ડૉ. નેહલ કારાવદરા: પશુ-પંખીઓને બનાવ્યાં પરિવારનાં સભ્ય!
Chitralekha Gujarati|February 06, 2023
એક તરફ નાનાં થતાં જતાં કુટુંબોમાં પશુ-પક્ષી પાળવાનું પ્રમાણ વધ્યું છે તો આવા જીવોને તરછોડી દેનારા લોકોની સંખ્યા પણ ઓછી નથી. આવા અનાથ કે ઈજાગ્રસ્ત જીવની આંખમાં આંખ પરોવીને એની પીડા જાણી પોરબંદરનાં શિક્ષિકાએ પોતાના ઘરમાં જ ગાયથી માંડી શ્વાન, બિલાડી અને ઘુવડને સુદ્ધાં આશરો આપ્યો છે. ‘પશુ-પક્ષી કલ્યાણ પખવાડિયા’ નિમિત્તે પ્રસ્તુત છે એમના આ આત્મીય સંબંધની વાત.
દેવેન્દ્ર જાની
ડૉ. નેહલ કારાવદરા: પશુ-પંખીઓને બનાવ્યાં પરિવારનાં સભ્ય!

જુઓ, આ જૅકી છે. એ પંદરેક દિવસનો હતો અને જન્મ્યા પછી એની આંખ હજી માંડ ખૂલી હતી. એ ઊભા થવાનો પ્રયત્ન કરતો હતો, પરંતુ એના ચારે પગ પેરેલાઈઝ્ડ હતા. હું એને આજુબાજુના ત્રણ-ચાર ડૉક્ટર્સ પાસે લઈ ગઈ, પણ ક્યાંય સારવાર ન મળી. ઊલટાનું, એવો જવાબ મળ્યો કે બહેન, એને ભગવાન ભરોસે છોડી દો.. હું ઘડીભર માયૂસ થઈ ગઈ. જૅકીની આંખમાં આંખ પરોવીને જોયું તો જાણે એ મને એવું કહી રહ્યો હતો કે શું તું પણ મને તરછોડી દઈશ..? બસ, એને ન છોડવાનું નક્કી કરી હું જૅકીને ઘરે લઈ આવી. કેટલાક મિત્રોની મદદથી પાટાપિંડી કરી સારવાર શરૂ કરી અને થોડા દિવસોમાં એ ધીરે ધીરે ચાલતો થઈ ગયો. મારી ખુશીનો પાર ન રહ્યો. આ જૅકી આજે ૧૨ વર્ષનો થયો છે..!'

પોરબંદરનાં નેહલ કારાવદરા જેના વિશે આટલી વહાલપ સાથે એકશ્વાસે બોલે છે એ જૅકી નામના શ્વાને તો એમની જિંદગીને એક નવા વળાંક પર લાવીને મૂકી દીધી છે. એ ઘટનાને ૧૨ વર્ષ જેટલો લાંબો સમય થવા છતાં આજે પણ કોઈ જૅકી શબ્દ બોલે તો એમના ચહેરા પર ખુશી છવાઈ જાય છે. કણસતા શ્વાનનો જીવ બચી ગયો એનો આનંદ પછી તો આવા અનેક અબોલ જીવોને જિંદગી આપવા પ્રેરણારૂપ બન્યો.

આ ઘટના પછી તો જ્યાં પણ કોઈ પશુ-પંખી બીમાર હોવાના ખબર મળે તો નેહલબહેન તરત ત્યાં પહોંચી એને સારવાર આપે છે. વાત માત્ર આટલેથી અટકતી નથી, આવાં અનેક પશુ-પક્ષીને બીજે ક્યાંય રાખવાની જગ્યા ન મળી તો પોતાના ઘરમાં જ એ અબોલ જીવોને એમણે આશ્રય આપ્યો. આજે આ મહિલાના ઘરે અનેક પંખી અને કૂતરા-બિલાડી જ્યાં-ત્યાં (અને ઘરના સોફા પર પણ) બેઠાં હોય છે તો ક્યારેક આખા ઘરમાં બિન્દાસ આંટા મારતાં હોય એવાં દશ્યો જોવા મળે છે.

