Intentar ORO - Gratis
જૂની ચીજોથી નવી સજાવટ કરતાં જાદુઈ ડાબી
Chitralekha Gujarati
|December 01, 2025
પ્રવેશદ્વારથી માંડીને હૉલ, કિચન, ડાઈનિંગ રૂમ, સ્ટોર રૂમ, બેડરૂમ, બગીચો અને પાર્કિંગ એરિયામાં પ્રાચીન રાચરચીલાને મઠારીને, ચુસ્ત-દુરસ્ત કરીને એમણે નવા બંગલાને કળાત્મક ઓપ આપ્યો. સાથે જૂના સમયનો દેગડો, ઘંટી, ગરમ પાણીનો બંબો, પટારો, પ્રાઈમસ, વગેરેને યોગ્ય સ્થાને મૂકીને શોભા વધારી. સમજો કે ઘરનો પ્રત્યેક ખૂણો એમણે દિલથી સજાવ્યો છે. અમદાવાદનાં આ કળાપ્રેમી સન્નારી સાથે ગોઠડી કરવા જેવી છે.
‘આપણે નવા ઘરમાં કોઈ જૂની વસ્તુ નથી લઈ જવી. ઈન્ટિરિયર ડિઝાઈનર ઘર સરસ સજાવી આપશે. નવા ઘરમાં તો નવી જ વસ્તુ શોભે...’
શ્રીમતીજીએ જાણે અંતિમ નિર્ણય સંભળાવી દીધો.
‘ઠીક છે, પણ આપણા જૂના કબાટ તો જો કેટલા મજબૂત છે. નવું ફર્નિચર જૂના જેટલું ટકાઉ નહીં હોય.... છતાંય જેવી તારી મરજી.’
આવા સંવાદો દંપતી વચ્ચે સામાન્ય છે. બાપદાદાના સમયનું રાચરચીલું આઉટડેટેડ ગણાય. એનો રંગ ઊડી ગયો હોય. ગમે ત્યારે સડી કે બગડી જાય.
ઊધઈ લાગી હોય, વસ્તુઓ કાટ ખાઈ ગઈ હોય... ખાસ તો નવા ઘરમાં જૂની વસ્તુ સારી ન લાગે, વગેરે.
પાંચેક વર્ષ પહેલાં આવો સંવાદ અમદાવાદનાં એક બંગલામાલિક દંપતી વચ્ચે પણ થયો. જો કે પરિણામ જરા હટકે આવ્યું. એમણે નવા બંગલામાં ઘણેઅંશે પોતાના જૂના બંગલાનું ફર્નિચર અને બીજી સામગ્રી પણ ઉપયોગમાં લીધી. એ સજાવટ કળાત્મક બની.
એ દંપતી એટલે બિંદુ અને ચૈતન્ય શાહ. ચૈતન્યભાઈ વેપારી અને એમનાં પત્ની બિંદુબહેન ફોટોગ્રાફર તથા કળાપ્રેમી. પરિવાર વૈષ્ણવધર્મી. બિંદુ તબીબ પિતા ફૅમિલી ફિઝિશિયન ડૉ. નિરંજન શાહની એકની એક દીકરી. નિરંજનભાઈએ બંગલામાં બગીચો બનાવેલો એટલે દીકરીને બગીચાની સંભાળ શીખવી. બિંદુ સાઈકોલૉજી વિષયમાં એમએ થઈ. ફોટોગ્રાફીનો શોખ જાગ્યો એટલે બગીચામાં આવતાં પંખી, ખિસકોલી, વગેરેના ફોટા પાડે. કોતરણી પણ ગમે.
૧૯૮૧માં ચૈતન્ય શાહ સાથે એનાં લગ્ન થયાં. પછીનાં વર્ષોમાં બન્ને સ્વતંત્ર બંગલામાં રહેવા ગયાં. બાદમાં એક વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરનું માર્ગદર્શન લઈને બિંદુએ વન્યજીવનની તસવીરો લેવા માંડી. દેશ-વિદેશ ફર્યાં.
એ બંગલામાં સવા ત્રણેક દાયકા વિતાવ્યા પછી પાંચેક વર્ષ પહેલાં એમણે વિશાળ જગામાં નવો બંગલો બંધાવ્યો. એ વખતે દરેક ગૃહિણીની જેમ બિંદુને પણ ઘરસજાવટની અદમ્ય ઈચ્છા જાગી.
ઘરસજાવટમાં મધ્યમવર્ગી પરિવારને સીમિત જગા અને નિશ્ચિત રકમની મર્યાદા નડે, પણ બિંદુ શાહને આમાંની એકેય સમસ્યા નડતી નહોતી. આર્થિક સધ્ધરતા પણ હતી અને બંગલાની જગ્યા ખાસ્સી મોટી હતી. જો કે બિંદુબહેનને પોતાના જૂના બંગલા તથા પિતાના બંગલાનો અમુક સામાન ઉપયોગમાં લેવો હતો. ખાસ તો સાગનાં લાકડાંનાં બારી-બારણાં, પલંગ, લોખંડના કબાટ ઉપરાંત અમુક ઘરવખરી. વળી, એને નવા બંગલામાં સીધી ગોઠવી દેવી નહોતી, બલકે નવા રૂપ-રંગમાં મૂકવી હતી.
Esta historia es de la edición December 01, 2025 de Chitralekha Gujarati.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Chitralekha Gujarati
Chitralekha Gujarati
જલસાઘર
રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો
અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મૂક સેવાનું મધુર સરનામું
મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?
પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…
3 mins
May 18, 2026
Chitralekha Gujarati
મુખવાસ
કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?
સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!
ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.
2 mins
May 18, 2026
Chitralekha Gujarati
લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...
સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.
4 mins
May 18, 2026
Chitralekha Gujarati
મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ
પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.
5 mins
May 18, 2026
Chitralekha Gujarati
આવો, બનાવીએ સોનાર બાંગ્લા...
ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.
4 mins
May 18, 2026
Listen
Translate
Change font size

