Facebook Pixel બાહ્ય હિંસા અંદરની હિંસાનો વિસ્તાર છે... | Chitralekha Gujarati - news - Lee esta historia en Magzter.com
Vuélvete ilimitado con Magzter GOLD

Vuélvete ilimitado con Magzter GOLD

Obtenga acceso ilimitado a más de 9000 revistas, periódicos e historias Premium por solo

$149.99
 
$74.99/Año

Intentar ORO - Gratis

બાહ્ય હિંસા અંદરની હિંસાનો વિસ્તાર છે...

Chitralekha Gujarati

|

June 09, 2025

હળીમળીને પ્રાકૃતિક સંસાધનો વહેંચીને ખાઈ લેવાની જરૂરતને કારણે માણસે એની જંગલી વૃત્તિઓને નિયંત્રણમાં રાખવા સામાજિક અવરોધો ઊભા કર્યા છે અને વિવેકબુદ્ધિ અને સંવાદના વૈકલ્પિક રસ્તા અપનાવ્યા છે. આ વ્યવસ્થા તૂટી જાય અથવા લોકો વચ્ચેથી વિશ્વાસ ગાયબ થઈ જાય ત્યારે આપણો હિંસક ચહેરો સામે આવી જાય છે.

- રાજ ગોસ્વામી

બાહ્ય હિંસા અંદરની હિંસાનો વિસ્તાર છે...

અંતરનો ઘોંઘાટ...

એક સાધુએ એના આશ્રમમાં ઘોંઘાટ થતો હતો એટલે અનુયાયીઓને પૂછ્યું: ‘તમે લોકો ગુસ્સામાં હો ત્યારે ઘાંટા પાડીને કેમ બોલો છો?’ એક અનુયાયીએ થોડી વાર વિચાર કરીને કહ્યું: ‘અમે અમારી શાંતિ ગુમાવી દઈએ એટલે ઘાંટો પાડીએ.’

સાધુએ કહ્યું: ‘પણ બીજો માણસ નજીકમાં જ છે, છતાં જોરથી કેમ બોલવું પડે?’

અનુયાયીઓએ તર્ક લડાવ્યા, પણ કોઈને ગળે ન ઊતર્યા. છેવટે સાધુએ સમજાવ્યું:

જ્યારે બે લોકો એકબીજા પ્રત્યે ગુસ્સે હોય ત્યારે એમનું મન એકબીજાથી અંતર કેળવી લે. એ અંતરને ઓળંગવા માટે ઘાંટા પાડીને સંભળાવવું પડે. જેટલો ગુસ્સો વધુ એટલું અંતર વધુ અને એટલો ઘાંટો ઊંચો.’

***

ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર યુદ્ધ ચાલતું હતું ત્યારે ટેલિવિઝન પર તડાકા-ભડાકાનાં દશ્યો જોઈને વ્યથિત એક સંબંધીએ નિર્દોષ ભાવે પૂછ્યું હતું: ‘આપણે અને દુનિયાના બીજા તમામ લોકો, શાંતિ અને સુમેળથી રહી ન શકે?’

નિર્દોષ એટલા માટે, કારણ કે એમને બન્ને દેશ વચ્ચેની જટિલતાની જાણ નહોતી, પરંતુ એ પ્રશ્નમાં માનવજાતિની એક કડવી સચ્ચાઈ પણ હતી-પૃથ્વી પર તમામ પ્રકારની અભૂતપૂર્વ પ્રગતિ છતાં માનવજાત એકબીજા સાથે સંપીને રહી શકવામાં નિષ્ફળ ગઈ છે.

માનવજીવનનો આ એક વિચિત્ર વિરોધાભાસ છે કે એના વિકાસ અને વિનાશની યાત્રા સાથે જ ચાલતી રહે છે. જે માણસે હવાની ગતિએ ઈન્ટરનૅશનલ ટ્રાવેલ કરવા માટે જેટ વિમાનો બનાવ્યાં છે એ જ માણસે મિનિટોમાં આખા ને આખા ઈલાકા તહસનહસ કરી નાખે એવાં ફાઈટર વિમાનો પણ બનાવ્યાં છે.

માણસ મૂળભૂત રીતે જન્મ્યો ત્યારથી જ અંદર એક પ્રકારની અશાંતિ, અસુરક્ષા અને અલગાવ લઈને જીવતો આવ્યો છે. માણસના મગજમાં અચ્છાઈ અને બૂરાઈનાં બન્ને તત્ત્વો મોજૂદ છે. શ્રી અરવિંદ કહેતા હતા કે મનુષ્યના મગજનો એક તૃતીયાંશ હિસ્સો પશુતુલ્ય છે, જે અવસર અને અનુકૂળતા પ્રમાણે હિંસક અને બર્બર બની જાય છે.

પ્રકૃતિની રચનામાં હિંસાની એક અનિવાર્ય ભૂમિકા રહી છે. પૃથ્વી પરનો દરેક જીવ કોઈ પણ ભોગે જીવતો રહેવા પ્રયાસ કરતો રહે છે. આ સર્વાઈવલવૃત્તિ જ એને એના જેવો જ બીજો જીવ પેદા કરવા માટે અને જીવ પર જોખમ આવે તો હિંસા તરફ દોરી જાય છે. સેક્સ અને હિંસા એ પ્રત્યેક જીવનું સર્વાઈવલનું સાધન છે.

MÁS HISTORIAS DE Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એમના વિરોધનું કારણ સમજો...

શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.

time to read

4 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આમાં કોનો વાંક છે?

હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?

time to read

2 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.

time to read

1 min

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિંહો ફરી રોગચાળાના સકંજામાં...

એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર

સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...

ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શું તમે ઓશિયાળા છો?

ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –

time to read

2 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?

સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત

અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.

time to read

1 min

15 June, 2026

Listen

Translate

Share

-
+

Change font size