कोशिश गोल्ड - मुक्त
સારાન્વેષ
ABHIYAAN
|Abhiyaan Magazine 21/06/2025
ચિનાબ સેતુ : આભને આંબતી સિદ્ધિ
હિમાલયની ગોદમાં ચંદ્ર અને ભાગા નદીઓ એકબીજામાં વિલીન થઈને ચંદ્રભાગા નદી સર્જે છે. એનું જળ કાળાશ પડતું હોવાથી વેદકાળમાં એનું નામ ‘અસિક્તિ’ અર્થાત્ ‘શ્વેત નહીં એવું’ પડ્યું હતું. વર્તમાનમાં એનું પ્રચલિત નામ છે ચિનાબ. જમ્મુના રિયાસીમાં આ ચિનાબ પ૨ આજે વિશ્વનો સૌથી ઉત્તુંગ અને શાનદાર રેલ સેતુ નિર્માણ પામીને દેશની સેવા માટે તૈયાર છે. ૬ જૂનના રોજ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કરી, ધ્વજ લહેરાવીને વંદે ભારત ટ્રેન ત્યાંથી પસાર કરાવી હતી. કાશ્મીર ખીણનું બાકીના ભારત સાથે રેલ સંધાન થવું એ રાષ્ટ્રીય એકતા અને વિકાસની દિશામાં એક સીમાચિહ્નરૂપ ઘટના છે. છેક બારામુલ્લા જેવા સરહદી વિસ્તારને જમ્મુ સુધી જોડતા રેલમાર્ગમાં ચિનાબ સેતુ એક અગત્યની કડી બન્યો છે. કૌરી કૌડી અને બક્કલ નામક ગામો વચ્ચેની ઊંડી ખાઈમાં વહી જતી ચિનાબ પરનો આ પુલ ઉધમપુરશ્રીનગર-બારામુલ્લા રેલ લિન્ક(USBRL)નો એક મહત્ત્વનો હિસ્સો છે.
દુષ્કર ભૂપ્રદેશ, ઊંચાઈ પરની નિર્દય આબોહવા અને અતિ દુર્ગમ વિસ્તાર હોવાને કારણે આ પડકારજનક પ્રકલ્પ પૂર્ણ કરવામાં વર્ષો લાગ્યાં. પહેલાં ત્યાં ખીણ પાસેની સાઇટ પર ફક્ત ખચ્ચરથી જ જઈ શકાતું. સાધનો, બાંધકામની સામગ્રીઓ, કારીગરો, ઇજનેરો વગેરેને લઈ જવા માટે ૨૬ કિલોમીટરની નવી સડક બનાવવામાં આવી, જેમાં વચ્ચે સો મીટર લાંબી ટનલનો પણ સમાવેશ થાય છે. અંદાજે ૭૦% શ્રમિકો આસપાસના વિસ્તારમાંથી આવતા હતા, જેમને ખાસ તાલીમ પણ અપાઈ. આ પહેલાં કૌરી અને બક્કલ ગામમાં છોકરાઓનાં લગ્ન ઘણી મુશ્કેલીથી થતાં. કોઈ પોતાની દીકરી ત્યાં આપવા તૈયાર ન થતું. ચિનાબ સેતુને કારણે બંને ગામની એ સમસ્યા પણ ઉકેલાઈ ગઈ! મહત્તમ સ્થાનિક શ્રમિકોના પરિશ્રમથી આ કાર્ય થયું હોવાથી એમના માટે પણ ચિનાબ સેતુ હંમેશને માટે ગર્વ લેવાની બાબત બની રહેશે. ઉપરાંત એમની એ ભાવના ભવિષ્યમાં સેતુની સુરક્ષાના વિષયમાં એમને સજાગ રહેવા પ્રેરશે.
यह कहानी ABHIYAAN के Abhiyaan Magazine 21/06/2025 संस्करण से ली गई है।
हजारों चुनिंदा प्रीमियम कहानियों और 10,000 से अधिक पत्रिकाओं और समाचार पत्रों तक पहुंचने के लिए मैगज़्टर गोल्ड की सदस्यता लें।
क्या आप पहले से ही ग्राहक हैं? साइन इन करें
ABHIYAAN से और कहानियाँ
ABHIYAAN
તેણે મને સાઁરી સુદ્ધાં નથી કહ્યું... ગાયક અભિજિત ભટ્ટાચાર્ય શા માટે ખડ઼ા છે શાહરુખ ખાનથી?
