છેલ્લા એક સપ્તાહથી તમારા દિમાગમાં એક નવું નામ ચકરાઈ રહ્યું છે, મેહુલ. નામ નવું તો કેમ કહી શકાય? તમારો મોબાઈલ ભલે એને અનનોન બતાવે, પણ જે નંબર પરથી એ મેસેજ આવેલો છે એ નંબર તમારી અંદર તો પચ્ચીસ-પચ્ચીસ વર્ષોથી કોતરાયેલો પડ્યો છે કે નહીં? જાણો છો ને એ નંબરને એના દસેદસ અંકોથી? કહો મેહુલ, તો આ સ્મિતા, એ કંઈ અજાણ્યું નામ તો નથી જ ને તમારા માટે? પચ્ચીસ વર્ષ જૂનું કહો, હા... એ પચ્ચીસ વર્ષ જૂનું નામ તમારા દિમાગમાં ચકરાઈ રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી એટલા માટે કે ગયા સોમવારે એનો મેસેજ આવેલો અને આજે શનિવાર આવી પણ ગયો.
સ્મિતા એટલે એક જમાનાની તમારી સિલ્ક સ્મિતા જ તો વળી! ને આમ પણ તમે તો એને એ જમાનામાં પણ સિલ્ક કહીને જ બોલાવતા. એ હતી પણ એવી જ, બિલકુલ રેશમી અને ચુલબુલી... અને તમારી પાછળ પાગલ પણ એટલી જ. એને યાદ કરવા માટે તમારે પચ્ચીસ વર્ષ જૂની ધૂળ ખંખેરવી પણ ના પડે એટલી નજીક રહી છે એ તમારાથી. ટૂંકો, છતાં મધુરો એ સાથ તમે સહેજ પણ ભૂલ્યા નથી. કોણ જાણે કયા સંજોગોને કારણે એ બીજે પરણીને જતી રહી ને કોઈની પત્ની બની ગઈ. વખત જતાં તમે પણ સંગીતાના પતિ બની ગયા. એ સમયે તો બધું બહુ દુષ્કર લાગેલું તમને, નહીં મેહુલ? પ્રેમી મટીને બીજી કોઈ સ્ત્રીના પતિ બનવું કેટલું કપરું છે એ તમારાથી વિશેષ તો કોણ જાણતું-સમજતું હશે... કહો, મિસ્ટર મેહુલ! પણ અસલમાં જોવા જેવી વાત એમ બની છે કે વીતેલા આ અઢી દાયકામાં એક પણ વાર તમને યાદ ન કરનારી તમારી એ સિલ્ક સ્મિતાના નંબર પરથી ગયા સોમવારે જ એક ખાસંખાસ ગુડ ન્યૂઝ એટલે કે સુંદર મેસેજ આવ્યો છે, જે જોયા પછી તમે ફરી એક વખત પતિ મટીને પ્રેમી બની રહ્યા છો, મેહુલ. ખરું ને?
લુચ્ચ્ચી... સોમવારે મેસેજ કરીને શનિવારે બોલાવે છે. આખું અઠવાડિયું કેમ કરીને કાઢી શકાશે?
સોમવારે અચાનક જ તમારા મોબાઈલમાં સ્મિતાના નંબર પરથી મેસેજ આવ્યોઃ એય ડફોળ, મજામાં કે નહીં? જો સાંભળ, મારા પતિની અહીં બદલી થઈ છે. નસીબદાર સમજ કે હું ફરી તને મળી છું, સેટરડે ફ્રી છું, મળવા આવ. ઍડ્રેસ મોકલું છું.
વાંચીને તમારા શરીરમાં કેટલાય પ્રકારની ધ્રુજારી આવી ગઈ. લાડમાં એ તમને હંમેશાં ડફોળ જ કહેતી એ તમને બરાબર યાદ હતું.
この記事は Chitralekha Gujarati の November 20-27, 2023 - Diwali 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の November 20-27, 2023 - Diwali 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
શું છે શેરડીની ખેતી પાછળનું ગણિત?
