Intentar ORO - Gratis
ઑપરેશન સિંદૂર આ છે સફળતાના સૂત્રધાર
Chitralekha Gujarati
|May 26, 2025
પાકિસ્તાનમાં સક્રિય એવા આતંકવાદના અનેક અડ્ડા, એનાં ડઝન જેટલાં વિમાનમથક તથા રડાર સ્થાનકોનો કચ્ચરઘાણ કરી નાખવા અને સાથોસાથ ભારત તરફ આવતાં સેંકડો ડ્રોન કે મિસાઈલ્સના હુમલા ખાળવા ભારતે કયાં અસ્ત્રો-શસ્ત્રોનો ઉપયોગ કર્યો?
રવિવાર, ૧૧ મેની સવારે ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉમાં એક આ ફૅક્ટરીનું ઉદ્ઘાટન થયું. આ ફૅક્ટરી બ્રહ્મોસ એરોસ્પેર ની છે, જ્યાં પ્રતિ વર્ષ ૧૦૦ બ્રહ્મોસ મિસાઈલ બનવાની છે. ભારત અને રશિયાએ સાથે મળીને વિકસાવેલી આ મિસાઈલ છે. ટૂંકા અને મધ્યમ અંતરની મિસાઈલની શ્રેણીમાં બ્રહ્મોસ અત્યારે સૌથી વેગીલી અને સૌથી વેધક મિસાઈલ ગણાય છે. કલાકના ૩૦૦૦ કિલોમીટર કરતાંય વધુ ઝડપે ધસી જતી આવી તેજ મિસાઈલ અત્યારે તો અમેરિકા કે ચીન પાસે સુદ્ધાં નથી!
ભારતીય સંરક્ષણદળોના ભાથામાં આ મિસાઈલ ૨૦૦૬-૦૭થી છે અને આ વર્ષોમાં આપણી ત્રણેય સેનાએ એનાં ૧૧૦ જેટલાં પરીક્ષણ પણ કર્યાં છે. આ મિસાઈલની ખાસિયત એ છે કે એ જમીન પરથી છોડી શકાય છે, આપણા નૌકાદળનાં કેટલાંક જહાજોમાં પણ એ ગોઠવવામાં આવી છે તો હવાઈ દળનાં ઘણાં પ્લેન સુદ્ધાં એનાથી સજ્જ છે. જો કે એનો પહેલવહેલો ઉપયોગ હમણાં જ થયો. એ પણ ઉત્તર પ્રદેશના નવા પ્લાન્ટના ઉદ્દઘાટનના બે-પાંચ દિવસ અગાઉ! હા, સાતથી નવ મેની વચ્ચેના ગાળામાં. જમ્મુ-કશ્મીરના પહલગામમાં થયેલા હિચકારા આતંકી હુમલા સામે આદરેલા ઑપરેશન સિંદૂરના ભાગ રૂપે ભારતે અલગ અલગ ટાર્ગેટને વીંધવા જે જુદી જુદી મિસાઈલ સિસ્ટમ અજમાવી એમાં આ બ્રહ્મોસ પણ હતી.
ઑપરેશન સિંદૂર પાર પડ્યા પછી સોમવાર, ૧૨ મેની રાત્રે પોતાના રાષ્ટ્રજોગ પ્રવચનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જેને વૈશ્વિક આતંકવાદનો અડ્ડો ગણાવ્યો એ જૈશ-એ-મોહમ્મદના બહાવલપુર કેન્દ્રનો સફાયો કરવા ભારતે ફ્રેન્ચ-બ્રિટિશ બનાવટની સ્કેલ્પ મિસાઈલની જેમ બ્રહ્મોસનો પણ ઉપયોગ કર્યો. સ્કેલ્પ મિસાઈલ આપણી પાસેનાં ફ્રેન્ચ રફાલ વિમાનનાં શસ્ત્રોના ભાથામાં છે, તો બ્રહ્મોસ છે રશિયન સુખોઈ-૩૦ પ્લેનના ફાયર પાવરનો ભાગ.Esta historia es de la edición May 26, 2025 de Chitralekha Gujarati.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Listen
Translate
Change font size

