Essayer OR - Gratuit
સારાન્વેષ
ABHIYAAN
|Abhiyaan Magazine 20/09/2025
દેવાનું દલદલ અને ડોલરનું દંગલ
ક્યારેક અખબારો મોટા અક્ષરે હૅડલાઇન છાપતાં હોય છે કે દેશના માથે આટલું કે તેટલું દેવું. ત્યારે ઘણાને પ્રશ્ન થાય કે આ દેવાનો લેણદાર વળી કોણ? જેતે દેશની સરકારો સર્વોપરી હોય તો એમના માથે કરજ ક્યાંથી ચડે? જોકે પાયાનો પ્રશ્ન છે કે પૈસો અથવા ચલણી નાણું એટલે ખરેખર શું ચીજ? પ્રિ-ડિજિટલ યુગમાં નાણું એટલે મહદ્અંશે છાપેલો કાગળ કે ધાતુનો સિક્કો. ડિજિટલ અને અત્યારના યુપીઆઈ યુગમાં પૈસો સ્ક્રીન પર ઝબકતો એક આંકડો છે, ઇલેક્ટ્રિક સિગ્નલ છે. નેટ બૅન્કિંગ કે યુપીઆઈથી લેણદેણમાં હાથોહાથ ચલણી નાણું ટ્રાન્સફર નથી થતું, પણ આંકડો ઝબકે એટલે ડિજિટલ સ્વરૂપે પૈસા આવ્યા કે ગયા એનો ખ્યાલ આવી જાય. આ પૈસા એટલે બીજું કશું નહીં, પણ આપણા આર્થિક વ્યવહારોનું પ્રતીક. જાતભાતની ઉત્પાદિત કે નિર્માણ પામેલી વસ્તુઓના ખરીદ-વેચાણથી લઈને સમય-શક્તિ ખર્ચવા પડે એવી વિધવિધ સેવાઓના વિનિમયમાં સરળતા રહે એ માટે જે-તે દેશની સરકારો દ્વારા અધિકૃત કરાયેલી ચીજ એટલે ચલણી નાણું.
સેંકડો નાગરિકોની આર્થિક પ્રવૃત્તિને કારણે જે અર્થતંત્ર સર્જાય, એનું કદ માપવાનો એકમ એટલે જીડીપી. અર્થતંત્રની નસોમાં દોડતું ચલણી નાણું જીડીપીના અમુક પ્રમાણમાં મર્યાદિત રહેવું જોઈએ. જો પ્રમાણભાન ઉલ્લંઘીને સરકાર મનસ્વીપણે ચલણી નાણું છાપ્યાં કરે તો ઇન્ફ્લેશન યાને ફુગાવો સર્જાય. સરકાર પણ એક સંસ્થા જ છે, જેને પોતાના ખર્ચ અને રખરખાવ માટે પૈસાની જરૂર રહેવાની. પૈસાનું અને એના પ્રવાહનું નિયમન કરવા માટે રિઝર્વ કે સેન્ટ્રલ બૅન્ક જેવી સંસ્થાઓની જોગવાઈ પણ છે. સરકાર સમયાંતરે ટ્રેઝરી બિલ કે બૉન્ડ બહાર પાડીને માર્કેટમાંથી પૈસા ઉપાડે છે. બદલામાં બૉન્ડમાં રોકાણ કરનારને સરકાર નિશ્ચિત વ્યાજ ચૂકવે છે. અલબત્ત, દેશના અર્થતંત્ર અને જીડીપીમાં દમ ના હોય તો બૉન્ડમાં રોકાણકારોને રસ ઓછો પડે અને એની ખાસ કિંમત ના ઊપજે. તેજીલા અશ્વ જેમ અર્થતંત્ર દોડતું હોય તો ચોમાસામાં ભજિયાં ઊપડે એમ બૉન્ડ ઝટપટ વેચાઈ જાય. સરકારોના માથે જે અબજોનું દેવું હોય એની લેણદાર પાર્ટીઓ એટલે આ રોકાણકારો, જેમાં મહદ્અંશે સ્વદેશી વિદેશી ગંજાવર ફાઇનાન્સ કંપનીઓ, ખાનગી બૅન્કો અને વિદેશી સેન્ટ્રલ બૅન્કો સામેલ હોય.
