कोशिश गोल्ड - मुक्त
સગીર બાળકો આભાસી દુનિયામાં સહારો શોધે ત્યારે..
Chitralekha Gujarati
|April 03, 2023
દરેક સમસ્યાનો ઈલાજ સોશિયલ મિડિયા પર નથી એ આજની જનરેશનને સમજાવશે કોણ?

દરેક મનુષ્યને ટોળાની સુરક્ષા સાથે પોતાની વ્યક્તિગત ઓળખ પણ ઊભી કરવી હોય છે. આ વર્તન સામાન્ય અને સાહજિક છે, પણ એ સામાન્ય મનસા વ્યક્તિની ક્ષમતા બહારની મહત્ત્વાકાંક્ષામાં પરિવર્તન પામે ત્યારે સમસ્યા ઊભી થઈ શકે. મહત્ત્વાકાંક્ષા રાખવામાં કશું ખોટું નથી, પણ એ સપનાં પૂરાં કરવા માટે તમે જે જોખમ ખેડવા તૈયાર થયા છો એ કેટલું મોટું છે એનો અંદાજ હોવો જરૂરી હોય છે.
થોડા દિવસ પહેલાંનો આ કિસ્સો. નવમા-દસમા ધોરણમાં ભણતી એક છોકરીએ એના પપ્પાના ફોનમાં પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવ્યું. પિતાનો ફોન હાથમાં આવે ત્યારે એ પોતાના ફોટોગ્રાફ્સ અપલોડ કર્યા કરે. એક દિવસ કોઈ અજાણ્યા એકાઉન્ટમાંથી એને મેસેજ આવ્યો કે ફોલોઅર્સ વધારવા હોય તો ફલાણા-ઢીંકણા બૅન્ક ખાતામાં અમુક રકમ જમા કરાવીશ તો સામે અમુક હજાર ફોલોઅર્સ વધારી આપીશું.
૧૪-૧૫ વર્ષની કાચી ઉંમરની છોકરીએ સોશિયલ મિડિયા પર ફોલોઅર્સ વધારવાની લાલચમાં આવી જઈને ટુકડે ટુકડે પેલા બૅન્ક એકાઉન્ટમાં પૂરા પંચાવન હજાર રૂપિયા જમા કરાવી દીધા. દીકરીના પિતાએ પોતાના એકાઉન્ટનું બૅલેન્સ ચેક કર્યું અને દીકરીને પૂછપરછ કરી ત્યારે એમને આખા પ્રકરણની ખબર પડી. આ કિસ્સામાં નથી થયું, પરંતુ આવા ઘણા કિસ્સામાં સગીર દીકરી કે દીકરાએ ઠપકો મળવાના ડરે આત્મહત્યા સુદ્ધાં કરી લીધા હોવાના દાખલા છે.
यह कहानी Chitralekha Gujarati के April 03, 2023 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
Chitralekha Gujarati से और कहानियाँ

Chitralekha Gujarati
બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી
ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
બીમારી કે બીમાર હોવાનું નાટક
આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!
ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય
જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.
2 mins
October 13, 2025

Chitralekha Gujarati
કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન
ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ
સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.
6 mins
October 13, 2025

Chitralekha Gujarati
શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ
શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.
5 mins
October 13, 2025

Chitralekha Gujarati
અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...
આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..
કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.
3 mins
October 13, 2025

Chitralekha Gujarati
હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...
જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.
5 mins
October 13, 2025
Translate
Change font size