कोशिश गोल्ड - मुक्त
કોઈ કલમ કે કાયદો મહાપ્રશ્ન બને એ પહેલાં...
Chitralekha Gujarati
|December 25, 2023
જમ્મુ-કશ્મીરને નોખો દરજ્જો આપતી બંધારણની જોગવાઈ નાબૂદ કરવાનું મોદી સરકારનું પગલું સર્વોચ્ચ અદાલતે માન્ય રાખ્યું છે. આ જોગવાઈ હોવાથી કશ્મીરનું કંઈ ભલું થયું નથી અને એ રદ થયા પછી પણ કશ્મીરને કોઈ નુકસાન થયું નથી. રાજકીય પક્ષો અને પ્રજાની અસ્મિતા સાથે જોડી દઈ રમત રમતાં રહ્યા એ સિવાય એનો કોઈ ખપ હતો પણ નહીં.
શ્રીનાગરમાં સુરક્ષા બંદોબસ્તઃ હવે સ્થિતિમાં શું ફરક પડશે?
સમસ્યાને અવગણવાથી એનો ઉકેલ આવતો નથી. કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ લાવવું હોય તો સૌ પહેલાં તો એ માટે દાનત અને દઢ નિર્ણયશક્તિ જોઈએ. ખોરા ટોપરા જેવી દાનત હોય તો કંઈ ન થાય.
આપણી માનસિકતા એવી છે કે કડવા થઈને કોઈ નિર્ણય લેવા નહીં. રખે, કોઈને ખોટું લાગી જાય. સમસ્યાના નામે ભલે ચોળીને ચીકણું થતું રહે. અનામતપ્રથા આવી એક સમસ્યા છે. બંધારણે એના અમલનાં ફક્ત દસ વર્ષ સુધી શૈક્ષણિક સંસ્થા તથા સરકારી નોકરીમાં ચોક્કસ વર્ગો માટે કેટલીક શરતોને આધીન અમુક બેઠકો અનામત રાખવા સૂચવ્યું હતું. થયું છે એવું કે દસ નહીં, આજે સિત્તેર વર્ષ પછી પણ અનામતપ્રથા યથાવત્ છે. એ નાબૂદ થવાને બદલે ઠેર ઠેર અનામતની માગ થઈ રહી છે.
જમ્મુ-કશ્મીરને ભારતનાં બીજાં રાજ્યોથી અલગ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦નું પણ અનામતની જોગવાઈ જેવું જ હતું. એ એક હંગામી કે કામચલાઉ કહી શકાય એવું પ્રાવધાન હતું. બંધારણમાં એનો સમાવેશ કરવામાં આવ્યો ત્યારે ત્યાં સ્થિતિ પ્રવાહી હતી. લડાખ સહિતના આખા જમ્મુ-કશ્મીરનો ગણીએ તો પણ ત્રીજા ભાગ કરતાં વધુ હિસ્સો પાકિસ્તાને પચાવી પાડ્યો હતો. અલગ મજહબના નામે પાકિસ્તાન દેશ નોખો બન્યો હતો. એ વખતે બહુમતી મુસ્લિમ પ્રજાની લાગણી અને હિંદુ રાજાની માગણી સાચવી લેવાની ગણતરીએ જમ્મુ-કશ્મીરને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો. એ અંતર્ગત જમ્મુ-કશ્મીરને પોતાનું અલાયદું બંધારણ ઘડવાની અને એનો વેગળો ધ્વજ રાખવા સહિતની સત્તા હતી. આવી ઔર એક જોગવાઈ (કલમ 35-A) દ્વારા જમ્મુ-કશ્મીરની વિધાનસભાને કાયમી રહેવાસીઓ ઠેરવવાની અને એમના વિશેષ અધિકારોની વ્યાખ્યા બાંધવાની છૂટ પણ હતી.
જોગવાઈ કાયમી નહોતી એનો અર્થ એ કે રહેતે રહેતે જમ્મુ-કશ્મીરનો વિશેષ દરજ્જો કાઢી લઈ એને દેશનાં બીજાં રાજ્યોની કક્ષાએ જ લાવવાનું હતું. કોઈ કારણસર એ શક્ય બન્યું નહીં અને પરિણામે ૩૭૦ની નાબૂદી એ એક રાજકીય મુદ્દો બની ગયો.
यह कहानी Chitralekha Gujarati के December 25, 2023 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Chitralekha Gujarati से और कहानियाँ
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Translate
Change font size