અભિજિત અને શાહરુખ વચ્ચેનો વિવાદ 2004માં આવેલી ફિલ્મ “મૈં હૂં ના’ના ઍન્ડ ક્રેડિટ્સથી શરૂ થયો હતો. શું હતો આખો મામલો?
2 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
‘લાઈફ઼ થોડી ચિલ યહાં’: સમભાવ મીડિયાના ‘લાફ્ટર એકએમ’નું ધમાકેદાર લૉન્ચિંગ
અમદાવાદ ખાતે લાફ્ટર એફએમના લૉન્ચ પ્રસંગે હાસ્યનો અનોખો માહોલ સર્જાયો હતો. મનન દેસાઈએ પોતાના જીવનના રસપ્રદ અનુભવો રજૂ કરીને હાજર લોકોને હસાવ્યા હતા. તેમણે ફિલ્મોના ડબિંગ આર્ટિસ્ટ વિશેની મજેદાર વાતો સાથે લગ્નજીવનના અનુભવોને પણ રમૂજી અંદાજમાં રજૂ કર્યા હતા. અનુભવસિંહ બસ્સીએ પણ પોતાના આગવા અંદાજથી સળંગ એક કલાક સુધી પ્રેક્ષકોને હસાવ્યા હતા.
1 min
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
જગતની ગત ન્યારી
એમેઝોન નદી પર એક પણ પુલ નથી
1 min
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
પુરુષમાં પણ પાંગરતો માતૃત્વ ભાવ!
સંતાનનું લંચ બૉક્સ પૅક કરતાં પુરુષની આંગળીઓમાં જે ચીવટ આવે છે, એ માતૃત્વના ભાવની ઓળખ છે. દીકરીની વિદાયની ક્ષણ આવે ત્યારે પહાડ જેવા પુરુષના આંખમાંથી જે ટપકવા લાગે છે, એ માતૃત્વનું ઝરણું જ છે ને!
3 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
જગતની ગત ન્યારી
આપમેળે નાશ પામે એવા પ્લાસ્ટિકની શોધ
1 min
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
ધરપકડ
'ધરપકડ' માં ડિજિટલ અરેસ્ટ ઉપરાંત પિતા-પુત્ર વચ્ચેના પ્રેમની પણ વાત છે: અનીશ શાહ
2 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
પ્રવાસન
લદ્દાખ પર્વતમાળાથી ઘેરાયેલી સ્પિતુક મોનેસ્ટી એટલે તિબેટન બુદ્ધિઝમનાં રંગો-ઉમંગો,ભીંતચિત્રો,પ્રતિમાઓ, મંત્રોચ્ચાર-મહોશંઓ અને સ્તૂપોથી સભર બૌદ્ધ મઠ
5 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
નીરખને ગગનમાં...
રૂપાના તારમાં ગૂંથાયેલી સૌન્દર્ય કથા : રૂ૫ા તારાકસી કલા
7 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
એક અહિંસક ‘ગન’-લગન!
તમારો ભાઈબંધ શહીદથઈ રહ્યો છે, એમને...?
5 mins
SambhaavMETRO 16-05-2026
ABHIYAAN
કચ્છમાં ઍડવેન્ચર અને ઋતુ આધારિત પ્રવાસન વિકસી શકે
દરિયો, ડુંગર અને રણ ધરાવતા કચ્છમાં પ્રવાસન વિકસી જરૂર રહ્યું છે, પરંતુ તેમાં અનેક પાસાંને વણદેખ્યાં કરી દેવાયાં છે. જો યુવાનોની સાહસિકતાને પ્રોત્સાહિત કરતા પ્રવાસનને વધુ સુરક્ષિત બનાવાય અને સારી રીતે તેનો પ્રચાર-પ્રસાર થાય તો પ્રવાસનના અનેક નવા આયામો ખીલી શકવાની શક્યતા છે.
5 mins
SambhaavMETRO 16-05-2026
Listen
Translate
Change font size
