कोशिश गोल्ड - मुक्त
ખાખી વરદી, લીલુંછમ કાર્ય...
Chitralekha Gujarati
|December 25, 2023
ઈંગ્લિશ લિટરેચરની આ પોસ્ટ-ગ્રેજ્યુએટ યુવતીએ નાના અને પિતા તથા કાકાની જેમ પસંદ કરી પોલીસ અધિકારી તરીકેની કારકિર્દી. એ નોકરી સાથે નાનપણથી હૃદયમાં પાંગરી રહેલા પ્રકૃતિ તરફના પ્રેમનો સરવાળો કરી એણે પોતાના તાબા હેઠળના એસઆરપી કૅમ્પોમાં મિયાવાકી જંગલ થકી સર્જેલી હરિયાળી આજે અનેક લોકો માટે પ્રેરણારૂપ છે.
એમના નાનાજી મધ્ય પ્રદેશ પોલીસ ફોર્સમાં હતા તો પિતા અને કાકા ગુજરાત પોલીસમાં. ટૂંકમાં, બન્ને તરફથી પોલીસ યુનિફૉર્મ વારસામાં મળ્યો. પ્રકૃતિ તરફનો પ્રેમ પણ આમ લોહીમાં જ વણાઈ ગયો હશે એટલે સુધા પાન્ડેયને નાનપણથી ઝાડ-પાન, પશુ-પંખી તરફ વિશેષ અનુરાગ. આજે એ પ્રેમે સુધાજીને પોલીસ ફોર્સમાં અલગ ઓળખ અપાવી છે.
આ સુધા પાન્ડેય્ એટલે અત્યારે રાજકોટમાં સ્ટેટ રિઝર્વ પોલીસ (એસઆરપી) જૂથ-૧૩નાં કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવી રહેલાં પોલીસ અધિકારી.
મૂળ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના બદ્રીપ્રસાદ પાન્ડેય્ લગભગ ૯૦ વર્ષ પહેલાં ગુજરાતમાં આવ્યા અને અમદાવાદ ખાતે ફાયરબ્રિગેડમાં ફાયરમૅન તરીકે જોડાઈ ગુજરાતમાં સ્થાયી થયા. સમયાંતરે એમના વંશજો ગુજરાત પોલીસમાં જોડાતા ગયા. સુધા પાન્ડેય્ એ આ બદ્રીપ્રસાદજીનાં પ્રપૌત્રી (સુધાજીના પિતા અને કાકા પણ ગુજરાત પોલીસમાં ડીવાયએસપી તરીકે નિવૃત્ત થયા છે).
સુધાનું ભણતર પિતાની બદલીઓને કારણે અલગ અલગ ઠેકાણે અને ઘણે અંશે સરકારી શાળામાં થયું. ગ્રૅજ્યુએશન ગાંધીનગરમાં અને પોસ્ટ ગ્રેજ્યુએશન ગૂજરાત યુનિવર્સિટીના ભાષા ભવનથી અંગ્રેજી સાહિત્યમાં ટૉપર રહીને પૂર્ણ કર્યું. પછી કેન્દ્રીય જાહેર સેવા આયોગ (યુપીએસસી)ની પરીક્ષામાં સારો સ્કોર થયો, પણ વૅકેન્સી ઓછી હોવાને કારણે સિલેક્શન ન થયું. આ દરમિયાન સુધાજીએ ખૂબ ઓછી તૈયારી સાથે ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)ની પરીક્ષા આપી અને નાયબ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ (ડીવાયએસપી) તરીકે પસંદગી પામી ૨૦૦૫માં ગુજરાત પોલીસમાં જોડાયાં. ૨૦૧૧માં એમને આઈપીએસ કૅડરમાં નોમિનેશન મળ્યું.
यह कहानी Chitralekha Gujarati के December 25, 2023 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Chitralekha Gujarati से और कहानियाँ
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Translate
Change font size

