試す 金 - 無料
બૅન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાવો... ફરી ચાલુ કરાવવા તગડા પૈસા પડાવો...
Chitralekha Gujarati
|February 19, 2024
કોઈ વેપારી-ઉદ્યોગપતિ પર ખોટા આરોપ મૂકી એમનાં બૅન્કનાં ખાતાં બંધ કરાવી દેવાનાં (એવી સત્તા ન હોવા છતાં!) અને પછી બીજા સરકારી વિભાગ પાસે તપાસ કરાવવાની ધમકી આપી તોડબાજી કરવાની. ગુજરાતના અમુક પોલીસ અધિકારીઓએ પોતાનાં ગજવાં ભરવા હમણાં આ રસ્તો અપનાવ્યો છે. ગુજરાત પોલીસના તોડકાંડનો પર્દાફાશ

ત્રણેક મહિના પહેલાંની વાત. કેરળની એક ફાઈનાન્સ કંપનીના સંચાલક કાર્તિક ભંડારીએ જૂનાગઢ પોલીસની સાઈબર ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારીને ફોન પર વિનંતી કરી ‘સર, મારું એચડીએફસી બૅન્કનું ખાતું થોડા સપ્તાહ અગાઉ ફ્રીઝ થયું છે. એ એકાઉન્ટ અનફ્રીઝ (ફરી ચાલુ) કરાવવા માટે શું કરવું પડશે?
પોલીસ તરફથી સંતોષજનક જવાબ કે ઉકેલ ન મળ્યો એટલે કાર્તિક ૧૬ જાન્યુઆરીએ પોતે જૂનાગઢ જઈને સાઈબર સેલના બે પોલીસ અધિકારીને મળ્યો. એમાંના એક, આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર દીપક જાનીએ કંઈક આમ કહ્યું: ‘તમારા ખાતામાં મોટી રકમનાં ટ્રાન્ઝેક્શન થયાં છે એટલે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ને જાણ કરવી પડશે. ગાંધીનગર કે અમદાવાદમાં સાઈબર ક્રાઈમની ઑફિસમાં તમારું એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા જશો તો બૅલેન્સના અંદાજે ૮૦ ટકા રકમ લેશે. એ કરતાં પચ્ચીસ લાખ આપીને વાત અહીં પૂરી કરી દો.’
આર્થિક ગેરરીતિ કે દેશદ્રોહી કારનામાંના આરોપીનાં બૅન્ક એકાઉન્ટ અમુક કિસ્સામાં પોલીસ બંધ (ફ્રીઝ) કરાવી શકે. આ ખાતું અનફ્રીઝ ન થાય ત્યાં સુધી એમાંથી એક પૈસો ઉપાડી ન શકાય. ટૂંકમાં, એમાંથી કોઈ નાણાકીય વ્યવહાર ન થઈ શકે.પોતાની સાથે કારણ વગર આવું થયું અને ખાતું ફરી શરૂ કરાવવા તોતિંગ રકમની માગણી કરવામાં આવી એટલે કાર્તિક ડઘાઈ ગયો, છતાંય ચારેક લાખ રૂપિયા આપવાની એણે તૈયારી દાખવી. જો કે પોલીસે વીસેક લાખનો આગ્રહ રાખ્યો એટલે એણે વકીલની સલાહ લીધી. પછી હિંમતભેર જૂનાગઢ પોલીસ રેન્જના ઈન્સ્પેક્ટર જનરલ (આઈજી) નીલેશ જાજડિયાને રૂબરૂ મળીને પોતાની કથની કહી.
નીલેશભાઈએ તપાસ કરાવી. એમાં ચોંકાવનારી વિગત જાણવા મળી અને એમાં મોટા ભાગની કાર્તિક કહ્યા મુજબની.
このストーリーは、Chitralekha Gujarati の February 19, 2024 版からのものです。
Magzter GOLD を購読すると、厳選された何千ものプレミアム記事や、10,000 以上の雑誌や新聞にアクセスできます。
すでに購読者ですか? サインイン
Chitralekha Gujarati からのその他のストーリー

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size