ખેતરોથી વિખૂટા પડ્યાની સજા
Chitralekha Gujarati|May 06, 2024
આપણા માનસિક સુખ અને પ્રકૃતિ સાથે સીધો સંબંધ છે. ચાહે અમરેલીનો ખેડૂત હોય કે અંધેરીનો નોકરિયાત, એ કાયમ પ્રકૃતિ સાથે જોડાયેલો રહેવા મથે છે. ખેડૂતને સગવડ છે એટલે ઘરઆંગણે તોતિંગ ઝાડ રોપી શકે છે અને નોકરિયાત મજબૂર છે એટલે વન બીએચકેના ફ્લૅટમાં કૂંડામાં છોડ વાવે છે.
રાજ ગોસ્વામી
ખેતરોથી વિખૂટા પડ્યાની સજા

ર્યાવરણની ગ્રેટા ઈફેક્ટ...

એ ૧૧ વર્ષની હતી. સ્ટૉકહોમની સ્કૂલમાં શિક્ષકે એને એક વિડિયો ક્લિપ બતાવી હતી. વિડિયો આર્કટિક મહાસાગરની આસપાસ અત્યંત વિપરીત મોસમ અને પૂરમાં ભૂખે મરી રહેલા પોલર રીંછ અંગેનો હતો. છોકરી ખિન્ન થઈ ગઈ. એ પર્યાવરણના બગાડ અને એની અસરોથી ગભરાઈ ગઈ. એણે બોલવાનું બંધ કરી દીધું, ખાવાનું ઓછું કરી દીધું, એનું વજન ઘટી ગયું. એને થતું હતું, કોઈ આ જોખમની વાત કેમ નથી કરતું? એ ડિપ્રેશનમાં આવી ગઈ હતી.

એના પિતાએ આશ્વાસન આપ્યું કે બધું ઠીક થઈ જશે, પરંતુ એમને પણ જેમ જેમ જળવાયુ સંકટની ખબર પડવા લાગી તેમ તેમ લાગવા માંડ્યું કે એમનું આશ્વાસન ઠાલું છે.

દીકરીનું એ ડિપ્રેશન લાંબું ચાલ્યું. દીકરીને સારું લાગે એટલા માટે પરિવારે પર્યાવરણને નુકસાન થાય એવી આદતો બદલવાનું શરૂ કર્યું. એમણે માંસ ખાવાનું બંધ કર્યું, ઘરની છત પર સોલાર મૅનલ્સ લગાવી, જાતે જ શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું અને અંતતઃ વિમાનમાં બેસવાનું ત્યજી દીધું.

આ બધું પર્યાવરણ બચાવવા માટે નહોતું, પણ દીકરીને બચાવવા માટે હતું. ધીમે ધીમે છોકરી ફરી બોલતી થઈ અને ખાવા લાગી. એ એસ્પર્સિ સિન્ડ્રોમ નામની વિકાસલક્ષી બીમારીથી પીડાતી હતી અને બાકી લોકોની જેમ પર્યાવરણની મોકાણના સમાચારોને સામાન્ય રીતે પ્રોસેસ કરી શકતી નહોતી. હું દુનિયાને બ્લૅક ઍન્ડ વ્હાઈટમાં જ જોઉં છું અને મને એમાં બાંધછોડ કરવાનું ગમતું નથી. એમ એણે કહ્યું હતું.

એનું નામ ગ્રેટા થુનબર્ગ છે. આજે એ ૨૧ વર્ષની છે અને જળવાયુ પરિવર્તન બાબતે સાર્વજનિક જાગૃતિ ફેલાવવા માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. એના એ પ્રયાસને ગ્રેટા ઈફેક્ટ કહેવાય છે.

બે અગત્યના સમાચાર છેઃ

૨૦૨૨માં સ્વિત્ઝરલૅન્ડમાં હીટવેવને કારણે ૮૫ વર્ષની મેરી ઈવ વોલ્કોફ નામની મહિલાને અઢી મહિના સુધી એના ઘરમાં ભરાઈ રહેવું પડ્યું હતું. એને કારણે એનાં રોજબરોજનાં કામમાં અસર પડી હતી. મેરીએ એને ક્લાઈમેટ લૉકડાઉન ગણાવ્યું હતું. મેરી ૨૦૦૦ સભ્યોના બનેલા સિનિયર વીમેન ફૉર ક્લાઈમેટ પ્રોટેક્શન એ સંગઠનની સભ્ય છે. આ સંગઠને જીવાશ્મ ઈંધણ બાળવાથી અને અન્ય સ્રોતોમાંથી ફેલાતા ગ્રીન હાઉસ ગૅસના ઉત્સર્જનને અંકુશમાં નિષ્ફળ સ્વિસ સરકાર સામે યુરોપિયન કોર્ટ ઑફ હ્યુમન રાઈટ્સમાં દાવો દાખલ કર્યો હતો.

Esta historia es de la edición May 06, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

Esta historia es de la edición May 06, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 8500 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
નયા હિંદુસ્તાન... નયા સિનેમા!
Chitralekha Gujarati

નયા હિંદુસ્તાન... નયા સિનેમા!

