कोशिश गोल्ड - मुक्त
કશ્મીરમાં આ વર્ષે બરફની અછત કેમ?
Chitralekha Gujarati
|February 12, 2024
હિમાલયના ઘણાખરા વિસ્તારોમાં હિમવર્ષા એના સમયપત્રકથી બે મહિના મોડી થઈ અને પરિણામે શમ્મી કપૂરની જેમ ‘યા હૂં...’ના રાગડા તાણીને બરફમાં નાચવાની હજારો સહેલાણીઓની મુરાદ આ વર્ષે પૂરી ન થઈ. એને લીધે પર્યટકોએ આનંદ અને સ્થાનિકોએ રોજગાર તો ગુમાવ્યો, પણ વિજ્ઞાનીઓ ચિંતામાં પડી ગયા, કારણ કે બરફના દુકાળ પાછળ ક્લાઈમેટ ચેન્જ મોટા કારણ તરીકે ઊપસી આવ્યું છે.
ગુલમર્ગ, સોનમર્ગ, પહેલગામ, મનાલી, શિમલા, મસુરી... આ બધાં ભારતનાં એ ગિરિમથકોનાં નામ છે જ્યાં દર વર્ષે સેંકડો સહેલાણીઓ બરફવર્ષાનો આનંદ ઉઠાવવા જાય છે. દર વર્ષે આ હિલસ્ટેશન્સ પર નવેમ્બર-ડિસેમ્બરથી જ બરફ પડવાની શરૂઆત થઈ જતી હોય છે, પણ આ વર્ષના શિયાળામાં અહીં જાણે બરફનો દુકાળ પડ્યો. કશ્મીરના ગુલમર્ગમાં હજી હમણાં થોડા દિવસ અગાઉ એટલે કે દર વર્ષના નિર્ધારિત સમય કરતાં બે મહિના મોડો બરફ પડવાનું શરૂ થયું છે. હિમવર્ષા થવી એ કુદરતી પ્રક્રિયા છે અને દર વર્ષે એ પોતાના સમય અનુસાર થવી જોઈએ, પણ આ રીતે સાવ બરફ વગરનો શિયાળો વીતે એ તો ચિંતાનો વિષય છે ઉપરાંત આ ઘટનાને કારણે પ્રવાસીઓમાં પણ કુદરત દ્વારા છેતરાયાની લાગણી જોવા મળી છે.
પ્રાકૃતિક રીતે શિયાળામાં ઘણી જગ્યાએ વરસાદ થતો હોય છે અને અતિશયઠંડી હોવાને કારણે વરસાદનાં ટીપાં ધરતી સુધી પહોંચતાં સુધીમાં બરફના કણમાં પરિવર્તિત થઈ જાય છે. પરિણામે આપણે એને સ્નો-ફૉલ (બરફવર્ષા) તરીકે ઓળખીએ છીએ. યુરોપ, અમેરિકા અને એશિયામાં પણ અનેક સ્થળ આ પ્રકારની બરફવર્ષા માટે પ્રખ્યાત છે અને હજારો પર્યટકોને આકર્ષે છે.
ભારતમાં પ્રવાસીઓનાં ઝુંડનાં ઝુંડ સ્નો-ફૉલનો આનંદ ઉઠાવવા કશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં ધામા નાખે છે, પણ આ વર્ષે બરફમાં આળોટવાની, બરફના ગોળા બનાવી એકબીજાના માથે ફેંકવાની ઘણા લોકોની ઈચ્છા મનમાં જ રહી ગઈ. પ્રકૃતિનું આ નવું અને દેખીતી રીતે થોડું અજાણ્યું પાસું જોવા મળ્યું એની પાછળ ક્લાઈમેટ ચેન્જ એટલે કે ઋતુપલટાની સમસ્યા જવાબદાર છે.
यह कहानी Chitralekha Gujarati के February 12, 2024 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Chitralekha Gujarati से और कहानियाँ
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Listen
Translate
Change font size

