कोशिश गोल्ड - मुक्त
હું અમદાવાદની રિક્ષાવાળી...
Chitralekha Gujarati
|May 06, 2024
પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.

વાત અમદાવાદની છે. ઉનાળાની બપોરે જાણે અગનલૂ વરસે છે. બસ-સ્ટૅન્ડ પર બસની રાહ જોઈને થાકેલા એક વડીલે દૂરથી ખાલી આવતી રિક્ષા જોઈ એને ઊભી રાખવા પોતાનો એક હાથ ઊંચો કર્યો. રિક્ષા પાસે આવીને ઊભી રહી. રિક્ષાચાલકને જોઈને વડીલ ચમક્યા અને મોઢું મચકોડશું. પછી ચાલક સામે જોઈને બોલ્યાઃ તારી રિક્ષામાં બેસવાનું જોખમ ના લેવાય. રિક્ષાચાલકે પ્રતિભાવ ના આપ્યો. બાદમાં એક યુવતી આવીને રિક્ષામાં બેઠી. વડીલ જોતા રહી ગયા.
આ રિક્ષાચાલકે હવે ટીકા, ટકોર કે ટોણા સાંભળી લેવાનું મન બનાવી લીધું છે, કારણ કે એને પોતાનું અને બે દીકરાનું જીવન બહેતર અને સુખી બનાવવું છે. ખુદનો જીવનપથ સંઘર્ષભર્યો રહ્યો. વધારામાં, રિક્ષાચાલક તરીકે એથીય વધુ સંઘર્ષ વેઠે છે એકલપંડે, કારણ કે એ રિક્ષાચાલક યુવતી છે. અમદાવાદમાં સેંકડો રિક્ષાચાલકો છે, એમાં હાલમાં સંભવતઃ આ એકમાત્ર લેડી રિક્ષાડ્રાઈવર હશે.
અમદાવાદના રિક્ષાચાલકો વિશે વર્ષોથી સમાજમાં અવનવી વાતો થતી રહે. વર્ષો પહેલાં રજૂ થયેલી ગુજરાતી ફિલ્મ મા-બાપના એક ગીતના કેન્દ્રમાં પણ રિક્ષાચાલક. ફિલ્મમાં રિક્ષાવાળાની ભૂમિકા ભજવતા અસરાની પર ફિલ્માંકન થયેલા ગીતના શબ્દો હતાઃ હું અમદાવાદનો રિક્ષાવાળો, નવસો નવ્વાણું નંબરવાળો, અમદાવાદ બતાવું ચાલો...
આજે તમને ઓળખ કરાવીશું અમદાવાદની રિક્ષાવાળી સાથે... જી હા, લેડી રિક્ષાચાલક ઊર્મિલા ગોહિલ સાથે. ૩૩ વર્ષનાં ઊર્મિલાબહેન પોતાની કારકુનીથી રિક્ષાચાલક સુધીની સંઘર્ષપૂર્ણ સફર અંગે પ્રિયદર્શિનીને માંડીને વાત કરે છે.
મારો જન્મ અમદાવાદમાં. પિતા મિલકામદાર અને માતા ગૃહિણી. હું હાઈ સ્કૂલમાં ભણતી ત્યારે પરિવારને મદદરૂપ થવા કાપડ બનાવતી ફૅક્ટરીમાં કારકુન તરીકે નોકરી કરતી. ત્યાં અમારા સમાજનો કમલેશ ગોહિલ ટેલર તરીકે કામ કરે. એની સાથેનો પરિચય પ્રેમમાં પરિણમ્યો.’
જો કે રૂઢિચુસ્ત પરિવાર બાર ધોરણ ભણેલી ઊર્મિલા સોલંકીને પાંચ ધોરણ ભણેલા કમલેશ ગોહિલ સાથે લવ મૅરેજની મંજૂરી આપે એમ નહોતો. સામે કમલેશનો પરિવાર પણ બહુ રાજી નહોતો એટલે બન્નેએ પોતાના પરિવારની નારાજગી વેઠીને વર્ષ ૨૦૦૬માં કોર્ટ મૅરેજ કર્યાં.
પછી ભાડાની ઓરડીમાં સ્નેહ-સંસાર શરૂ કર્યો. થોડા મહિના પછી બન્નેએ નોકરી બદલી. સમય જતાં બે પુત્ર જન્મ્યા, દિગ્ધાંત અને જેનિલ.
यह कहानी Chitralekha Gujarati के May 06, 2024 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size