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે એક નજર ઈલેક્શન્સ પહેલાં આવેલી અને હવે આવનારી કેટલીક પોલિટિકલ ફિલ્મો પર.

time-read
7 minutos  |
May 06, 2024
સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..
Chitralekha Gujarati

સ્રી નેતૃત્વમાં પાછળ પડે છે, કારણ કે..

સંસદમાં મહિલા અનામતની વાત થાય છે, પણ ચૂંટણીમાં પૂરતું પ્રતિનિધિત્વ કેમ મળતું નથી?

time-read
3 minutos  |
May 06, 2024
સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?
Chitralekha Gujarati

સ્તનપાનઃ આ આવડત રામત્કારિક રીતે પ્રક્ટ ન થાય તો?

માતા અને બાળક વચ્ચે ભાવનાત્મક સંબંધ બાંધી આપે છે બ્રેસ્ટ ફીડિંગ.

time-read
3 minutos  |
May 06, 2024
હું અમદાવાદની રિક્ષાવાળી...
Chitralekha Gujarati

હું અમદાવાદની રિક્ષાવાળી...

પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કરનારી અમદાવાદી યુવતી પતિનો સ્નેહ-સથવારો છૂટ્યા પછી એના પગલે ચાલવા માટે રિક્ષાચાલક બની. એની આ સંઘર્ષભરી સફર બીજી મહિલાઓને પણ નવી દિશા સૂચવે એવી છે.

time-read
5 minutos  |
May 06, 2024
વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર
Chitralekha Gujarati

વિકાસયાત્રા સામે કપરાં ચઢાણ બનતા વૈશ્વિક પડકાર

૨૦૧૪ પછીના દાયકામાં મોદી સરકારે આર્થિક, સામાજિક અને રાજકીય મોરચે ઘણી સફળતા પ્રાપ્ત કરી, હવે ચૂંટણી બાદ મોદી સરકાર જ પાછી સત્તા પર આવવાની આશા-વિશ્વાસ ભલે ઊંચાં રહ્યાં, પણ આપણી પ્રગતિમાં અંતરાય આવવાના જ છે.

time-read
2 minutos  |
May 06, 2024
ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો
Chitralekha Gujarati

ડી. ગુકેશઃ વિશ્વ શતરંજનો નવો સિતારો

ચેસની રમતના વર્લ્ડ ચૅમ્પિયનને પડકાર આપે એવા ખેલાડીને શોધવા માટે થતી સ્પર્ધાના ભારતીય વિજેતાને ઓળખી લો.

time-read
2 minutos  |
May 06, 2024
સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!
Chitralekha Gujarati

સુરતઃ ચૂંટણી ભલે ન થાય, પ્રચારસામગ્રી તો અમારી જ!

લોકસભા ઈલેક્શન સુરતની કાપડબજારને કરાવશે કરોડોનો વકરો.

time-read
2 minutos  |
May 06, 2024
અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!
Chitralekha Gujarati

અમારે ગામને સ્માર્ટ નહીં, નંદનવન બનાવવાં છે!

સમસ્ત મહાજનના ગિરીશભાઈનો સંકલ્પ... પ્રાચીન ભારતમાંનાં ગામો સ્વાવલંબી અને તંદુરસ્ત હતાં અને એ મંત્રના આધારે ગુજરાતનાં ત્રણ ગામોનો મોડેલ ગામ તરીકે વિકાસ કરાયો છે. ત્યાંનો ગાંડો બાવળ સાફ કરાયો છે, જળાશયોમાંથી કાંપ કાઢી એને ઊંડાં કરાયાં છે, નવાં ગોચર ઊભાં કરાયાં છે અને હા, ચાર હજાર દેશી વૃક્ષોનું રોપણ પણ કરાયું છે. આનાં પરિણામ એકદમ સકારાત્મક જોવા મળી રહ્યાં છે.

time-read
4 minutos  |
May 06, 2024
મને માફ કરો...આઈ ઍમ સૉરી...
Chitralekha Gujarati

મને માફ કરો...આઈ ઍમ સૉરી...

જાણતાં-અજાણતાં થયેલા મન દુભાવનારા વાણી-વ્યવહાર માટે માફી માગી લેવાની અને આપવાની પરંપરા હજીય જીવંત છે. બીજી બાજુ, અમુક લોકો સ્વાર્થી હેતુસર કે પ્રતિપક્ષને અપમાનિત કરાવવા માફી મગાવવાની જીદ લે છે. આવો, જાણીએ માફીનામાની રસપ્રદ વાતો.

time-read
5 minutos  |
May 06, 2024
તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર
Chitralekha Gujarati

તકલીફને તકમાં બદલીને કર્યો છે પ્રમહાર

આઝાદીનાં આરંભનાં વર્ષોમાં ભારતીયોએ અનેક ફૂલગુલાબી સપનાં જોયાં. કમનસીબે એ વખતે આપણો પનો ટૂંકો પડ્યો. હવે જો કે લોકોને ફરી આશા બંધાઈ છે. એક નવી ઉમ્મીદ સાથે નવી સવાર પડી છે.

time-read
5 minutos  |
April 29, 2024