कोशिश गोल्ड - मुक्त
ખેતરોથી વિખૂટા પડ્યાની સજા
Chitralekha Gujarati
|May 06, 2024
આપણા માનસિક સુખ અને પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે. ચાહે અમરેલીનો ખેડૂત હોય કે અંધેરીનો નોકરિયાત, એ કાયમ પ્રકૃતિ સાથે જોડાયેલો રહેવા મથે છે. ખેડૂતને સગવડ છે એટલે ઘરઆંગણે તોતિંગ ઝાડ રોપી શકે છે અને નોકરિયાત મજબૂર છે એટલે વન બીએચકેના ફ્લૅટમાં કૂંડામાં છોડ વાવે છે.

પર્યાવરણની ગ્રેટા ઈફેક્ટ...
એ ૧૧ વર્ષની હતી. સ્ટૉકહોમની સ્કૂલમાં શિક્ષકે એને એક વિડિયો ક્લિપ બતાવી હતી. વિડિયો આર્કટિક મહાસાગરની આસપાસ અત્યંત વિપરીત મોસમ અને પૂરમાં ભૂખે મરી રહેલા પોલર રીંછ અંગેનો હતો. છોકરી ખિન્ન થઈ ગઈ. એ પર્યાવરણના બગાડ અને એની અસરોથી ગભરાઈ ગઈ. એણે બોલવાનું બંધ કરી દીધું, ખાવાનું ઓછું કરી દીધું, એનું વજન ઘટી ગયું. એને થતું હતું, કોઈ આ જોખમની વાત કેમ નથી કરતું? એ ડિપ્રેશનમાં આવી ગઈ હતી.
એના પિતાએ આશ્વાસન આપ્યું કે બધું ઠીક થઈ જશે, પરંતુ એમને પણ જેમ જેમ જળવાયુ સંકટની ખબર પડવા લાગી તેમ તેમ લાગવા માંડ્યું કે એમનું આશ્વાસન ઠાલું છે.
દીકરીનું એ ડિપ્રેશન લાંબું ચાલ્યું. દીકરીને સારું લાગે એટલા માટે પરિવારે પર્યાવરણને નુકસાન થાય એવી આદતો બદલવાનું શરૂ કર્યું. એમણે માંસ ખાવાનું બંધ કર્યું, ઘરની છત પર સોલાર મૅનલ્સ લગાવી, જાતે જ શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું અને અંતતઃ વિમાનમાં બેસવાનું ત્યજી દીધું.
આ બધું પર્યાવરણ બચાવવા માટે નહોતું, પણ દીકરીને બચાવવા માટે હતું. ધીમે ધીમે છોકરી ફરી બોલતી થઈ અને ખાવા લાગી. એ એસ્પર્સિ સિન્ડ્રોમ નામની વિકાસલક્ષી બીમારીથી પીડાતી હતી અને બાકી લોકોની જેમ પર્યાવરણની મોકાણના સમાચારોને સામાન્ય રીતે પ્રોસેસ કરી શકતી નહોતી. હું દુનિયાને બ્લૅક ઍન્ડ વ્હાઈટમાં જ જોઉં છું અને મને એમાં બાંધછોડ કરવાનું ગમતું નથી. એમ એણે કહ્યું હતું.
એનું નામ ગ્રેટા થુનબર્ગ છે. આજે એ ૨૧ વર્ષની છે અને જળવાયુ પરિવર્તન બાબતે સાર્વજનિક જાગૃતિ ફેલાવવા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. એના એ પ્રયાસને ગ્રેટા ઈફેક્ટ કહેવાય છે.
બે અગત્યના સમાચાર છેઃ
૨૦૨૨માં સ્વિત્ઝરલૅન્ડમાં હીટવેવને કારણે ૮૫ વર્ષની મેરી ઈવ વોલ્કોફ નામની મહિલાને અઢી મહિના સુધી એના ઘરમાં ભરાઈ રહેવું પડ્યું હતું. એને કારણે એનાં રોજબરોજનાં કામમાં અસર પડી હતી. મેરીએ એને ક્લાઈમેટ લૉકડાઉન ગણાવ્યું હતું. મેરી ૨૦૦૦ સભ્યોના બનેલા સિનિયર વીમેન ફૉર ક્લાઈમેટ પ્રોટેક્શન એ સંગઠનની સભ્ય છે. આ સંગઠને જીવાશ્મ ઈંધણ બાળવાથી અને અન્ય સ્રોતોમાંથી ફેલાતા ગ્રીન હાઉસ ગૅસના ઉત્સર્જનને અંકુશમાં નિષ્ફળ સ્વિસ સરકાર સામે યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઈટ્સમાં દાવો દાખલ કર્યો હતો.
यह कहानी Chitralekha Gujarati के May 06, 2024 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Listen
Translate
Change font size