Essayer OR - Gratuit

મેઘના ગિરીશ: માતૃપ્રેમનો અખૂટ દરિયો

Chitralekha Gujarati

|

May 22, 2023

બલિદાની પુત્રની યાદમાં બેંગલુરુનાં એક માતાએ રાષ્ટ્રભક્તિ તથા સૈનિક કલ્યાણનાં કાર્યો માટે ટ્રસ્ટ બનાવ્યું. જવાનોની વિધવા, એમનાં સંતાનો તથા વાલીઓને મળવાપાત્ર લાભ અપાવવા ઉપરાંત ભૂતપૂર્વ સૈનિકોને થાળે પાડવા, વિદ્યાર્થીઓને લશ્કરમાં જોડાવા પ્રોત્સાહિત કરવા જેવાં અનેક કાર્યો આ ટ્રસ્ટ કરે છે. ફોજી પરિવારમાંથી આવતાં આ મહિલાએ દેશરક્ષામાં એમનો પુત્ર અક્ષય તો ગુમાવ્યો, પણ સેવાકીય પ્રવૃત્તિ થકી એમણે દીકરાની યાદને અ-ક્ષય અર્થાત્ અવિનાશી બનાવીને માતૃપ્રેમનો એક અનોખો દાખલો બેસાડ્યો છે. ‘મધર્સ-ડે’ના અવસરે ‘પ્રિયદર્શિની વિશેષ’

- સમીર પાલેજા

મેઘના ગિરીશ: માતૃપ્રેમનો અખૂટ દરિયો

જો અક્ષય, આપણા પરિવારમાં બહુ બધા ફોજી છે, આપણે ઘણી દેશસેવા કરી લીધી. તારામાં આવડત ને બુદ્ધિનો ઢગલો છે. જે ધારીશ એ બની શકીશ, પણ ફોજની જીદ મુકી દે.

અક્ષયે જીદ ન મૂકી. નૅશનલ ડિફેન્સ એકેડેમી (એનડીએ)ની લેખિત પરીક્ષા પાસ કરી. સર્વિસ સિલેક્શન બોર્ડ (એસએસબી)ના ઈન્ટરવ્યૂની રાહ જોતો હતો. એ દરમિયાન એન્જિનિયરિંગની પ્રવેશપરીક્ષા પણ ઉત્તીર્ણ કરી. મમ્મીએ ફરી ફોસલાવ્યો કે કૉલેજમાં સીટ તો લઈ લે, એસએસબીમાં પાસ ન થવાય તો એન્જિનિયરિંગ તો થઈ શકે.

એસએસબીમાં ૧૦૦ ટકા પાસ થઈશ..’  એમ કહીને અક્ષયે એન્જિનિયરિંગમાં પ્રવેશ ન લીધો. એસએસબી ક્લિયર કરીને નૅશનલ ડિફેન્સ એકેડેમી જોઈન કરી. પાસિંગ આઉટ પરેડમાં પુત્રને ફોજીના યુનિફૉર્મમાં જોઈને એના પિતા વિંગ કમાન્ડર ગિરીશ કુમાર તથા માતા મેઘના ગિરીશની છાતી ગજ ગજ ફૂલી ગઈ.

નવ વર્ષ બાદ ૨૯ નવેમ્બર, ૨૦૧૬નો એ ગોઝારો દિવસ..

જમ્મુ-કશ્મીરના નગરોટાના આર્ટિલરી યુનિટમાં ચાર સૈનિકોને માર્યા બાદ આતંકીઓએ બે રેસિડેન્શિયલ મકાનનો કબજો લીધેલો. મેજર અક્ષય ગિરીશને ક્વિક રિસ્પોન્સ ટીમની આગેવાની લેવાનો ઑર્ડર મળ્યો. આતંકીઓ એક પણ નિર્દોષનો જીવ ન લે એ હેતુ હતો. ઉંદર-બિલાડીના ખેલમાં અક્ષયની ટીમે કલાકો સુધી ત્રાસવાદીઓને વ્યસ્ત રાખ્યા. છેવટે આ મૂઠભેડમાં ત્રણ આતંકી માર્યા ગયા, પરંતુ મરણિયા થઈને એમણે ફેંકેલી ગ્રેનેડના વિસ્ફોટને કારણે મેજર અક્ષય પણ વીરગતિ પામ્યા.

પુત્રની શહીદીનાં છ વર્ષ પછી પણ મેઘના ગિરીશ ગળગળા સ્વરે પ્રિયદર્શિનીને કહે છે:

‘અક્ષય આઠમા ધોરણથી જ બેંગલુરુસ્થિત રાષ્ટ્રીય મિલિટરી સ્કૂલમાં ભણવા ચાલ્યો ગયો હતો  સૈનિક સ્કૂલમાં ઍડ્મિશન મેળવવું અઘરું હોય છે, પણ મારા દીકરાએ પ્રવેશપરીક્ષા સહેલાઈથી પાસ કરી હતી. એમ તો એનડીએમાં જોડાયા પછી મિલિટરીમાં નવ વર્ષની કરિયરમાં પણ એનો દરેક પરફોર્મન્સ આલ્ફા કે ઈન્સ્ટ્રક્ટર લેવલનો રહ્યો, જે ઘણો પ્રભાવશાળી કહેવાય. એનડીએમાં જ એણે ઈલેક્ટ્રોનિક એન્જિનિયરિંગની ડિગ્રી લીધી એટલે એની નિમણૂક એન્જિનિયરિંગ બ્રાન્ચમાં થયેલી, પણ દેશ માટે બલિદાન આપવાનો અવસર આવ્યો ત્યારે એ પાછો પડ્યો નહીં.’

