Essayer OR - Gratuit
ન્યુ ઈન્ડિયાનો આ છે નવો લાલ કિલ્લો!
Chitralekha Gujarati
|August 21, 2023
આઝાદી મળી ત્યારથી દર સ્વાતંત્ર્ય દિને વડા પ્રધાન જે સ્થળેથી રાષ્ટ્રજોગું પ્રવચન કરે છે એ લાલ કિલ્લો અત્યાધુનિક એઆર ટેક્નોલૉજી આધારિત સાઉન્ડ ઍન્ડ લાઈટ શો તથા ઈન્ટરઍક્ટિવ ગૅલરીના પ્રદર્શન સાથે ખરા અર્થમાં ‘જોવાલાયક’ બન્યો છે.
૧૫ ઓગસ્ટ આવી ગઈ છે. સ્વાતંત્ર્ય દિવસની આ સવારે દેશઆખાનું ધ્યાન એક જ જગ્યા પર હોય છેઃ દિલ્હીનો લાલ કિલ્લો. ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ દેશના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ લાલ કિલ્લાના લાહોરી ગેટ પરથી તિરંગો ફરકાવ્યો ત્યારથી લઈને આજ સુધી આ ઐતિહાસિક દિવસે, આ ઐતિહાસિક સ્થળે વડા પ્રધાન તિરંગો ફરકાવે છે અને રાષ્ટ્રજોગ સંબોધન કરે છે.
જો કે સ્વતંત્ર ભારતનાં સાર્વભૌમત્વ અને સત્તાનું પ્રતીક બની રહેલા આ લાલ કિલ્લાનું મહત્ત્વ ફક્ત આટલું જ નથી. પાંચમા મુગલ સમ્રાટ શાહજહાંએ સત્તરમી સદીમાં, ઈસવી સન ૧૬૩૮માં પોતાની રાજધાની આગ્રાથી દિલ્હી ખસેડી અને ૧૬૩૯માં લાલ કિલ્લાનું નિર્માણ શરૂ કર્યું એ પછીથી એ મુગલ શાસન અને મુગલ સ્થાપત્યનું પ્રતીક બની રહ્યો, પણ બ્રિટિશરાજમાંથી આપણી મુક્તિ પછી ઈતિહાસ-સ્થાપત્યના સંશોધકો-વિદ્વાનોની સાથે સાથે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે પણ એ કાયમ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. દિલ્હીમાં કોઈ ફરવા આવે અને લાલ કિલ્લાની મુલાકાતે ન જાય એવું ન જ બને.
લાહોરી, મોરી, અજમેરી, તુર્કમાન, કશ્મીરી જેવા ગેટ (દરવાજા) ઉપરાંત દીવાન-એ-આમ, દીવાન-એ-ખાસ, તશીબખાના અને બક્ષબાગ જેવાં લાલ કિલ્લાનાં પરંપરાગત આકર્ષણોમાં હવે ઉમેરો થયો છે રેડ ફોર્ટ સેન્ટર અને જયહિંદ સાઉન્ડ-લાઈટ શોનો.
ગયા જુલાઈમાં રેડ ફોર્ટ સેન્ટર અને આ વર્ષની શરૂઆતમાં સાઉન્ડ-લાઈટ શોનું ઉદ્ઘાટન થયા પછી આ પ્રાચીન વિરાસતે જાણે નવાં રંગ-રૂપ ધારણ કર્યાં છે.
વર્ષ ૨૦૧૮માં કેન્દ્ર સરકારે હેરિટેજ સ્થાપત્યોની જાળવણી-સંવર્ધન માટે પ્રવાસન મંત્રાલય અને આર્કિયોલૉજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) સાથે મોન્યુમેન્ટ મિત્ર એવી યોજના બહાર પાડી ત્યારે દિલ્હીસ્થિત જાણીતા ઉદ્યોગ જૂથ દાલમિયા ભારતને લાલ કિલ્લાની જાળવણી-સંવર્ધનનું કામ મળેલું. એ વખતે નરેન્દ્ર મોદી સરકાર હવે દેશની કીમતી ધરોહર ખાનગી ઉદ્યોગોને વેચી રહી છે એ મતલબનો બહુ મોટો વિવાદ પણ થયેલો.
Cette histoire est tirée de l'édition August 21, 2023 de Chitralekha Gujarati.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Chitralekha Gujarati
Chitralekha Gujarati
દીકરા માટે હજી આટલો દુરાગ્રહ કેમ?
લૈંગિક ભેદભાવ નાબૂદ કરવાની સહિયારી જવાબદારી છે શિક્ષિત સ્ત્રી-પુરુષોની... અને સમાજની.
