ખાખી વરદી, લીલુંછમ કાર્ય...
Chitralekha Gujarati|December 25, 2023
ઈંગ્લિશ લિટરેચરની આ પોસ્ટ-ગ્રેજ્યુએટ યુવતીએ નાના અને પિતા તથા કાકાની જેમ પસંદ કરી પોલીસ અધિકારી તરીકેની કારકિર્દી. એ નોકરી સાથે નાનપણથી હૃદયમાં પાંગરી રહેલા પ્રકૃતિ તરફના પ્રેમનો સરવાળો કરી એણે પોતાના તાબા હેઠળના એસઆરપી કૅમ્પોમાં મિયાવાકી જંગલ થકી સર્જેલી હરિયાળી આજે અનેક લોકો માટે પ્રેરણારૂપ છે.
સમીર પાલેજા
ખાખી વરદી, લીલુંછમ કાર્ય...

એમના નાનાજી મધ્ય પ્રદેશ પોલીસ ફોર્સમાં હતા તો પિતા અને કાકા  ગુજરાત પોલીસમાં. ટૂંકમાં, બન્ને તરફથી પોલીસ યુનિફૉર્મ વારસામાં મળ્યો. પ્રકૃતિ તરફનો પ્રેમ પણ આમ લોહીમાં જ વણાઈ ગયો હશે એટલે સુધા પાન્ડેયને નાનપણથી ઝાડ-પાન, પશુ-પંખી તરફ વિશેષ અનુરાગ. આજે એ પ્રેમે સુધાજીને પોલીસ ફોર્સમાં અલગ ઓળખ અપાવી છે.

આ સુધા પાન્ડેય્ એટલે અત્યારે રાજકોટમાં સ્ટેટ રિઝર્વ પોલીસ (એસઆરપી) જૂથ-૧૩નાં કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવી રહેલાં પોલીસ અધિકારી.

મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના બદ્રીપ્રસાદ પાન્ડેય્ લગભગ ૯૦ વર્ષ પહેલાં ગુજરાતમાં આવ્યા અને અમદાવાદ ખાતે ફાયરબ્રિગેડમાં ફાયરમૅન તરીકે જોડાઈ ગુજરાતમાં સ્થાયી થયા. સમયાંતરે એમના વંશજો ગુજરાત પોલીસમાં જોડાતા ગયા. સુધા પાન્ડેય્ એ આ બદ્રીપ્રસાદજીનાં પ્રપૌત્રી (સુધાજીના પિતા અને કાકા પણ ગુજરાત પોલીસમાં ડીવાયએસપી તરીકે નિવૃત્ત થયા છે).

સુધાનું ભણતર પિતાની બદલીઓને કારણે અલગ અલગ ઠેકાણે અને ઘણે અંશે સરકારી શાળામાં થયું. ગ્રૅજ્યુએશન ગાંધીનગરમાં અને પોસ્ટ ગ્રેજ્યુએશન ગૂજરાત યુનિવર્સિટીના ભાષા ભવનથી અંગ્રેજી સાહિત્યમાં ટૉપર રહીને પૂર્ણ કર્યું. પછી કેન્દ્રીય જાહેર સેવા આયોગ (યુપીએસસી)ની પરીક્ષામાં સારો સ્કોર થયો, પણ વૅકેન્સી ઓછી હોવાને કારણે સિલેક્શન ન થયું. આ દરમિયાન સુધાજીએ ખૂબ ઓછી તૈયારી સાથે ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)ની પરીક્ષા આપી અને નાયબ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (ડીવાયએસપી) તરીકે પસંદગી પામી ૨૦૦૫માં ગુજરાત  પોલીસમાં જોડાયાં. ૨૦૧૧માં એમને આઈપીએસ કૅડરમાં નોમિનેશન મળ્યું.

この記事は Chitralekha Gujarati の December 25, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の December 25, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?
Chitralekha Gujarati

૪ જૂન પછી શૅરબજારમાં શું થશે?

મોદી સરકાર ઈસ બાર કિતને પાર...નું પરિણામ આવવાને થોડા દિવસની જ વાર છે. આવા નાજુક સમયમાં આર્થિક જગતની નજર શૅરબજાર, વિદેશી રોકાણના પ્રવાહ તેમ જ વેપાર-ઉદ્યોગ વિશે ટોચના નેતાઓનાં નિવેદન પર હોય એ સ્વાભાવિક છે.

time-read
3 分  |
June 03, 2024
સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી
Chitralekha Gujarati

