નયા હિંદુસ્તાન... નયા સિનેમા!

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.

time-read
7 分  |
May 06, 2024
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
Chitralekha Gujarati

સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..

સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?

time-read
3 分  |
May 06, 2024
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
Chitralekha Gujarati

સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?

માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.

time-read
3 分  |
May 06, 2024
હું અમદાવાદની રિક્ષાવાળી...
Chitralekha Gujarati

હું અમદાવાદની રિક્ષાવાળી...

પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.

time-read
5 分  |
May 06, 2024
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
Chitralekha Gujarati

વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર

૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.

time-read
2 分  |
May 06, 2024
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
Chitralekha Gujarati

ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો

ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.

time-read
2 分  |
May 06, 2024
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
Chitralekha Gujarati

સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!

લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.

time-read
2 分  |
May 06, 2024
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
Chitralekha Gujarati

અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!

સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.

time-read
4 分  |
May 06, 2024
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
Chitralekha Gujarati

મને માફ કરો...આઈ ઍમ સૉરી...

જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.

time-read
5 分  |
May 06, 2024
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
Chitralekha Gujarati

તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર

આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.

time-read
5 分  |
April 29, 2024