Facebook Pixel ગિફ્ટમાં શરાબની નવી છૂટ નવા પ્રશ્નો સર્જશે? | Chitralekha Gujarati - news - Lee esta historia en Magzter.com
Vuélvete ilimitado con Magzter GOLD

Vuélvete ilimitado con Magzter GOLD

Obtenga acceso ilimitado a más de 9000 revistas, periódicos e historias Premium por solo

$149.99
 
$74.99/Año

Intentar ORO - Gratis

ગિફ્ટમાં શરાબની નવી છૂટ નવા પ્રશ્નો સર્જશે?

Chitralekha Gujarati

|

January 08, 2024

આ એક અપવાદ છે કે ગુજરાતમાં દારૂબંધી હળવી કરવાની દિશામાં પહેલું પગલું? રાજ્યના બીજા વિસ્તારોમાં પણ આવી માગણી ઊઠી તો સરકાર શું કરશે? આવા અનેક સવાલના કનકવા ચગવા લાગ્યા છે, પણ એક વાત નક્કી છે કે દારૂબંધી કોઈ રીતે ગુજરાતના વિકાસમાં અવરોધ બની નથી.

- કેતન ત્રિવેદી

ગિફ્ટમાં શરાબની નવી છૂટ નવા પ્રશ્નો સર્જશે?

ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ કે નહીં? ગુજરાતની સ્થાપનાથી લઈને આજ સુધી આ સવાલ રાજ્યમાં કાયમ એક મધપૂડાની માફક ઝળૂબતો રહ્યો છે. કોઈ પણ સરકાર કે કોઈ પણ રાજકીય પક્ષે આજ સુધી આ મધપૂડાને છંછેડવાની હિંમત કરી નહોતી, પણ છેવટે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે પૂર્ણતઃ નહીં તો આંશિક રીતે આ મધપૂડા પર કાંકરી ફેંકીને એને છંછેડવાની હિંમત કરી છે.

જ્યારથી રાજ્ય સરકારે ગાંધીનગરસ્થિત ગિફ્ટ સિટીમાં શરાબનાં વેચાણ-સેવનની છૂટ આપવાની જાહેરાત કરી છે ત્યારથી મધમાખી ગણગણે એમ ગુજરાતમાં ગણગણાટ શરૂ થઈ ચૂક્યો છે. ગિફ્ટ સિટીમાં કામ કરનારાઓને કે મુલાકાતીઓને કઈ શરતોને આધીન, કઈ મર્યાદામાં આ છૂટ અપાશે એની પૂરેપૂરી વિગત હજુ આવવાની બાકી છે, પણ દારૂબંધીના મુદ્દે ગુજરાત અત્યારથી જ બે ભાગમાં વહેંચાઈ ચૂક્યું છે. યાદ રહે, દારૂબંધી હટાવવાના મુદ્દે ગુજરાતમાં બે અંતિમ મત પ્રવર્તે છેઃ કાં તો હટાવી દો, કાં તો રાખો. ત્રીજા કે મધ્યમ મતનું અહીં વજૂદ જ નથી.

MÁS HISTORIAS DE Chitralekha Gujarati

Chitralekha Gujarati

Chitralekha Gujarati

જલસાઘર

રિદ્ધિમા સાહની, સાઢિયા ખાતિબ, નીતુ કપૂર, કપિલ શર્મા: દાદી કી શાદી.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

૩૪ વર્ષે ગુંજી ઊઠેલો સન્નાટો

અમદાવાદમાં એક મુસ્લિમ મહિલા તથા એક મુસ્લિમ પુરુષના મર્ડરનો ભાંડો વર્ષો પછી ક્યો. ઘરના બંધ ફ્લોર નીચેથી હાડકાં બોલવા માંડ્યાં ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ.

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મૂક સેવાનું મધુર સરનામું

મધુબહેન ખેની એમ તો એમની ઓળખ મહંત મધુસૂદન બાપુ તરીકે પણ છે. કોઈ મહિલાને મહંતની પદવી આપવામાં આવે ત્યારે એના નામ પાછળ બાપુ શબ્દ લાગી જાય છે. આ બહેનની ‘બાપુ’ બનવાની સફર ખરેખર હૃદયસ્પર્શી છે. સેવાકીય કાર્યોને કારણે એમને મહંતની પદવી મળી, પણ એમની મહંતાઈ સેવામાં જ સમાયેલી છે. માતૃ દિન નિમિત્તે મળો એક અનોખી ‘મા’ને, જે માતાની માફક માતાની ઉંમરની મહિલાઓની સેવા કરે અને એમના મૃત્યુ સમયે દીકરો બનીને કાંધ આપે ને અગ્નિસંસ્કાર પણ કરે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

ઘરેલુ હિંસાઃ આ શું માત્ર વન-વે ટ્રાકિક છે?