સમુદ્રી જીવસૃષ્ટિ સામે લાવી શકે છે સુનામી

દરિયો ભરીને જમીન પેદા કરવાનો માલદીવ્સનો પ્રોજેક્ટ એક તરફ કૂવો અને એક તરફ ખાઈ હોય ત્યારે આપણે કૂવામાં કૂદવાનું પસંદ કરીએ, કેમ કે ત્યાં ખાઈ કરતાં બચવાના ચાન્સ વધારે હોય. હમણાં ભારતના શત્રુ બની બેઠેલા ટાપુરાષ્ટ્ર માલદીવ્સે પણ એક ભૌગોલિક વિનાશથી બચવા કૂવામાં કૂદવાનું નક્કી કર્યું, પણ... જાણીએ, શું છે આખો મામલો?

time-read
4 分  |
June 03, 2024
બાળક તરીકે આપણે કેવાં છીએ?
Chitralekha Gujarati

બાળક તરીકે આપણે કેવાં છીએ?

સંયુક્ત કુટુંબવ્યવસ્થા જેની ઓળખ છે એવા આપણા દેશમાં વડીલોની હાલત પણ જાણી લો.

time-read
3 分  |
June 03, 2024
બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!
Chitralekha Gujarati

બી પોઝિટિવ-બટ નોટ ઓલ્વેઝ!

નકારાત્મક લાગણી અનુભવવી કોઈને ગમતી નથી, પણ ખરેખર તો આ લાગણી તંદુરસ્ત જીવન માટે જરૂરી છે.

time-read
3 分  |
June 03, 2024
યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...
Chitralekha Gujarati

યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...

ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.

time-read
3 分  |
June 03, 2024
લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!
Chitralekha Gujarati

લોકોને ચુસ્તી-સ્ફૂર્તિનું દાન આપે છે આ મહિલા!

એમનું ધ્યેય એક જ છે, ગમે તે રીતે લોકોને વ્યાયામ કરતાં કરવા. વર્ષોથી મુંબઈના જુહૂ બીચ પર ફિટનેસના વિનામૂલ્ય વર્ગો લેતાં આ મહિલાની લગનીને ખરેખર બિરદાવવા જેવી છે.

time-read
4 分  |
June 03, 2024
પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!
Chitralekha Gujarati

પાઠ્યપુસ્તકો પસ્તીમાં ન પધરાવો... સાવધાન!

વૅકેશન પડે એટલે વિદ્યાર્થીઓ વીતી ગયેલા વર્ષની ટેક્સ્ટ બુકનો નિકાલ કરવાની વેતરણમાં લાગી જાય, પણ આ પુસ્તકો પોતાની પછીના વર્ષના જરૂરતમંદ સ્ટુડન્ટ્સને મળે એવું કંઈક એ કરે તો? ગુજરાતમાં અનેક સંસ્થા ‘એક હાથ સે લેના... એક હાથ સે દેના...’ જેવું સ્તુત્ય કામ પાઠ્યપુસ્તકોના રિ-યુઝ માટે કરી રહી છે.

time-read
6 分  |
June 03, 2024
અવરોધો ઊભા કરવાની કળા
Chitralekha Gujarati

અવરોધો ઊભા કરવાની કળા

ચાહે છે કે આંબા ઊગી નીકળે કિન્તુ જ્યાં ને ત્યાં વાવી બેઠા છે બાવળ બાવળ. - બાલકૃષ્ણ સોનેજી

time-read
2 分  |
June 03, 2024
સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ
Chitralekha Gujarati

સોશિયલ મિડિયા સાથેની દોસ્તી નોકરી માટે ખતરારૂપ

શું સોશિયલ મિડિયાના વપરાશના લીધે નોકરી જઈ શકે? કારકિર્દી જોખમમાં આવી શકે? બિલકુલ. જો તમારો સોશિયલ મિડિયા પ્રોફાઈલ, તમારી પોસ્ટ તમને બેજવાબદાર રજૂ કરે તો નોકરી જઈ શકે, નવી નોકરી મળી પણ ન શકે.

time-read
10 分  |
June 03, 2024
ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!
Chitralekha Gujarati

ડાયાબિટીસ કાબૂમાં રાખવા સ્વીટનર ખાવ છો? તો તમે ખાંડ ખાવ છો!

મીઠી સાકરની બીમારી હોય તો સાકરને બદલે ઘણા લોકો સ્વીટનર પર પસંદગી ઉતારે છે. એમાંય હવે તો સ્ટિવિયા વનસ્પતિનો સ્વીટનરમાં ઉપયોગ થવા લાગ્યો છે. જો કે બધું પીળું સોનું હોતું નથી એમ ભેળસેળને કારણે સ્ટિવિયામાંથી બનતી બધી ચીજો આરોગ્યપ્રદ હશે એમ માની લેવાની ભૂલ કરવા જેવી નથી.

time-read
4 分  |
June 03, 2024