Facebook Pixel પેસિવ ફંડનું મહત્ત્વ સમજો... જોખમ ઘટાડો! | Chitralekha Gujarati - news - Lee esta historia en Magzter.com
Vuélvete ilimitado con Magzter GOLD

Vuélvete ilimitado con Magzter GOLD

Obtenga acceso ilimitado a más de 9000 revistas, periódicos e historias Premium por solo

$149.99
 
$74.99/Año

Intentar ORO - Gratis

પેસિવ ફંડનું મહત્ત્વ સમજો... જોખમ ઘટાડો!

Chitralekha Gujarati

|

August 19, 2024

રોકાણકારોને સમજદાર અને સતર્ક બનાવવાનું લક્ષ્ય શૅરબજારમાં ઈન્ડેક્સની વધ-ઘટ અને વૈશ્વિક અસરોની વચ્ચે રોકાણકારોનો રસ-ઉત્સાહ સતત વધ્યા કરે છે. આ સમયમાં ‘એનએસઈ એ તાજેતરમાં લીધેલા કેટલાક નવા ઈનિશિયેટિવ્સ અને ‘સેબી’ દ્વારા ચાલુ રહેલા રિફૉર્મ્સના પગલાની તેમ જ ટેક્નોલૉજીના કમાલની અસર બજાર પર કેવી પડી રહી છે એની ઝલક જોવા જેવી ખરી.

- જયેશ ચિતલિયા

પેસિવ ફંડનું મહત્ત્વ સમજો... જોખમ ઘટાડો!

જો તમને શૅરમાં રોકાણ કરવા બાબત મૂંઝવણ હોય, તમને શૅરનું સિલેક્શન ફાવતું ન હોય તથા શૅરરોકાણ કરવામાં તમને વધુ જોખમ પણ લાગતું હોય તો તમે શું કરો? શું શૅરબજારમાં રોકાણ જ નથી કરવું એમ મનને મનાવી બેઠા રહો.

નૅશનલ સ્ટૉક એક્સચેન્જ: પેસિવ ફંડ માટે લીપી પહેલ.

ના, એમ ન કરાય, કારણ કે શૅરબજાર અત્યારે પ્રગતિના ઉત્તમ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે, ખાસ તો છેલ્લાં પાંચ વરસમાં માર્કેટે જે વૃદ્ધિ દર્શાવી છે એ જોઈ કોઈ પણ રોકાણકારબચતકારને શૅરબજારમાં ઈન્વેસ્ટમેન્ટ કરવાનું મન થવું સ્વાભાવિક છે. ઓકે, તમે કહેશો, વાત તો સાચી, પણ કરવું શું? જેથી રાઈટ ઈન્વેસ્ટમેન્ટ થાય, જોખમ પણ નીચું રહે, એ રોકાણ વિશે સતત યોગ્ય માહિતી અને માર્ગદર્શન પણ મળતાં રહે.

આનો એક સરળ ઉપાય હમણાં નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈએ) દાખવ્યો છે. એનએસઈએ પેસિવ ફંડ માટેની એક સંપૂર્ણ સમર્પિત વેબસાઈટ તૈયાર કરી છે, જેમાંથી ઈન્વેસ્ટમેન્ટ માટેનું માર્ગદર્શન મળતું રહી શકે છે. હવે ઘણાને સવાલ થઈ શકે કે આ પેસિવ ફંડ વળી શું છે? અને એની માહિતી મેળવીને કઈ રીતે અને શેમાં રોકાણ કરવાનું? યસ, હવે આપણે મૂળ મુદ્દા પર આવ્યા. વ્યક્તિગત સ્ટૉકમાં રોકાણ કરવાને બદલે આપણે સ્ટૉક્સના બંચ અર્થાત્ ઈન્ડેક્સમાં રોકાણ કરીએ તો એ વધુ સલામત અથવા ઓછું જોખમી રહે છે, કારણ કે એમાં માત્ર બે-ચાર પસંદગીની કંપનીના શૅર હોતા નથી, વિવિધ સેક્ટર્સના મહત્ત્વના અગ્રણી સ્ટૉક્સ હોય છે, જેને લીધે તમારું રોકાણ એકસાથે ઘણા સ્ટૉક્સમાં થઈ જાય અને વિવિધ સ્ટૉક્સને કારણે ડાઈવર્સિફાઈડ પણ થઈ જાય.

આ વેબસાઈટ શું કરે છે?

પેસિવ ફંડ વેબસાઈટ આવાં ઈન્ડેક્સ ફંડ્સ વિશેની સંપૂર્ણ માહિતી અને એમાંથી માર્ગદર્શન મળતું રહે એવી ઍનાલિસિસ આપતી રહેશે. આમાં ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફંડ)નો પણ સમાવેશ થશે. યાદ છે? એક સમયે આપણે એવી વાતો કરતા કે સાંભળતા હતા, જેમાં એવું કહેવાતું કે શૅર ન સૂઝે તો ઈન્ડેક્સમાં રોકાણ કરી દો. આ રોકાણમાર્ગ તો ક્યારનો ચાલી રહ્યો છે, પણ હવે એનએસઈના ઈનિશિયેટિવથી આ પેસિવ ફંડની વેબસાઈટ એક છત્ર હેઠળ તમને ઈટીએફ સહિત ઈન્ડેક્સ ફંડ્સની અથથી ઈતિ બધી જ માહિતી ઉપલબ્ધ કરાવે છે. એટલું જ નહીં, દરેક ફંડની કામગીરી, તુલના તેમ જ નવા ફંડ ઑફર્સની બાતમી પણ આપતી રહેશે.

