Facebook Pixel યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો... | Chitralekha Gujarati - news - Lisez cet article sur Magzter.com
Passez à l'illimité avec Magzter GOLD

Passez à l'illimité avec Magzter GOLD

Obtenez un accès illimité à plus de 9 000 magazines, journaux et articles Premium pour seulement

$149.99
 
$74.99/Année

Essayer OR - Gratuit

યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...

Chitralekha Gujarati

|

June 03, 2024

ક્યારે ખાવ છો, શું ખાવ છો અને ભૂખ લાગે ત્યારે જ ખાવ છો... આ બધું જરૂરી છે સ્વાસ્થ્ય જાળવવા માટે.

- હિરવા ભોજાણી

યોગ્ય સમયે યોગ્ય આહાર માટે મનને કેળવો...

સ્વાસ્થ્ય જાળવવા માટેની મુખ્ય ચાવી પોષણયુક્ત આહાર છે. તમે તમારી દિનચર્યા બરાબર જાળવો અને પોષક આહાર લો તો તમારું સ્વાસ્થ્ય જળવાઈ રહેશે એ નક્કી છે, પરંતુ જંક ફૂડના આ જમાનામાં પોષણ જાળવી રાખવું થોડું મુશ્કેલ થઈ ગયું છે. મોટા ભાગના માણસો રોજિંદી ઘટમાળમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે સપ્તાહમાં બે-ચાર વખત ઘરના સાત્ત્વિક ખોરાકની જગ્યાએ એ બહારના, તાજા અને પૌષ્ટિક પણ ના હોય (ટૂંકમાં, મહદંશે બિનઆરોગ્યપ્રદ હોય) એવો આહાર લે છે. એના પરિણામે નાની ઉંમરે ડાયાબિટીસ જેવી વ્યાધિનું જોખમ વધતું જાય છે.

દિવસ દરમિયાન તમે જે પણ આહાર લો, એની પસંદગી સમજી-વિચારીને કરવી જોઈએ. મૂળ તો તમે જે પણ ખાદ્ય પદાર્થ લો એનાં સારાં-નરસાં પાસાં વિશે માહિતગાર હો એ જરૂરી છે, કારણ કે એ સજાગતાથી જ તમે તમારા શરીરને જાળવી શકો છો. એ ઉપરાંત, આહારનો સ્વાદ અને સંતોષ પણ મેળવી શકો છો.

આહાર લેતી વખતે પણ તમારું પૂરતું ધ્યાન ખોરાક પર હોવું જરૂરી છે અને આથી જ ટીવી જોતાં જોતાં, ફોનમાં વાત કરતાં કરતાં કે કમ્પ્યુટરનો ઉપયોગ કરતાં કરતાં જમવું ન જોઈએ. આવી આદતથી તમે જે ખોરાક લઈ રહ્યા છો એની ગુણવત્તા તેમ જ માત્રામાં પણ ધ્યાન આપી શકતા નથી, જે ભવિષ્યમાં વજન પણ વધારી શકે છે. આ આદત ચાલુ રહી તો વજન વધવાને કારણે મોટી ઉંમરે તમારું શરીર ઘણાય રોગ નોતરી શકે છે એટલે સામાન્ય લાગતી આ આદતને થોડી ગંભીરતાથી લેવી જરૂરી છે. આખરે તંદુરસ્તી તમારા હાથમાં જ છે.

PLUS D'HISTOIRES DE Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એમના વિરોધનું કારણ સમજો...

શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.

time to read

4 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આમાં કોનો વાંક છે?

હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?

time to read

2 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.

time to read

1 min

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિંહો ફરી રોગચાળાના સકંજામાં...

એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર

સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...

ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શું તમે ઓશિયાળા છો?

ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –

time to read

2 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?

સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત

અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.

time to read

1 min

15 June, 2026

Listen

Translate

Share

-
+

Change font size