PLUS D'HISTOIRES DE Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી લાંબી નહીં ચાલે, પરંતુ કાયમી ઈલાજ જરૂરી

ભારતીય દવાઓ પર અમેરિકી ટેરિફ

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

બીમારી કે બીમાર હોવાનું નાટક

આ વૃત્તિ કુદરતી છે કે માણસ સહાનુભૂતિ મેળવવા દેખાડો કરે છે એ ભેદ સમજવો જરૂરી.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સમસ્યા વજન વધવાની... ને ન વધવાની!

ખાણી-પીણીનાં નિયંત્રણ ઉપરાંત યોગ, પ્રાણાયામ અને કસરતને પણ રોજની આદત બનાવો.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એક પ્રોફેસરના શોખ અને ખોજથી ઊભું થયેલું સંગ્રહાલય

જગાની દૃષ્ટિએ જોશો તો એ નાનું દેખાશે, પણ એની પાછળનું વિઝન મોટું છે. વળી, આ મ્યુઝિયમ એક શૈક્ષણિક સંકુલમાં ઊભું કરાયું છે એ પણ એક વિશેષતા છે.

time to read

2 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

કેન્વાસ પર ખીલવ્યાં શ્રદ્ધાનાં સુમન

ચિત્રકળાનો શોખ એને નાનપણથી. સમય-સંજોગથી કળાક્ષેત્રે શિક્ષણ ન મળ્યું અને કરિયર જુદી દિશામાં ફંટાઈ ગઈ. જો કે ગૃહસ્થીમાં ઠરીઠામ થયાનાં વર્ષો પછી એણે ફરી પેન્ટિંગ્સ પર હાથ અજમાવ્યો ને લો, એનાં ચિત્ર પ્રદર્શન નામાંકિત આર્ટ ગૅલરીમાં યોજાવા માંડ્યાં. મળીએ, મુંબઈનાં આ કલાવંત માનુનીને.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

દુનિયા થી છૂપી અબ ખૂલ ગઈ… મુસ્કુરાહટ તેરી રાસ્તા દિખા ગઈ

સ્મિત એ આત્માનું નાનું, પરંતુ સૌથી શક્તિશાળી આભૂષણ છે. એ એક એવી ભાષા છે, જેનો અર્થ દુનિયાનું કોઈ પણ હૃદય સમજી જાય છે. દર વર્ષે ઑક્ટોબરના પહેલા શુક્રવારે ઊજવાતો ‘વર્લ્ડ સ્માઈલ ડે’ યાદ અપાવે છે કે એક નાની સ્મિતલહર દુનિયા બદલવા પૂરતી છે.

time to read

6 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શાખાથી શતાબ્દી સુધી...વિવાદના અંધકાર વચ્ચે રાષ્ટ્રભક્તિનો ઉજાસ

શિસ્ત, સેવા, સમર્પણ, સ્વાભિમાન જેવા ગુણ ધરાવતા ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ (આરએસએસ)ના કરોડો પ્રશંસકો આ દેશમાં છે. બીજી તરફ, એને હાડોહાડ કોમવાદી ગણાવીને ધિક્કારનારાની સંખ્યા પણ મોટી છે. સફેદ ખમીસ, ખાખી પાટલૂન, હાથમાં લાઠી અને માથે ટોપીના ગણવેશ સાથે રાષ્ટ્રસેવાનો ભેખ લેનારી આ સંસ્થા વિજયાદશમીએ પોતાની સ્થાપનાનાં ૧૦૦ વર્ષ પૂરાં કરે છે ત્યારે કલમથી કાઢેલો એનો એક્સ-રે તપાસવા જેવો છે.

time to read

5 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

અહીં સાચા અર્થમાં માનવની સેવા થાય છે...

આજની મોંઘવારીમાં કોઈ એક ટંક પણ મફત ભોજન ન આપે ત્યારે નડિયાદમાં એક સામાજિક સંસ્થા રોજ બે હજાર લોકોને વિનામૂલ્યે ભોજન આપે છે. આ સંસ્થાએ નિરાધાર બા-દાદા માટે ‘દીકરાનું ઘર’ પણ બનાવ્યું છે. ‘જય માનવસેવા પરિવાર ટ્રસ્ટ’ની બીજી અનેક સેવાકીય પ્રવૃત્તિ વિશેય જાણવા જેવું છે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્ટ્રેસ એક મહામારી બને એ પહેલાં..

કટ્ટર સ્પર્ધાત્મક માહોલમાં વિદ્યાર્થીઓ પર ભણતરનો બોજ તો છે જ, એમાં સમાજની અપેક્ષાનો ઉમેરો જોખમી બની શકે.

time to read

3 mins

October 13, 2025

Chitralekha Gujarati

Chitralekha Gujarati

હો સકે તો ઈસ મેં, જિંદગી બિતા દો...

જો જીવન કષ્ટદાયક હોય અને એનો અર્થ પણ ના હોય તો છેવટે આપઘાત કરવો પડે, પરંતુ માણસ એક બૌદ્ધિક પ્રાણી છે એટલે એ કષ્ટની અંદર પણ અર્થ શોધીને એને જીવવાલાયક બનાવે છે.

time to read

5 mins

October 13, 2025

Translate

Share

-
+

Change font size