Intentar ORO - Gratis
સમાજની સાચી સેવા તો સહકારથી જ શક્ય બને
Chitralekha Gujarati
|May 05, 2025
સામાન્ય જીવનને અસામાન્ય બનાવવા માટેની ઝંખનાએ આ મહિલાને નવી દિશા આપી. પરિવાર પ્રત્યે જવાબદારી પૂર્ણ કરી. જ્યારે પોતાના માટે સમય મળ્યો ત્યારે એણે સમાજસેવામાં કંઈક વિશેષ કરવાનું નક્કી કર્યું. આજે એની શરૂ કરેલી યાત્રા અનેક લોકો માટે પ્રેરણા બની સમાજમાં હકારાત્મક ફેરફાર લાવી રહી છે.
એમનું મૂળ નામ વંદના સુરાણી, જન્મ અને અભ્યાસ રાજકોટમાં. લગ્ન પછી અમદાવાદમાં પતિ અને પરિવાર સાથે સ્થાયી થયાં. લગ્ન પછી એમનું નામ થયું વર્ષો મજેઠિયા. આજે આ જ નામ એમની ઓળખ બની રહી છે. સંસ્કારમય અને સુખી-સંપન્ન પરિવારની વર્ષાના પિતા રમેશભાઈનું ટેલરિંગ ક્ષેત્રે આગવું સ્થાન, અનેક દુકાનો એમની ઓળખનું પ્રતિબિંબ હતી. સાથે કન્સ્ટ્રક્શનનું કામ પણ કરતા. માતા મીનાબહેન પ્રેમાળ ગૃહિણી. ચાર ભાઈ-બહેનમાં વંદના ઉર્ફે વર્ષા ત્રીજા નંબરે. બા, દાદા, કાકા, કાકી સાથે મળીને ૨૧ વ્યક્તિના સંયુક્ત પરિવારમાં ઉછેર. બાળપણથી જ વડીલોનો સેવાભાવ જોઈને વિચારતી કે હું મોટી થઈને સમાજસેવાનાં કાર્ય કરીશ... પરંતુ ગ્રેજ્યુએશનની સાથોસાથ ૨૦ વર્ષની ઉંમેરે એનાં લગ્ન અમદાવાદમાં રહેતા એન્જિનિયર હિતેશભાઈ મજેઠિયા સાથે થયાં. ત્યાથી શરૂ થયું એનું નવું જીવન.
પરિવારની જવાબદારી, જીવનની ઊથલપાથલ
અને સંઘર્ષ વચ્ચે વર્ષા મજેઠિયાએ અસાધારણ ધીરજ અને મક્કમતા દાખવી. લગ્નનાં ૨૦ વર્ષ સુધી પરિવાર અને બાળકોની સંભાળમાં સમય વિતાવ્યો, પણ જ્યારે થોડો અવકાશ મળ્યો ત્યારે સમાજસેવામાં પોતાની આગવી ઓળખ બનાવી.
મહિલાઓ અને બાળકો માટે કંઈક કરવાનું સપનું સાકાર કરવા બીઈંગ વુમન ચૅરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી. સામાજિક, આરોગ્ય, મહિલા અને બાળકલ્યાણ માટે કાર્ય શરૂ કર્યું. એકલા હાથે નહીં, સાથે મળી એક નવું સ્વપ્ન સાકાર કરીએ એ વિઝન સાથે એમણે ૨૫૦થી વધુ મહિલા સ્વયંસેવકો અને ૧૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને સમાજસેવામાં જોડ્યાં.
ગુજરાતી મહિલાઓનાં પ્રભાવશાળી કાર્યને માન્યતા આપવા ગાથા ગૌરવવંતી ગુજરાતની સંસ્થા શરૂ કરી. વર્ષાબહેન સામાજિક કાર્યકરની સાથે લાયન્સ ક્લબ ઑફ સિદ્ધિવિનાયક (Lions Club of Siddhivinayak)નાં પ્રેસિડન્ટ, એકશા બિઝનેસ વર્કિંગ ગ્રુપ (Eksha Business Working Group)નાં સ્થાપક અને લિનન ચિક ગાર્મેન્ટ બ્રાન્ડ (Linen Chic Garment Brand)નાં ડિરેક્ટર પણ છે. સંઘર્ષનું સરનામું અને અનોખી સફર જેવાં પુસ્તકનાં સંપાદક દ્વારા આજે એ અનેક મહિલાઓને જીવનમાં જીતવાની પ્રેરણા આપી રહ્યાં છે.
Esta historia es de la edición May 05, 2025 de Chitralekha Gujarati.
Suscríbete a Magzter GOLD para acceder a miles de historias premium seleccionadas y a más de 9000 revistas y periódicos.
¿Ya eres suscriptor? Iniciar sesión
MÁS HISTORIAS DE Chitralekha Gujarati
Chitralekha Gujarati
એમના વિરોધનું કારણ સમજો...
શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.
4 mins
22 June, 2026
Chitralekha Gujarati
આમાં કોનો વાંક છે?
હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?
2 mins
22 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.
1 min
22 June, 2026
Chitralekha Gujarati
સિંહો ફરી રોગચાળાના સકંજામાં...
એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર
સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...
ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
શું તમે ઓશિયાળા છો?
ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –
2 mins
15 June, 2026
Chitralekha Gujarati
ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?
સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...
4 mins
15 June, 2026
Chitralekha Gujarati
પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત
અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.
5 mins
15 June, 2026
Chitralekha Gujarati
જસ્ટ, એક મિનિટ...
દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.
1 min
15 June, 2026
Listen
Translate
Change font size