Cette histoire est tirée de l'édition Abhiyaan Magazine 20/09/2025 de ABHIYAAN.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE ABHIYAAN
ABHIYAAN
નીરખને ગગનમાં....
વિજયનગર સામ્રાજ્યની કલાકીય વિરાસત કિન્નલ કાષ્ઠકલા
4 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
વિઝા વિમર્શ
પૂર્વનિયોજિત ઇરાદાઓ
3 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
ધર્મેન્દ્રઃ જેણે હિન્દી સિનેમામાં હીરોને નવો ચહેરો આપ્યો
ધર્મેન્દ્રએ ફિલ્મોમાં સ્થાપિત આ ત્રિપુટી વચ્ચે પોતાનું સ્થાન ઊભું કર્યું. તેમણે એક એવા હીરોને સિનેમાના પડદે આકાર આપ્યો કે જે મહેનતકશ હતો, ગુસ્સો પણ ખૂબ કરતો હતો અને મુક્ત રીતે હાસ્ય પણ કરતો હતો. આ હીરો ફિલ્મના મોટા પડદે આદર્શ નાયક ન હતો. એ જનતાનો પ્રતિનિધિ હતો. પંજાબથી આવેલા આ દેશી યુવાનની બોડી લેંગ્વેજ રૉ કહેતાં દેશી હતી.
4 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
હૃદયનાં બંધ કમાડ તોડીને કોઈ પકવાન મૂકી ગયું હોય એવી ફિલ્મ!
‘લાલો’ના ડિરેક્ટર કહે છે કે, ‘અંતરીક્ષમાં અનેક વાર્તાઓ ઘૂમતી રહે છે. એ વાર્તાઓ આપણી વચ્ચે આવવા માટે યોગ્ય સમયે કોઈ ને કોઈ વ્યક્તિને પસંદ કરે છે. આ ફિલ્મની સ્ટોરીએ અમને પસંદ કર્યા છે.'
3 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
૨૬૨ વર્ષ પહેલાંનું ઝારાનું યુદ્ધ શહીદ સ્મારક અને શ્રદ્ધાંજલિ
અઢી સદી પહેલાં કચ્છની જ એક વ્યક્તિની મહત્ત્વાકાંક્ષાએ કચ્છના અસ્તિત્વને ભયમાં મૂક્યું હતું. માતૃભૂમિને પરાધીન થતી બચાવવા કચ્છની દરેક કોમના યુવાનો ઝારાનું યુદ્ધ લડ્યા હતા અને શહીદી વહોરી હતી. આ યુદ્ધના પરિણામ સ્વરૂપ જ કચ્છમાં વહ્યું જતું સિંધુ નદીનું પાણી અટકાવવા માટે સિંધના બાદશાહે બંધ બાંધ્યો હતો. ત્રણ દિવસના યુદ્ધમાં કચ્છના ૪૦ હજારથી વધુ અને સિંધના ૬૦ હજારથી વધુ વીરો મૃત્યુ પામ્યાં હતાં.
5 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
ચર્નિંગ ઘાટ
ચતુરાઈ હોય તો ચાર રસાયણથી ચારે કોર મજા મળે
6 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
વામા-વિશ્વ આરોગ્ય
આપણા સ્વાસ્થ્યને પ્રભાવિત કરે છે, ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ
2 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
સારાન્વેષ
ચાર્વાકવાદ અને સ્ટાર્ટ-અપ કલ્ચરઃ દેવું કરીને દમદાર થાઓ!
4 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
પ્રવાસન
ભારતીય કલા જગતનો Festive તાજ : The serendipity Arts Festival, પણજી, ગોવા
5 mins
Abhiyaan Magazine 06/12/2025
ABHIYAAN
રાજકાજ
કર્ણાટક કોંગ્રેસ સરકારનો મામલો ફરી મોવડી મંડળ પાસે
2 mins
Abhiyaan Magazine 06/12/2025
Listen
Translate
Change font size
