Essayer OR - Gratuit
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
Chitralekha Gujarati
|July 31, 2023
જરત્કારુ યાયાવર હતા. એ એક જ ગામમાં બે રાત ન રોકાતા. આવા સદા ગતિશીલ ઋષિને શોધવા કઈ રીતે? વળી, જરત્કારુ ઉગ્ર તપસ્વી હતા અને ક્યારેય લગ્ન ન કરવા બાબતે એ દૃઢનિશ્ચયી હતા. એમને લગ્ન માટે મનાવવા કઈ રીતે?
તમામ સર્પોને બાળી નાખનારો જનમેજયનો સર્પયજ્ઞ યા તો યોજાય જ નહીં અને યોજાય તો સફળ ન થાય એ માટે શું થઈ શકે એની વિચારણા માટે સર્પોના રાજા વાસુકિએ બેઠક બોલાવી. એ બેઠકમાં છળ, કપટ, પુરોહિતોની હત્યા તેમ જ સ્વયં જનમેજયની હત્યાને લગતાં સૂચનો આવ્યાં, પરંતુ વાસુકિને આ સૂચનો ધર્મયુક્ત ન લાગ્યાં.
નાગરાજ વાસુકિ ભારે ધર્મનિષ્ઠ હતા. એટલે જ તો એ શિવજીના અત્યંત લાડલા બનેલા અને શિવજીના ગળામાં આભૂષણની જેમ વીંટળાઈ રહેવાનું સૌભાગ્ય એમણે મેળવેલું. આ ધર્મનિષ્ઠ વાસુકિ જનમેજયને રોકવા બાબતે મક્કમ હતા, પરંતુ આ કાર્ય યેનકેન પ્રકારેણ નહીં, બલકે સૌનું કલ્યાણ થાય એ રીતે પાર પાડવાનો એમનો આગ્રહ હતો.
અહીં મોહનદાસ ગાંધીનો સત્યાગ્રહ યાદ આવે. લડવાનું ખરું, પરંતુ એવી રીતે લડવાનું, જેથી બન્ને પક્ષને લાભ થાય. ગાંધી પોતાના સત્યાગ્રહ નામના હથિયારને એવી કાલ્પનિક તલવાર સાથે સરખાવતા, જેનાથી લડનારનું પણ ભલું થાય અને જેની સામે લડવામાં આવે એનું પણ ભલું થાય.
– તો છેવટે જ્યારે વાસુકિના સર્પબંધુ એલાપત્રે એવું કહ્યું કે એણે છુપાઈને સાંભળેલી બ્રહ્માજીની વાત મુજબ, ઋષિ જરત્કારુના પુત્રની સમજાવટ જનમેજયને રોકી શકશે ત્યારે વાસુકિને લાગ્યું કે આવું થઈ શકે તો એના જેવું ઉત્તમ બીજું કશું નહીં.
પછી તો આ ઉપાય બાબતે સ્વયં બ્રહ્માજી સાથે વાત કરવાનો અવસર પણ વાસુકિને મળ્યો. થયું એવું કે સમુદ્રમંથન વખતે વાસુકિએ દેવોને મદદ કરી. દેવોને સમુદ્રને વલોવવા માટે પ્રચંડ મંદરાચલને ઘુમાવી શકે એવું નેતરું-દોરડું જોઈતું હતું. એવું સક્ષમ નેતરું બન્યા નાગરાજ વાસુકિ. પછી મંથન થયું. દેવોને અમૃત મળ્યું. આ મહાકાર્યમાં સેવા આપનારા વાસુકિને દેવો બ્રહ્માજી પાસે લઈ ગયા અને એમણે બ્રહ્માજી કહ્યું: ‘આ વાસુકિએ અમને ઘણી મદદ કરી છે. એમના મનમાં એક પીડા છે. આપ એ પીડા દૂર કરવામાં એમને મદદ કરો.’
Cette histoire est tirée de l'édition July 31, 2023 de Chitralekha Gujarati.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Translate
Change font size

