कोशिश गोल्ड - मुक्त

નક્સલવાદની બીમારી ઊથલો ન મારે એ માટે...

Chitralekha Gujarati

|

June 09, 2025

૧૯૬૦ના દાયકામાં જમીનદારી પ્રથા સામે બંગાળના નાનકડા વિસ્તારથી શરૂ થયેલી ઝુંબેશ જ પછી તો વનવાસીઓનાં શોષણનું કારણ બની ગઈ. આટલાં વર્ષે નક્સલી ચળવળનો અંત આવે એવી સ્થિતિ નજર સામે છે ત્યારે જરૂર છે થોડી તકેદારીની.

- હીરેન મહેતા

નક્સલવાદની બીમારી ઊથલો ન મારે એ માટે...

૧૯૬૦ના દાયકાથી ભારતને ગ્રસી રહેલી નક્સલવાદી હિંસાનો અંત નજીક દેખાય છે. એક સમયે દેશનાં દસ રાજ્યોમાં ઓછા-વધતા પ્રમાણમાં ફેલાયેલો એનો પ્રભાવ હવે ગણ્યાગાંઠ્યા જિલ્લા પૂરતો મર્યાદિત થઈ ગયો છે. ગૃહપ્રધાન અમિત શાહે નક્સલવાદને જડમૂળથી નાબૂદ કરવા સુરક્ષાદળોને આવતા માર્ચ મહિનાની મહેતલ આપી છે. હમણાં આ ઉદ્દામવાદી જૂથના વરિષ્ઠ આગેવાન બસવરાજુ અને એના વીસ સાથીદારો સુરક્ષાદળો સાથેની અથડામણમાં માર્યા ગયા, એનાથી નક્સલ ચળવળને મોટો ફટકો પડ્યો છે. પાછલાં કેટલાંક વર્ષોમાં આ ચળવળની આખી નેતાગીરી ખતમ થવા આવી છે અને હવે એને અગાઉ જેટલું જનસમર્થન પણ મળતું નથી.

અવિભાજિત રશિયા (સોવિયેત સંઘ) અને એથીય વધુ તો ચીનની સામ્યવાદી શાસન પ્રણાલીથી પ્રેરિત બંગાળના નક્સલબારી વિસ્તારના યુવાનોએ ૧૯૬૭માં એ સમયે પ્રવર્તતી જમીનદારી પદ્ધતિ સામે વિરોધ વ્યક્ત કરવા અવાજ ઉઠાવ્યો, એના પડઘા અડધા ઉપરાંતના ભારતમાં પડ્યા. એ સમયે વન્યસંપત્તિની જાળવણીને લગતા ઝાઝા કાયદા નહોતા અને જે હતા એ ખાસ તો વનવાસીઓનાં હિતની રક્ષા કરવા માટે અપૂરતા હતા. દેશ હજી અન્ન ઉત્પાદન અને ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે બહુ પાછળ હતો એટલે પૂર્વ તથા મધ્ય ભારતનાં જંગલોની ઘણી જમીન ખેતી કરવા તથા ખનિજ કાઢવા તેમ જ ઉદ્યોગો સ્થાપવાના નામે હસ્તગત કરાતી ગઈ, એને પરિણામે આ જમીન પર જેનો પહેલો અધિકાર હતો એ વનવાસીઓ કોરાણે મુકાતા ગયા. એમનો અસંતોષ જોતજોતાંમાં દાવાનળની જેમ પ્રસરી ગયો. આધુનિક ચીનના જનક ગણાતા માઓ ઝેડોન્ગના નામે ત્યાંના ખેડૂતોની ક્રાંતિને માઓવાદ નામ મળ્યું તો એના જેવી જ ક્રાંતિકારી ઝુંબેશને ભારતમાં નક્સલવાદ તરીકે ઓળખવામાં આવી, જેને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે એક જમાનામાં દેશની સૌથી મોટી આંતરિક સમસ્યા ગણાવી હતી.

આઝાદી પછી દેશનાં અનેક રાજ્યોએ લાંબા સમય સુધી આતંકવાદનો ઉપદ્રવ સહન કર્યો છે. શરૂઆતમાં ઈશાનનાં રાજ્યોમાં આ પ્રશ્ન હતો, એ પછી પંજાબ, આસામ તથા જમ્મુ-કશ્મીરમાં ત્રાસવાદે ઉપાડો લીધો. આસામમાં સ્થાનિક વિદ્યાર્થીઓએ બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે આંદોલન છેડ્યું હતું, તો પંજાબ અને કશ્મીરનું આંદોલન પાકિસ્તાને પેદા કરાવ્યું હતું. એ બધા કરતાં નક્સલવાદ અલગ પડે. એક તો એનો વ્યાપ બહુ મોટો હતો, વળી આ લડાઈ વનવાસીઓ અને વન્યસંપદાનાં શોષણ સામેની હતી, એ સમયે પ્રસ્થાપિત શાસન વ્યવસ્થા સામેની હતી.

Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Listen

Translate

Share

-
+

Change font size