3 mins
May 04, 2026
Chitralekha Gujarati
મુખવાસ
માય નેમ ઈઝ સ્પાઈડરમૅન
1 mins
May 04, 2026
Chitralekha Gujarati
મુખવાસ
અંધેર નગરી ને ગધેડા રાજા
1 mins
May 04, 2026
Chitralekha Gujarati
વિલનનો ટેરર કે ટેડી બેરનો લવ?
નામમાં તે શું બન્યું છે? જો સિત્તેરના દાયકામાં આ નિયમ આવ્યો હોત તો જમ્મી, રાણા, તેજા, દ્વારા કે રાકાનું શું થાત?
2 mins
May 04, 2026
Chitralekha Gujarati
ઉનાળાની રવાડી ટ્રીટઃ મેંગો ડિલાઈટ
ફળોનો રાજા કેરી ઉનાળાની ઋતુનું સૌથી સુંદર નજરાણું છે.
2 mins
May 04, 2026
Chitralekha Gujarati
પાણી નીચે છુપાયેલા યમદૂત
દરિયાઈ સુરંગ માત્ર ૧૫૦૦ ડૉલરમાં તૈયાર થતી એક સી માઈન (સમુદ્રી સુરંગ) ૨૦૦ કરોડ ડૉલરના મહાકાય જહાજને પળવારમાં ડુબાડી શકે છે. આર્થિક અને માનસિક દબાણ ઊભું કરવા માટે વપરાતી આ સુરંગનો ઈતિહાસ ૧૫મી સદીના ચીન સુધી જાય છે. આજે ઈરાન હોર્મઝની ખાડીમાં પાંચ હજાર સુરંગો હોવાનો દાવો કરે છે ત્યારે એને નષ્ટ કરવા માટે ‘માઈન સ્વીપિંગ’ની જટિલ પ્રક્રિયા કેવી છે એ પણ જાણવા જેવું છે.
6 mins
May 04, 2026
Chitralekha Gujarati
આવું શોષણ કદાપિ સહન ન કરો...
જાણીતી આઈટી કંપની ‘ટીસીએસ’માં ઘટેલી કથિત ‘કૉર્પોરેટ જિહાદ’થી એ સવાલ ફરી ઊભો થયો છે કે કામકાજના સ્થળે મહિલાઓ કેમ હજી સુરક્ષિત નથી. ઑફિસમાં તમારી ધાર્મિક શ્રદ્ધા સામે પ્રશ્નચિહ્ન મુકાતાં હોય, તમે વારંવાર છેડતી, યૌનશોષણ, પ્રેમજાળ, બ્લેકમેઈલિંગ, ધર્માંતરણનાં દબાણનો શિકાર બનતાં હો કે પછી અન્ય પ્રકારે શોષણ થતું હોય તો અનેક પ્રકારની સંસ્થાકીય, સરકારી તેમ જ કાયદાકીય યંત્રણાની મદદ ઉપલબ્ધ છે. જરૂર છે ફક્ત તમારા અધિકારોને સ્પષ્ટ રીતે સમજી લેવાની.
4 mins
May 04, 2026
Chitralekha Gujarati
સામયિક નહીં, સંસ્કૃતિ-સંસ્કારસંવેદના!
યાદોના દીવડા, ઉજવણીઓનો ઉજાસ... મુંબઈ-ગુજરાતમાં અમૃત મહોત્સવનાં શ્રેણીબદ્ધ સેલિબ્રેશન સાથે ચિત્રલેખા @ ૭૬
4 mins
May 04, 2026
Chitralekha Gujarati
રોકાણકારોને ફસાવવા કેવા કેવા પેંતરા રચવામાં આવે છે?
શૅરબજારમાં તેજી હોય ત્યારે તો રોકાણકારોને ફસાવવાની-લૂંટવાની પ્રવૃત્તિ એક યા બીજા સ્વરૂપે ચાલતી જ હોય છે, પણ કેટલીક નાની બ્રોકરેજ-ફાઈનાન્સ કંપનીઓ બારે માસ રોકાણકારોને છેતરવાની રમત રમતી હોય છે અને આ માટે આકર્ષક ઑફરો, બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કામ પર લગાડે છે. બસ, પછી શું? સીધા-સાદા રોકાણકારો એમની જાળમાં આવી જાય છે.
2 mins
May 04, 2026
Chitralekha Gujarati
શૈશવ તૈયાર કરશે બાલદોસ્ત
બાળકના ખભે હાથ મૂકી હૂંફ અને હોંકારો આપનારા મિત્રની ખોટ પૂરી કરશે આ પ્રોજેક્ટ.
3 mins
May 04, 2026
Translate
Change font size