પરિણીત પુરુષો પણ ડોમેસ્ટિક વાયોલન્સનો ભોગ બને છે એ હકીક્ત આપણે સ્વીકારતાં નથી, કારણ કે…

time to read

3 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મુખવાસ

કરોડપતિનો ‘કંગાળ’ અખતરો!

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આઈપીઓની કતાર સામે નબળાં સેન્ટિમેન્ટની અસર ક્યાં અને કેવી?

સિનેમાગૃહોમાં ‘ધુરંધર’ ફિલ્મની તેજી ચાલતી હતી ત્યારે બીજી ઘણી નવી ફિલ્મ પોતાની રિલીઝ અટકાવીને બેસી ગઈ હતી અથવા મોકૂફ રહી હતી, કારણ કે ધુરંધરની ‘રંધર’ તેજીના સપાટામાં એ ફિલ્મો ચાલવા વિશે શંકા હતી. એ જ રીતે, અત્યારે શૅરબજારની ધુરંધર કહી શકાય એવી વૉલેટિલિટી કે મંદી અને અનિશ્ચિતતાના સમયમાં અનેક કંપની પોતાના આઈપીઓ લાવવાની યોજના લંબાવી રહી છેઃ એમને મૂડીબજારમાં અપેક્ષિત પ્રતિસાદ ન મળવાનો ડર છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

રો મેંગો રાઈસ રિફ્રેશિંગ લંચનો અનુભવ!

ગ૨મીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રસોઈમાં રોજ શું બનાવવું એ દરેક ગૃહિણી માટે મોટો કોયડો બની જતો હોય છે.

time to read

2 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

લાઈટ્સ, કૅમેરા, ઈલેક્શન... જ્યાં હીરો-હીરોઈન વોટથી હિટ થાય છે...

સાઉથની રાજનીતિ એક મસાલા ફિલ્મ જેવી રહી છે. અહીં રાજકારણ પણ ફિલ્મ જેવી સ્ક્રિપ્ટ ધરાવે છે. દખ્ખણમાં સ્ક્રીનથી સત્તા સુધી જવાનો રસપ્રદ ઈતિહાસ રહ્યો છે.

time to read

4 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

મંદિરોને જોવાની એક નવી દૃષ્ટિ

પથ્થરોની ભાષા અને શિલ્પોનો સંવાદ પ્રાચીન મંદિરો માત્ર પથ્થરની ઈમારત નથી, પણ જ્ઞાન, કળા અને વિજ્ઞાનનો જીવંત દસ્તાવેજ છે. એન્જિનિયરિંગ કૌશલ્યથી માંડીને મૂર્તિશાસ્ત્રના ગૂઢ મનોવિજ્ઞાનને વણતાં આ મંદિરોને જોવાની નવી દૃષ્ટિ કેળવવી જરૂરી છે. જો આપણે આ વારસાને સમજવાની સજ્જતા કેળવીશું તો મંદિરદર્શન એ શ્રદ્ધાની સાથે આત્મખોજની એક અર્થપૂર્ણ યાત્રા બની રહેશે.

time to read

5 mins

May 18, 2026

Chitralekha Gujarati

Chitralekha Gujarati

આવો, બનાવીએ સોનાર બાંગ્લા...

ચૂંટણીપ્રચાર દરમિયાન દસ રૂપિયાની જાલમૂડી (સેવ-મમરા) ખાવાથી માંડીને મોદીજીની સુપર હિટ બ્રિગેડ (રૅલી), અમિત શાહના કોલકાતામાં અઠે દ્વારકા અને ભાજપના માસ્ટર સ્ટ્રેટેજિસ્ટ્સે રચેલા અભેદ ચક્રવ્યૂહને કારણે ‘ચાર મઈ, મમતા ગઈ...’નું લક્ષ્ય તો સાધી લેવાયું, પણ બંગાળને ફરી સોનાનું બનાવવામાં નવી સરકારની કપરી કસોટી થશે.

time to read

4 mins

May 18, 2026

Translate

Share

-
+

Change font size