MÁS HISTORIAS DE Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

એમના વિરોધનું કારણ સમજો...

શિક્ષણ ક્ષેત્રની ગેરરીતિ સામે દિલ્હીમાં થયેલા આંદોલનને એક ચોક્કસ નજરે જોવાની જરૂર નથી. આવા લોકજુવાળથી વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભલું થતું હોય તો એમાં કશું અનુચિત તો નથી જ.

time to read

4 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આમાં કોનો વાંક છે?

હોય સમજણથી ભરેલી આંખ ને એવાય લોકો આ સમય સાથે જરા બદલાય નહીં, તો વાંક કોનો?

time to read

2 mins

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

જે આપણી સામે એક સ્વપ્નસૃષ્ટિ ખડી કરી દે છે. આવી લલચામણી વાતો સામે આપણે તર્કશક્તિ ન ગુમાવવી જોઈએ.

time to read

1 min

22 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિંહો ફરી રોગચાળાના સકંજામાં...

એશિયાટિક લાયન પર ફરી એક વાર રોગચાળાનો ખતરો મંડરાયો છે. ભેદી રોગચાળાએ ખાસ કરીને અમરેલી અને ગીર સોમનાથની રેન્જમાં વસવાટ કરતા સિંહોને લપેટમાં લીધા છે. હમણાં એક સપ્તાહની અંદર નવ જેટલા સિંહનાં મોત થતાં વનતંત્ર દોડતું થયું છે. ગુજરાતના મુખ્ય મંત્રીએ આ ઘટનાને ગંભીર ગણી ગીરમાં રોગચાળાને પ્રસરતો અટકાવવા રસીકરણ સહિતનાં પગલાંના આદેશ આપ્યા છે. બીજી તરફ, વન્યજીવપ્રેમીઓમાં પણ ચિંતાની સાથે સવાલ ઊભા થયા છે કે વનરાજોનાં મોતનો સિલસિલો ક્યારે અટકશે?

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સ્વાર્થથી પરમાર્થ સુધીની ડિજિટલ સફર

સુરતના ઓવરબ્રિજ નીચે બેસી મોબાઈલના ટેમ્પર્સ્ડ ગ્લાસ ચોંટાડવાથી શરૂ થયેલી એક સામાન્ય યુવાનની સફર આજે સેંકડો નિરાધારો માટે મજબૂત સહારો બની ગઈ છે. જે સંઘર્ષમાં ઊછરીને મોટો થયો એ આજે સોશિયલ મિડિયાના માધ્યમથી વિખૂટા પડેલા પરિવારો અને જિંદગીના તૂટેલા તાર સાંધવાનું કામ કરી રહ્યો છે. એણે માનવતાનું આખું સામ્રાજ્ય કેવી રીતે ઊભું કર્યું એની આ જીવંત ગાથા છે.

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

સિનેમાવાળાના અસહકારના આંદોલનનું સત્ય-અસત્ય...

ટિન્સેલ અને ગ્લિસેરિનની દુનિયામાં હાલ એક ચર્ચા ચાલી રહી છેઃ શું સ્ટારની આભા કામની શિસ્ત કરતાં મોટી હોઈ શકે? ‘ડૉન-થ્રી’માંથી રણવીર સિંહની અચાનક એક્ઝિટે માત્ર એ ફિલ્મ જ નહીં, પણ બોલીવૂડના પરંપરાગત વ્યવહારને હચમચાવી દીધો. જો કે સ્ટાર-પાવર અને પ્રોફેશનલ કૉન્ટ્રાક્ટ વચ્ચેનાં બદલાતાં સમીકરણોનો આ કંઈ પહેલો કિસ્સો નથી. આપણે ત્યાં જ નહીં, હોલીવૂડમાં પણ આવા કિસ્સા ગાજ્યા છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

શું તમે ઓશિયાળા છો?

ન કોઈના ભરોસે ધ્યેય પર પહોંચી શકાયું છે ને શ્રદ્ધા એટલે ખુદમાં જ ભારોભાર રાખું છું. –

time to read

2 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ભાજપ બંગાળને ખરા અર્થમાં ‘તૃણમૂલમુક્ત’ રહેવા દેશે?

સત્તા ગઈ એ સાથે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના પક્ષમાંથી ઘણા આગેવાનો અને કાર્યકરો ભાજપ તરફ દોટ મૂકવાની વેતરણમાં છે. જો કે પક્ષને મજબૂત બનાવવાના નામે ભાજપ આવાં તત્ત્વોને સ્વીકારતો રહેશે તો...

time to read

4 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

પતંગિયાની કલ્પના...કોક્રોચની હકીકત

અહીં પ્રકૃતિનો એક સુંદર નિયમ સમજાય છે. જીવનની લાંબી સફરમાં હંમેશાં સૌથી બળવાન જીવતો રહે એવો નિયમ નથી. ઘણી વાર જીવતો એ રહે છે, જે બદલાતી પરિસ્થિતિ સાથે પોતાને બદલવાની ક્ષમતા રાખે છે. કદાચ એટલે જ જીવનની લાંબી દોડમાં ઘણી ચમકદાર વસ્તુ પાછળ રહી જાય છે, જ્યારે સામાન્ય દેખાતી ચીજો ધીમે ધીમે આગળ નીકળી જાય છે.

time to read

5 mins

15 June, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

દુનિયા ત્યાં સુધી તમારા પક્ષમાં છે જ્યાં સુધી તમે એમના જેવા છો.

time to read

1 min

15 June, 2026

Listen

Translate

Share

-
+

Change font size