પોરબંદરના બોખીરા વિસ્તારમાં આવેલા પોતાના ઘરના બગીચાને જ ડૉ. નેહલ કારાવદરાએ અબોલ જીવ માટે ઘર બનાવી દીધો છે. આજે એમાં ૬૦ જેટલા શ્વાન અને પંદરેક બિલાડી છે, વિવિધ પ્રજાતિનાં આશરે ૭૦ પંખી તો ૧૫૦ જેટલી ગાય છે. આજે શહેરી જીવનમાં ઘરે એક શ્વાનને પાળવો મુશ્કેલ બને છે ત્યારે આટલાં પશુ-પંખીને સાચવવાનું પડકારભર્યું કામ નેહલબહેન કરી રહ્યાં છે.

この記事は Chitralekha Gujarati の February 06, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の February 06, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、8,500 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!
Chitralekha Gujarati

જીએસટીનું કલેક્શન વધે છે... વેપાર-ઉદ્યોગમાં ફ્રસ્ટ્રેશન વધે છે!

નવા નાણાકીય વરસના પહેલા મહિનામાં જીએસટીનું કલેક્શન બે લાખ કરોડ રૂપિયાની ઉપર પહોંચી જવાનાં ગુણગાન ભલે ગવાયાં, પરંતુ આ ટૅક્સ પાછળની દાસ્તાન કંઈક અંશે કરુણ બનતી જાય છે. કહેવાય છે કે અત્યારની મોંઘવારીમાં જીએસટીના બોજનો ફાળો પણ છે. મોટા ભાગની પ્રજા આ વેરાના બોજ હેઠળ દબાઈ રહી છે. સરકારે આ વિષયમાં વ્યવહારદક્ષતા દાખવવાની જરૂર છે.

time-read
2 分  |
May 20, 2024
ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!
Chitralekha Gujarati

ઝનૂની પ્રેમ સાચો નથી...સાચા પ્રેમમાં પરમાર્થ હોય!

સ્વાર્થી પ્રેમ ઑથોરિટેરિયન, બિન-લોકતાંત્રિક અને બેરહેમ છે. એનો સંહાર એના સર્જન કરતાંય ગજબનો છે. એ ગરજે ઉદાર થાય છે અને જીદ પડે મરવા કે મારી નાખવાની નિર્દયતા સુધી જાય છે. આવો આવેશાત્મક પ્રેમ અસ્થિર અને ક્ષણિક હોય છે. એ ડ્રગ્સ જેવી મદહોશી પૂરી પાડે છે, પણ એની આવરદા ટૂંકી હોય છે.

time-read
5 分  |
May 20, 2024
બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક
Chitralekha Gujarati

બર્ન વિક્ટિમનો હાથ ઝાલે છે સ્કિન બૅન્ક

દાઝ્યા પર બામ... અંગદાનની જેમ ચામડીનું દાન પણ અનેક દરદીને નવજીવન આપે એ હકીકત વિશે જાગરૂકતા ધીરે ધીરે આવી રહી છે એની સાબિતી છે ગુજરાતની ત્રણ ત્વચા બૅન્ક.

time-read
6 分  |
May 20, 2024
ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...
Chitralekha Gujarati

ગર્ભનાળ સેવાની... ગર્ભનાળ શૈશવની...

