試す - 無料

રેખાબા સરવૈયા-ડિમ્પલ દેસાઈ: એમણે ઊછળ્યો અપરિણીત માતૃત્વનો ઉત્સવ

Chitralekha Gujarati

|

March 13, 2023

મહિલા અને માતૃત્વ સિક્કાની બે બાજુ છે. આજે ડિજિટલ યુગમાં પણ લગ્ન નહીં કરીને માતૃત્વ ધારણ કરવાનો નિર્ણય કરવો કોઈ મહિલા માટે સહેલો નથી ત્યારે એક દસકા કરતાં વધુ સમય પહેલાં સૌરાષ્ટ્રમાં એક ઉચ્ચ સરકારી અધિકારીએ ‘સિંગલ મધર’નું સ્ટેટસ મેળવીને સૌકોઈને ચોંકાવી દીધા હતા. બીજી બાજુ, થોડા સમય અગાઉ સુરતના ખ્યાતનામ કુટુંબની કન્યાએ પણ સંજોગો પારખીને સિંગલ મધર બનવાનો હિંમતભર્યો નિર્ણય કર્યો. મહિલા દિને જાણીએ આ બહુમુખી પ્રતિભા ધરાવતી મહિલાના વિચારો અને અનુભવોને.

- દેવેન્દ્ર જાની - અરવિંદ ગોંડલિયા

રેખાબા સરવૈયા-ડિમ્પલ દેસાઈ: એમણે ઊછળ્યો અપરિણીત માતૃત્વનો ઉત્સવ

રેખાબા સરવૈયા-અભિજ્ઞા.

મનમાં વિચારનો દોરો, હાથમાં છે કલમની સોય અને સામે છે ફરફરતું – સંજોગોનું સાવ પાતળું પોત! ને એના પર જીવતરનું રંગીન ભરતકામ કરવાની હિંમતનું નામ એટલે સ્ત્રી..

એક મહિલાની સંવેદનાને સમજવા લેખિકાએ શબ્દોના સાથિયા કંઈક આ રીતે સજાવ્યા છે. એવું કહેવાય છે કે સ્ત્રી માતૃત્વ ન પામે ત્યાં સુધી અધૂરી છે અને એના માટે એણે લગ્નસંસ્કારના સામાજિક રિવાજને સ્વીકારવો પડે છે. આજે જો કે ઘણી મહિલા ક્રાંતિકારી વિચારોથી માતૃત્વનું સુખ પામી રહી છે. મહિલા દિનના અવસરે એક એવી મહિલાની વાત કરવી છે, જે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે, પરંતુ જે સમાજમાં આજે પણ ઓજલપ્રથા જોવા મળે છે એ ક્ષત્રિય સમાજમાંથી આ મહિલા આવે છે, છતાં ચોંકાવનારું પગલું ભરીને એમણે યુવા પેઢીમાં કુતૂહલ ઉત્પન્ન કર્યું છે.

ખોળાનો ખૂંદનાર દે જો રન્નાદે.. સંતાનસુખ માટે મહિલા પથ્થર એટલા દેવ પૂજે એ સમયનો પ્રવાહ હવે બદલાયો છે. ટેક્નોલૉજીના યુગમાં નિઃસંતાન દંપતી સ્ત્રીરોગ નિષ્ણાતો પાસે જઈને સંતાન મેળવવા અનેક વિકલ્પોનો સહારો લઈ શકે છે, પરંતુ અહીં જે મહિલાની વાત છે એમણે લગ્ન નહીં કરીને સ્વમાનભેર માતૃત્વ પ્રાપ્ત કર્યું છે અને જાહેર જીવનમાં સિંગલ મધરના સ્ટેટસ સાથે એક દસકાથી વધુ સમય ગૌરવ સાથે વિતાવ્યો છે.

આ મહિલાનું નામ છે રેખાબા સરવૈયા, જે અત્યારે પોરબંદરનાં એડિશનલ કલેક્ટર તરીકે કાર્યરત છે. GAS (ગુજરાત ઍડ્મિનિસ્ટ્રેટિવ સર્વિસ) કૅડરનાં ઉચ્ચ અધિકારી હોવા ઉપરાંત રેખાબા સારાં લેખિકા, કવયિત્રી, પ્રખર વક્તા, રેડિયો ઉદ્ઘોષક, અભ્યાસુ જ્યોતિષી અને પ્રકૃતિપ્રેમી પણ છે અર્થાત્ બહુમુખી પ્રતિભાનાં માલિક છે.

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં આવેલું છત્રાસા ગામ એમનું વતન. નાનાએવા ગામમાં ઉછેર છતાં અનેક સંઘર્ષો વચ્ચે એ વિજ્ઞાનમાં અનુસ્નાતક બન્યાં. યુનિવર્સિટીમાં પ્રથમ આવ્યા પછી જર્નાલિઝમની ડિગ્રી પણ પહેલા ક્રમ સાથે મેળવી. જો કે જીવનમાં એમણે ઊંડા આઘાત ખૂબ સહન કર્યા, પણ કપરા સંજોગોએ જ એમને મનથી મજબૂત બનાવ્યાં છે.

Chitralekha Gujarati からのその他のストーリー

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size