વધુ વળતર રળી આપતા હોવા છતાં આ પાકનું વાવેતર ઓછું થઈ રહ્યું છે. બીજી બાજુ, ખેડૂતોને એમની ઊપજના ભાવ સામે પણ વાંધો છે.
ઝેર તો પીધાં જાણી જાણી
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ઝેર તો પીધાં જાણી જાણી...
દૂધમાં મિલાવટ, ધાન્ય અને શાકભાજી પર છૂટે હાથે કેમિકલયુક્ત જંતુનાશક દવાનો છંટકાવ, ફળ પકવવા માટે પણ ખોટાં કામ... આની અસર આપણા શરીર પર થાય અને જાતજાતની બીમારી વળગે. સવાલ એ છે કે આ હાલતમાં ખાવું તો શું ખાવું?
ચૂંટણી લડો, પણ ઔચિત્ય જાળવીને...
કોઈ પણ મુકાબલામાં સામસામી આક્રમકતા હોય એમાં ખોટું નથી, પણ આ સરહદે ખેલાતું યુદ્ધ નથી. અહીં મારો-કાપો ન હોવું જોઈએ. પરિણામ જાહેર થઈ ગયા પછી પણ વેરભાવ રહે એવો માહોલ પેદા કરવાનું દેશ માટે જ નુકસાનકારક બની શકે.
જસ્ટ એક મિનિટ...
આ તો તમે સમયનો દુર્વ્યય કર્યો કહેવાય, સમજદારી નહીં.’
અવરોધને અતિક્રમવાની મથામણ
શી ખબર આ કઈ અવસ્થા છે ‘ખલીલ’ ઘરને હું શોધું ને ઘર શોધે મને. - ખલીલ ધનતેજવી
KYC કન્ફ્યુઝન હી કન્ફ્યુઝન હૈ, સોલ્યુશન કા પતા હૈ?
બૅન્ક એકાઉન્ટ હોય કે મ્યુચ્યુઅલ ફંડ, પૈસા રોકવા માટે છેલ્લાં કેટલાંક વરસોથી ‘કેવાયસી’ (નો યૉર કસ્ટમર)ના નિયમનું કડક પાલન કરાવવામાં આવી રહ્યું છે. જો કે સમય સાથે એમાં સતત ફેરફાર થઈ રહ્યા છે અને કેવાયસીનાં અલગ અલગ ધોરણોને કારણે અત્યારે આ મામલે લોકો મૂંઝાયેલા છે. હમણાં વળી અમુક નવાં ધોરણ લાગુ કરાતાં લાખો રોકાણકારો અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની હાલત વધુ કફોડી થઈ છે. ખરેખર તો આ વિધિ સરળ બનાવવાની સાથે એને એક છત્ર હેઠળ લાવવાની જરૂરત પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે.
કૉલર આઈ-ડી ઍપનો લાભ લેવાનું ચૂકી તો નથી ગયા ને?
નાગરિકોને સ્પામ કૉલ મારફતે હેરાન કરવામાં આપણા દેશનો નંબર દુનિયામાં ચોથો છે. ૬૪ ટકા દેશવાસીઓને દિવસમાં સરેરાશ ત્રણથી પણ વધુ સ્પામ કૉલ આવે છે... આ ત્રાસથી કેમ બચવું?
સંપત્તિની વહેંચણી: ઘરની દીીનું સ્થાન ક્યાં છે?
સ્ત્રીને અધિકાર ઘણા છે, પણ સમસ્યા એ છે કે અનેક કિસ્સામાં પુરુષ એ હક એને આપવા તૈયાર નથી.
બાર માસના મસાલા ભરવાની સીઝન આવી છે ત્યારે...
આપણી રસોઈને સ્વાદિષ્ટ બનાવતા ‘સિક્રેટ સ્પાઈસીસ’ને આખું વર્ષ તાજા રાખવાના કીમિયા.