試す - 無料

જ્યાં પથ્થર પર સફળ કારકિર્દીની લકીર ખેંચે છે યુવાનો..

Chitralekha Gujarati

|

May 15, 2023

આજે પામતાં-પહોંચતાં ઘરનાં બાળકો પણ કયા ક્ષેત્રમાં કરિયર બનાવવી એ વિશે ભારે ગડમથલમાં છે ત્યારે સૌરાષ્ટ્રના એક નાના શહેરમાં મુખ્યત્વે શ્રમિક પરિવારનાં સંતાનો શિલ્પકળામાં મહારત મેળવી સારી આજીવિકા રળી રહ્યાં છે. તદ્દન નિઃશુલ્ક શિક્ષણ આપવા ઉપરાંત ગુજરાત સરકારની આ સંસ્થા સ્ટોન આર્ટને જિવાડવા પ્રશંસનીય કામ કરી રહી છે.

- દેવેન્દ્ર જાની (રાજકોટ)

જ્યાં પથ્થર પર સફળ કારકિર્દીની લકીર ખેંચે છે યુવાનો..

દેશમાં ક્યાંય પણ ગુલાબી નગરીની વાત નીકળે એટલે લોકોના મોઢે રાજસ્થાનના જયપુર શહેરનું જ નામ આવે. બહુ ઓછા લોકો જાણતા હશે કે ગુજરાતમાં પણ એક ગુલાબી નગરી છે.

એ નગર એટલે ધ્રાંગધ્રા. હા, ધ્રાંગધ્રા એ ગુજરાતના ગુલાબી શહેરની ઓળખ ધરાવે છે. ધ્રાંગધ્રામાં પ્રવેશ કરતાં જ આજે પણ અનેક ઘરની દીવાલ ગુલાબી કલરથી રંગેલી નજરે ચડે છે. જયપુરની જેમ ધ્રાંગધ્રા પણ બ્રિટિશરાજ દરમિયાન કાઠિયાવાડનું એક મહત્ત્વનું રજવાડું હતું.

આ શહેરના નામ સાથે જ એનો ઈતિહાસ જોડાયેલો છે. ધન્ગ એટલે પથ્થર અને ધરા મતલબ ધરતી. આ બન્ને શબ્દોને જોડીને આ શહેરને નામ અપાયું ધ્રાંગધ્રા. નામ સૂચવે છે એમ, આ નગરી એના પથ્થર, ખાસ તો ગુલાબી પથ્થર માટે જાણીતી છે. આજે પણ આ પંથક ગુલાબી પથ્થરોની ખાણોથી ધમધમે છે. મોઢેરાનું સૂર્ય મંદિર કે પાટણની રાણકી વાવ જ નહીં, એ પછી ભગવાન સોમનાથ, દ્વારકાનું જગત મંદિર, ગાંધીનગરનું અક્ષરધામ મંદિર, રાજસ્થાન સહિત અનેક રાજ્યોનાં વિખ્યાત મંદિરો, રાજમહેલ અને ઐતિહાસિક ઈમારતો ધ્રાંગધ્રાના પથ્થરોથી બની છે.

રાજાશાહી વખતે ઝાલાવંશનું અહીં રાજ હતું. સુરેન્દ્રનગરથી આશરે ૫૦ કિલોમીટર દૂર વસેલું ધ્રાંગધ્રા કચ્છના નાના રણની નજીક આવેલું હોવાથી સુરક્ષાની રીતે પણ મહત્ત્વનું છે અને અહીં લશ્કરી થાણું પણ છે. ઘુડખર અભયારણ્ય પણ બાજુમાં છે. આશરે એક લાખની વસતિ ધરાવતા આ શહેરની અનેક ઓળખ છે, પરંતુ પથ્થરકળા અને શિલ્પકળા આ પંથકની એક આગવી ઓળખ બની છે. સદીઓથી અહીંના સૅન્ડસ્ટોન અને એમાંથી બનતી કળાકૃતિ દેશના અનેક ભાગોમાં મોકલવામાં આવે છે.

- અને છેલ્લા દાયકા કરતાં વધુ સમયથી તો ધ્રાંગધ્રા પથ્થરકળા શીખવતું એક મોટું કેન્દ્ર પણ બની ગયું છે. ગુજરાત સરકારના ખાણ-ખનિજ વિભાગ સંચાલિત આ શૈક્ષણિક કેન્દ્ર વિસરાઈ રહેલી પથ્થરકળાને જીવંત રાખવા ઉપરાંત અનેક યુવાનોને કારકિર્દી ઘડવામાં પણ નિમિત્ત બન્યું છે.

Chitralekha Gujarati からのその他のストーリー

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size