માતાએ મુંબઈ-અમદાવાદથી ભાવનગર આવી બાળપ્રવૃત્તિની અહાલેક જગાવી તો દીકરીએ ભાવનગરથી બહાર નીકળી છેક ડેડિયાપાડામાં આદિવાસી બાળકો માટે ધૂણી ધખાવી

time-read
4 分  |
May 20, 2024
માતા-પુત્રીના માધ્યમથી હજારો ઘરમાં ગુંજી કિલકારી
Chitralekha Gujarati

માતા-પુત્રીના માધ્યમથી હજારો ઘરમાં ગુંજી કિલકારી

માના સંઘર્ષને પોતાનો સંઘર્ષ બનાવી દીકરીએ એની જેમ સફળતાની કેડી કંડારી... અને હવે સેવા તથા સ્વાસ્થ્ય-સમજણ માટે પણ એ જ રસ્તો અપનાવ્યો છે.

time-read
4 分  |
May 20, 2024
આ રાજા તો બહુ ગુણવાન છે!
Chitralekha Gujarati

આ રાજા તો બહુ ગુણવાન છે!

ઉનાળામાં અમૃત ફળ તો ખાવાનું જ હોય, પણ એનાં ફાયદા અને જોખમ પણ જાણી લો તો કેરી વધુ સ્વાદિષ્ટ લાગશે.

time-read
3 分  |
May 20, 2024
ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...
Chitralekha Gujarati

ચલ મેરે ઘોડે ટિક ટિકટિક...

નાનપણમાં મુંબઈના દરિયાકિનારે ઘોડેસવારી કરતાં કરતાં એને અશ્વો સાથે જાણે પ્રેમ થઈ ગયો. વર્ષો પછી અને લગ્ન પછી અનાયાસ એક ઘોડો પાળવાનું નક્કી કર્યું. એક પછી એક કરતાં આજે બાર ઘોડા એમના સ્ટડમાં છે. આપણે ત્યાં અશ્વના માલિક, સંવર્ધક અને ટ્રેનર કોઈ સ્ત્રી હોય એવું જ્વલ્લે જ સાંભળવા મળે. જામનગરનાં આ મહિલા છે એમાંનાં એક.

time-read
3 分  |
May 20, 2024
સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...
Chitralekha Gujarati

સંઘર્ષની તાવડીમાં શેકાઈને સંતાનોને પીરસ્યાં સુખી જીવન...

આયુષ્યની ત્રીશીની સાંજે એકાએક વૈધવ્ય આવી પડ્યું. હિંમત હાર્યા વિના એમણે ઘરોઘર જાતજાતની ચીજવસ્તુ વેચવાથી માંડીને લગ્નોમાં ફડ સર્વ કરવા જેવી કામગીરી બજાવીને એકલે હાથે સંતાનોને ભણાવ્યાં, એમને એક મુકામ પર પહોંચાડ્યાં.

time-read
5 分  |
May 20, 2024
કવર સ્ટોરી
Chitralekha Gujarati

કવર સ્ટોરી

જન્મદાત્રી-પુત્રીની જોડી કમાલની...

time-read
1 min  |
May 20, 2024
ગઢ સચવાશે કે પડશે ગાબડું?
Chitralekha Gujarati

ગઢ સચવાશે કે પડશે ગાબડું?

કોંગ્રેસનો કિલ્લો ગણાતા રાયબરેલીમાં રાહુલ ગાંધી જીતશે કે પછી ભાજપના સ્થાનિક ઉમેદવાર દિનેશસિંહ જાયન્ટ કિલર બનશે એ પ્રશ્ન દેશઆખામાં સૌના મોઢે છે. આઝાદ ભારતની પ્રથમ ચૂંટણીથી કોંગ્રેસે બે અપવાદ બાદ કરતાં અહીં ભવ્ય વિજય મેળવ્યા છે. ખાસ કરીને ગાંધીપરિવારે. આવા સંજોગોમાં રાયબરેલીને કોંગ્રેસે શું આપ્યું, શું ન આપ્યું જેવા સવાલોના જવાબ રાયબરેલીના સ્થાનિકો પાસેથી જ મેળવવા પડે.

time-read
5 分  |
May 20, 2024